તમારા ઘરમાં રહેલા ફળની મદદથી હેર-માસ્ક બનાવો અને તમારા ડેન્ડ્રફની સમસ્યા દૂર કરો
શિયાળો આવતાની સાથે જ વાળમાં ડેન્ડ્રફની સમસ્યા શરૂ થઈ જાય છે. ડેન્ડ્રફ માથાના મૂળને નબળા બનાવે છે અને સફેદ વાળ વધારે છે. સાથે વ્યક્તિ ડેન્ડ્રફના કારણે તેમની આસ-પાસ રહેલા લોકોથી પણ શરમ અનુભવે છે. કેટલાક લોકો એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરે છે પરંતુ આ પૂરતું નથી. ખરેખર, ડેન્ડ્રફ એ ફંગલ અસર છે જે માલાસીઝિયા નામના સંચયને કારણે ફેલાય છે.

જો સમયસર તેનું નિયંત્રણ ન કરવામાં આવે તો માથામાં વિવિધ પ્રકારના ચેપ આવી શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે આપણે વિવિધ પ્રકારના શેમ્પૂ અને હેર માસ્કનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ સમસ્યા દૂર કરવા માટે તમે પાર્લરમાં ગયા વગર જ અને મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા વગર તમે ઘરેલું ઉપાય અપનાવીને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
જાણો ઘરે હેર-માસ્ક બનાવવાની રીત.
કેળાનું હેર-માસ્ક
કેળા અને એપલ સાઇડર વિનેગારથી બનેલું આ હેર-માસ્ક ડેન્ડ્રફથી છૂટકારો મેળવવા માટે સૌથી અસરકારક ઉપાય છે. કેળામાં વિટામિન બી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે જે રક્ત પરિભ્રમણને સુધારીને માથાની ચામડીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેવી જ રીતે એપલ સાઇડર વિનેગરમાં એવા ગુણધર્મો છે જે ફૂગ અને જંતુઓનો નાશ કરે છે. જે ડેન્ડ્રફની સમસ્યા સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે.
કેળાનું હેર-માસ્ક બનાવવાની રીત.

2 કપમાં એપલ સાઇડર વિનેગરમાં એક કેળાને મેશ કરો અને તેને સારી રીતે મિક્સ કરો. આ પછી તેને વાળ અને માથાની ચામડી પર સારી રીતે લગાવો. હવે હળવા હાથથી તમારા વાળની મસાજ કરો. આ પછી, તેને 20-30 મિનિટ સુધી સુકાવા દો અને પછી તમારા વાળ સામાન્ય પાણી અને શેમ્પૂથી ધોઈ લો.
ગાજર અને ઓલિવ તેલ

ગાજર સ્વાસ્થ્ય માટે સારું છે, તમે આ ઘણી વાર સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે આ ગાજર તમારા વાળ અને ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરી શકે છે. ગાજરમાં વિટામિન એ, ઇ, બીટા કેરાટિન ભરપૂર માત્રામાં હોય છે. આ કારણોસર ગાજરનું તેલ વાળને પોષણ આપે છે અને વાળની વૃદ્ધિ માટે સારું માનવામાં આવે છે.
ગાજર અને ઓલિવ તેલથી હેર-માસ્ક કેવી રીતે બનાવવું

આ માટે સૌપ્રથમ એક ગાજર લો અને તેને પાણીથી સારી રીતે ધોઈ લો, હવે તેને સુકાવો. ત્યારબાદ આ ગાજરને છીણી લો. હવે આ છીણેલા ગાજરને કાચની બરણીમાં નાંખો. હવે આ બરણીમાં ઓલિવ તેલ નાંખો અને બરણીનું ઢાંકણું બંધ કરો. આ બરણીને એવી જગ્યાએ રાખો જ્યાં એક અઠવાડિયા સુધી કોઈ પ્રકાશ ના પડે. એક અઠવાડિયા પછી તમે જોશો કે તેલનો રંગ નારંગી થઈ ગયો છે. આ તેલને બીજા જારમાં ગાળી લો. તમારું તેલ તૈયાર છે.
આ રીતે આ તેલનો ઉપયોગ કરો.

શેમ્પૂ કરતા પહેલા લગભગ અડધો કલાક આ તેલથી તમારા માથા પરની ચામડીની માલિશ કરો. આ તેલની માલિશ માથા પરની ચામડી પર જરૂરથી કરવી. હવે તમારા વાળ શેમ્પૂથી ધોઈ લો. આ કરવાથી વાળ ખરતા અટકશે જ, સાથે ડેન્ડ્રફની સમસ્યાથી પણ છુટકારો મળશે.
સ્વામીજી દ્વારા સૂચવેલ એક વિશેષ હેર ઓઇલ

આ વિશેષ તેલ બનાવવા માટે એક કડાઈમાં તેલ નાંખો અને તેને ગરમ કરો. આ પછી તેમાં લીમડાના પાન નાખી તેને સેકી લો. ત્યારબાદ તે તેલમાં ભૃંગરાજ પીસીને નાખી દો. હવે તેમાં જટામાસી, રિઠા , શિકાકાઈ, આમળાને સારી રીતે મિક્સ કરી દો. હવે તેમાં એક લિટર પાણી ઉમેરો અને તેને ધીમા તાપ પર બધું સેકાવા દો. જ્યારે પાણી સંપૂર્ણપણે બળી જાય, ત્યારે ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો. આ તેલને અઠવાડિયામાં 2-3 વાર વાળ પર લગાવો અને પછી તમારા વાળ ધોઈ લો. આ તેલનો ઉપયોગ કરવાથી તમારા વાળ લાંબા, જાડા અને કાળા બનશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "તમારા ઘરમાં રહેલા ફળની મદદથી હેર-માસ્ક બનાવો અને તમારા ડેન્ડ્રફની સમસ્યા દૂર કરો"
ટિપ્પણી પોસ્ટ કરો