“પૂર્વ પ્રેમિકા માટે સગાઈની વચ્ચે જ સાયરા બાનુને છોડીને જતા રહ્યા હતા દિલીપ કુમાર”, અને થોડીવાર પછી તો….
હિન્દી સિનેમાના દિગગજ અભિનેતા દિલીપ કુમાર 11 તારીખે પોતાનો 98મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. દિગગજ અભિનેત્રી સાયરા બાનો સાથે એમની જોડી ખૂબ જ સુંદર માનવામાં આવે છે. સાયરા બાનો એમના સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખે છે. દિલીપ કુમાર અને સાયરા બાનોના પ્રેમના ઘણા કિસ્સા પણ છે જેની ચર્ચા હંમેશા સાંભળવા મળે છે. હવે સાયરા બાનોએ દિલીપ કુમાર સાથેનો પોતાનો એક હેરાન કરી દેનારો કિસ્સો જણાવ્યો છે.
અભિનેત્રી સાયરા બાનો દિલીપ કુમાર કરતા 22 વર્ષ નાની છે. આ બંનેના પ્રેમના ઘણા શાનદાર અને ઉમદા કિસ્સા ઘણીવાર મીડિયામાં સાંભળવા મળે છે. હવે સાયરા બાનોએ ખુલાસો કર્યો છે કે જ્યારે એ દિલીપ કુમાર સાથે સગાઈ કરી રહી હતી ત્યારે અભિનેતા દિલીપ કુમારને ઉતાવળમાં પોતાની સગાઈ છોડીને જવું પડ્યું હતું. એ પાછળ કારણ દિલીપ કુમારની પૂર્વ પ્રેમિકા હતી.
સાયરા બાનોએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં દિલીપ કુમારના સ્વાસ્થ્ય અને પોતાની પ્રેમ કહાની વિશે લાંબી વાતચીત કરી હતી. પોતાની સગાઈના કિસ્સા જણાવતા અભિનેત્રી સાયરા બાનોએ કહ્યું કે “જ્યારે અમારી સગાઈ થઈ રહી હતી ત્યારે એક છોકરી હતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી અલગ હતી. કહેવામાં આવે છે કે એ દિલીપ કુમારની પ્રેમિકા હતી અને એમની દિવાની હતી, એને ઘેનની ગોળીઓ ખાઈ લીધી હતી.’
સાયરા બાનોએ આગળ કહ્યું કે ” જેવી દિલીપ કુમારને ખબર પડી કે તરત જ એ સગાઈ છોડીને એની પાસે પહોંચી ગયા અને એ છોકરીને સમજાવ્યું કે એ મને પ્રેમ કરે છે. એમને ગમે તેમ કરીને એ છોકરીને સમજાવી અને એને શાંત કરી અને પાછા પોતાની સગાઈમાં આવી ગયા. મને આ પ્રકારની વસ્તુઓની આદત પડી ગઈ હતી. ઘણી બધી છોકરીઓ એમની ગાડીની સામે આવીને ઉભી રહી જતી હતી અને ઇચ્છતી હતી કે દિલીપ સાહેબ એમના પર ગાડી ચડાવી દે.
એ સિવાય સાયરા બાનોએ દિલીપ કુમાર અને પોતાના પ્રેમ વિશે બીજા પણ ઘણા બધા ખુલાસા કર્યા. તમને જણાવી દઈએ કે દિલીપ કુમાર અને સાયરા બાનોની ગણતરી હિન્દી સિનેમાના દિગગજ કલાકારોમાં થાય છે.
એ બંનેએ લાંબા સમય સુધી હિન્દી સિનેમા માટે કામ કર્યું અને ફિલ્મી પડદા પર પોતાની એક છાપ ઉભી કરી છે. દિલીપ કુમાર અને સાયરા બાનો હવે ફિલ્મી પડદાથી સંપૂર્ણ રીતે દૂર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "“પૂર્વ પ્રેમિકા માટે સગાઈની વચ્ચે જ સાયરા બાનુને છોડીને જતા રહ્યા હતા દિલીપ કુમાર”, અને થોડીવાર પછી તો…."
ટિપ્પણી પોસ્ટ કરો