આ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી, ડાન્સ વીડિયો શેર કરતાં જ છવાઈ ગયો
પુરાણકાળથી નૃત્ય આપણી સમાજવ્યવસ્થા સાથે જોડાયેલ છે. હા, સમયની સાથે તેમાં પરિવર્તન જરૂરથી આવ્યું છે. નૃત્ય અત્યારે વેસ્ટર્ન અને હિપહોપ ડાન્સમાં પરિણમ્યું છે. પહેલાંની સરખામણીએ ડાન્સ લાઇફસ્ટાઇલનો જ એક ભાગ બની ગયો છે. ડાન્સને માત્ર કળાની માફક જ નથી જોવાતો, રૂટિન લાઇફમાં પણ સાંકળી લીધો છે. ત્યારે હવે ડાન્સનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને લોકો ટ્વિટર પર પસંદ કરી રહ્યા છે. આલમ એ છે કે સમાચાર લખતા સુધી તેના 1 લાખ 23 વ્યૂ મળી ચૂક્યા છે.
Her saree ,her hairstyle nd those moves 😍 pic.twitter.com/xCZ4bp2NwA
— vaidehi singh (@vaidehi_sing) December 7, 2020
આ વીડિયોમાં એક છોકરી ભરતનાટ્યમ કરી રહી છે, લોકો તેના ડાન્સ મૂવ્સના ચાહક બની ગયા છે. કેટલાક લોકો તેમને અપ્સરા પણ કહેતા હતા, હવે બધાને પ્રશ્ન છે કે તે કોણ છે.
તો અમે જણાવીએ કે આ રૂક્મિની વિજયકુમાર છે, તે ભરતનાટ્યમ કરે છે. તે એક અભિનેત્રી પણ છે. સ્ટેજ પર તેના અભિનય સિવાય તે કેટલીક તમિલ ફિલ્મોમાં પણ જોવા મળી છે.
તમને જણાવી દઈએ કે રુક્મિણી વિજયકુમારે આઠ વર્ષની ઉંમરે નૃત્યની તાલીમ શરૂ કરી હતી. ત્યારે આજે તેના વીડિયો ચારેકોર ધુમ મચાવી રહ્યા છે.
જો કે સિટીની વાત કરવામાં આવે તો સિટીના યંગસ્ટર્સમાં હાલ વેસ્ટર્ન ડાન્સનો ક્રેઝ ચાલી રહ્યો છે. જેમા રોક, જેઝ, જાઇવ, હિપહોપ, બ્રેક સાલસા, પોપીંગ ક્રમ્પિંગ, બેલી ડાન્સ. ઇન્ડિયન વેસ્ટર્ન કન્ટેપરી જેવા ડાન્સ શીખવવામાં આવતા હોય છે. અત્યારે સીટીમાં લીરીકલ હિપપોપ, બીબોઇન, અને કન્ટેપટરીનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. આજના યંગસ્ટર્સને સ્ટન્ટ એટલે કે બીબોઇન શીખવાનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો. બીજા ડાન્સ ફોર્મેટ કરતા આ ડાન્સ ફોર્મમાં મેજોરિટી વધારે જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડાન્સ શીખવાનો ક્રેઝ એટલા માટે છે કે આ ફોર્મેટમાં ઓછી મહેનતમાં જલ્દીથી શીખી શકાય છે. એટલે કે ક્લાસિકલ ડાન્સ જેવી મહેનત આ ફોર્મમાં લાગતી નથી. આ ફોર્મેટ ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ ફેમસ હોવાથી સિટીના યંગસ્ટર્સ વેસ્ટર્ન ડાન્સમાં મહેનત કરતા જોવા મળી રહ્યાં છે.
જો કે આ પ્રકારના વેસ્ટર્ન ડાન્સનો ક્રેઝ વધવા પાછળનું પણ એક કારણ બતાવવામાં આવી રહ્યુ છે. અત્યારે જાતજાતના રિયાલિટી શો વધી રહ્યા છે. જેનાથી દરેક ડાન્સરને પોતાની કલા પ્રદર્શીત કરવા માટેનું એક પૂરતું પ્લેટફોર્મ મળી રહ્યુ છે. જેમા વેસ્ટર્ન ડાન્સ સરળતાથી શીખી શકવાથી લોકો આ પ્રકારનું ફોમ વધારે પસંદ કરે છે. વેસ્ટર્ન ડાન્સ પસંદગી પાછળનું કારણે એ છે કે બોલિવૂડમાં અત્યારે ઘણી ફિલ્મો તૈયાર થઇ રહી છે. તેની સાથે અલગ અલગ સોગ્સ પર ડાન્સ તેમજ બોલીવૂડ રીયાલીટી શો માં પણ ન્યૂ કમર્સને જલ્દીથી ચાન્સ આપતા હોય છે.
0 Response to "આ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી, ડાન્સ વીડિયો શેર કરતાં જ છવાઈ ગયો"
ટિપ્પણી પોસ્ટ કરો