ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે બાળ દુષ્કર્મ કેસના આરોપી છટકી નહીં શકે, જાણો શું છે માહિતી
હાલમાં ગુજરાતમાં એવો માહોલ છે કે એક તરફ ‘સલામત ગુજરાત’ નો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યાં છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં બળાત્કાર-સામુહિક બળાત્કારની કુલ 2723 ઘટના નોંધાઇ ચૂકી છે. આમ, ગુજરાતમાં દરરોજ સરેરાશ 4 મહિલાઓ બળાત્કારનો શિકાર બને છે. બળાત્કારની સૌથી વધુ 540 ઘટના અમદાવાદમાં નોંધાઇ છે.
આ ઉપરાંત અમદાવાદમાં બળાત્કારનો શિકાર બની તેમાંથી 6ની ઉંમર 5 વર્ષ સુધી જ્યારે 391ની ઉંમર 6થી 18 વર્ષની છે. ત્યારે હવે બાળ દુષ્કર્મ કેસમાં રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દુષ્કર્મ કેસમાં વર્ગ-3ના સિનિયર કર્મીને પંચ તરીકે લેવાના રહેશે.
વિગતે વાત કરીએ તો હવેથી પહેલાની જેમ કરાર આધારિત સરકારી કર્મીને પંચમાં નહીં રાખી શકાય અને દુષ્કર્મના આરોપીને 6 માસમાં સજા થાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં સગીર વયનાં બાળકો પર વધી રહેલા દુષ્કર્મના કેસોમાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ઘનિષ્ઠ તપાસ થાય તેમજ કોર્ટ કાર્યવાહી દરમિયાન આ પ્રકારના આરોપીઓ કાયદાની છટકબારીનો ગેરલાભ ના મેળવી જાય એ માટે આરોપીઓ સામેની કાર્યવાહીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સૌથી સારી વાત એ છે કે હવે દુષ્કર્મના આરોપીઓને 6 મહિનાની અંદર સજા સંભળાવવામાં આવશે.
જો વાત કરીએ અમદાવાદની હાલની જ રેપની ઘટના વિશે તો શહેરના પાંડેસરાના ભેદવાડ-પ્રેમનગરમાં સોમવારે બપોરે ધો.4માં અભ્યાસ કરતી 10 વર્ષની બાળકી ગુમ થઈ હતી, જેથી પરિવારે શોધખોળ હાથ ધરી પોલીસને જાણ કરી હતી. બાળકીને તેની પાડોશમાં જ રહેતો દિનેશ વડાપાંઉ આપવાની લાલચે લઈ ગયો હતો. બાળકીને ભેદવાડ દરગાહ પાસે નાસ્તાની દુકાનમાં વડાપાંઉ અપાવ્યું હતું. ત્યાર બાદ પ્રેમનગર ઝૂંપડપટ્ટીના નાકા પરથી ઓટોરિક્ષામાં બેસાડી ઉધના બીઆરસી નજીક લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચ્યો હતો.
પછી આ હરામખોર ઇન્ડસ્ટ્રીઝના પાછળના ભાગે અવાવરૂ જગ્યા, જ્યાં મોટા પ્રમાણ ઘાસ ઊગેલું છે ત્યાં લઇ ગયો હતો. ઊંચા ઊગેલા ઘાસ તરફ લઈ જતાં વેંત પોતાની સાથે અઘટિત ઘટનાનો અંદેશો આવી જતાં બાળાએ બૂમાબૂમ કરી દીધી હતી, જેથી દિનેશે બાળકીનું મોઢું દબાવી દીધું હતું અને ત્યારે બાળકીએ જમણા હાથ પર બચકું ભર્યું હતું. બાળાએ એટલું જોરથી બચકું ભર્યું હતું કે નરાધમને ત્રણથી ચાર ટાંકા લેવાની ફરજ પડી હતી. બાળકીએ બચકું ભરી પ્રતિકાર કર્યો હતો અને બૂમાબુમ ચાલુ રાખતાં કોઇક આવી જશે એવા ડરથી તેને જમીન પર પટકી દઇ માથામાં ઇંટના ઘા માર્યા બાદ ગળું દબાવ્યું હતું. અત્યંત ક્રૂરતાપૂર્વક માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવાને પોતાની હવસ સંતોષવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માથામાં ઇજા થવાથી લોહીથી લથબથ માસૂમના મૃતદેહ સાથે અધમ કૃત્ય કરતાં કોઇ જોઇ જશે એવા ડરથી ત્યાંથી ભાગીને પરત ઘરે પહોંચી ગયો હતો.
જો આ સિવાય આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં 1 ડિસેમ્બર 2018થી 31 ડિસેમ્બર 2019 સુધી બળાત્કાર-સામુહિક બળાત્કાર-બળાત્કારના પ્રયાસ-સામુહિક બળાત્કાકના પ્રયાસની કેટલી ઘટના નોંધાઇ તે અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા સલાલના ઉત્તરમાં આ અંગેનો ખુલાસો થયો છે. જેના અનુસાર બે વર્ષમાં નોંધાયેલી બળાત્કાર-સામુહિક બળાત્કારની 2723 ઘટનામાંથી 992 માત્ર અમદાવાદ અને સુરત જિલ્લામાંથી નોંધાઇ છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ડાંગમાંથી બળાત્કારના સૌથી ઓછા 9 કેસ નોેંધાયા છે. અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં બળાત્કારના 560, સામુહિક બળાત્કારના 8 એમ કુલ 568 બનાવ નોંધાયા છે. આ પૈકી 6થી 18 વર્ષની બાળાઓ પર બળાત્કારના 397બનાવ નોંધાયા છે.
જો માત્ર અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં બળાત્કાર-સામુહિક બળાત્કારના કેસ વિશે વાત કરીએ તો
બળાત્કાર : 533
સામુહિક બળાત્કાર : 07
0-5 વર્ષની બાળાઓ : 06
6-18 વર્ષની બાળોઓ : 391
કેટલાની ધરપકડ : 653
કેટલાની ધરપકડ બાકી : 23
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે બાળ દુષ્કર્મ કેસના આરોપી છટકી નહીં શકે, જાણો શું છે માહિતી"
ટિપ્પણી પોસ્ટ કરો