ઘણાને છોકરીઓ મળતી નથી અને આ ગામમાં વિપરીત પરિસ્થિતિ, વાંદરાના કારણે આખા ગામની છોકરીઓ છે કુંવારી
દરેક છોકરીનું સપનું હોય કે તે તેના પિતાના ઘરેથી ડોલીમાં બેસશે અને તેના સાસરે જાય. યુવતી જ નહીં પરંતુ તેના આખા કુટુંબની પણ આવી જ કંઈક ઇચ્છા હોય છે. પરંતુ ભારતમાં એક એવું પણ સ્થાન છે જ્યાં વાંદરાઓના કારણે આખા ગામની છોકરીઓ અને તેમના પરિવારો તેમની ઇચ્છા પૂરી કરવામાં અસમર્થ રહી જાય છે. તમે કંઇ બીજું ખોટું વિચારો એ પહેલાં અમે તમને માહિતી આપી દઈએ કે આ પટના બિહારથી 75 કિલોમીટર દૂર જિલ્લો ભોજપુરી આવે છે. આ જિલ્લામાં રતનપુર નામનું એક ગામ છે, જ્યાં વાંદરાઓએ એવો આતંક મચાવ્યો છે કે અહીં કોઈ પણ યુવક યુવતી સાથે લગ્ન કરવાથી ડરે છે.
બિહારમાં રતનપુરમાં વાંદરાઓને કારણે ત્યાંની છોકરીઓ સાથે છોકરાઓ લગ્ન કરાવાથી દરેકને ડર લાગે છે. ખરેખર, આ ગામમાં વાંદરાઓનો આટલો આતંક છે કે લોકો અહીંયા જાન લાવવામાં ડરતા હોય છે, આ આખું ગામ વાંદરાઓના આતંકથી પરેશાન છે અને આ કારણથી આ જગ્યાની છોકરીઓ સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નથી થતું.
કારણ કે બીજા ગામોના લોકો આ ગામમાં આવવાથી જ ડરતા હોય છે. લોકોનું કહેવું છે કે બિહારના રતનપુરમાં લગ્નની જાન લઈને આવનારા લોકો સજીધજીને આવે છે પણ આવતા વેત જ લોહીલુહાણ થઈ જાય છે. તેથી આ ગામમાં કોઈ પણ લોકો જાન લઈને આવતા ડરે અને એ જ કારણોસર અહીંની છોકરીઓ પણ કુંવારી છે.
થોડા સમય પહેલા અહીં એક જાન આવી હતી. આનંદથી ખુશીથી હસતાં અને ગાતા અહીં એક છોકરી સાથે લગ્ન કરવા માટે વરરાજા આવ્યો હતો. પરંતુ તે દરમિયાન વાંદરાઓના એક ટોળએ તેમના પર હુમલો કર્યો અને એ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા. ફક્ત આ ગામ જ નહીં પરંતુ તેની આજુબાજુના ઘણા ગામોમાં પણ આવી જ પરિસ્થિતિ છે અને આ કારણોસર અહીંની છોકરીઓ કુંવારી બેઠી છે.
આ સિવાય એક ગામમાં પણ થોડો અનોખો રિવાજ છે. સામાન્ય રીતે દીકરીઓને પરણાવીને તેમના સાસરે વળાવી દેવામાં આવે. અને જુના જમાનામાં તો દીકરીઓને નાનપણથી જ તે માટે તૈયાર કરવામાં આવતી અને તેમને એવું વારંવાર કહેવામાં આવતું હોય છે કે પિતાના ઘરેથી દીકરીની ડોલી ઉઠે છે અને પતિના ઘરેથી તેની અરથી ઉઠે છે. પણ આ રીત ભારતના કેટલાક ગામડાઓમાં નથી માનવામા આવતી. ભારતના આ ગામમાં આ રિવાજ નથી નિભાવવામાં આવતો. આ ગામનો નંબર એક સમયે સ્ત્રી ભ્રૂણ હત્યામાં પહેલો હતો. પણ હવે આ ગામે છોકરીઓને બચાવવાની જાણે મુહીમ શરૂ કરી દીધી છે. આ ગામના રિવાજ પ્રમાણે છોકરીઓને લગ્ન બાદ પિયરમાં જ રાખવામાં આવે છે. તેમની વિદાઈ નથી કરવામાં આવતી. આ ગામનું નામ છે હિંગુલપુર. અહીં રીત એવી છે કે દીકરીઓને સાસરે નહીં વળાવવાની અને જમાઈઓને ઘર જમાઈ બનાવવાની. અને તે માટે યોગ્ય વ્યવસ્થા પણ ગામના લોકો દ્વારા હળીમળીને કરવામાં આવેલી છે. માટે અહીં દરેક ઘરજમાઈ બનીને રહે છે.
0 Response to "ઘણાને છોકરીઓ મળતી નથી અને આ ગામમાં વિપરીત પરિસ્થિતિ, વાંદરાના કારણે આખા ગામની છોકરીઓ છે કુંવારી"
ટિપ્પણી પોસ્ટ કરો