નહીં સુધરે નાપાક પાકિસ્તાન, બીજે ન ફાવ્યાં તો ઘુસણખોરી માટે આતંકવાદીઓએ રાજસ્થાન-ગુજરાતને કર્યું ટાર્ગેટ
આમ તો પાકિસ્તાનની નફ્ફટાઈ આખા ભારતમાં અને વિશ્વમાં પ્રખ્યાત છે. ભારત સાથે કોઈ રીતે મુકાબલો કરી ન શકે તો આડા ફાટવાનું એનું દર વખતનું કામ છે. પણ આ વખતે ગુજરાતીઓને ખાસ ચેતવા જેવું છે, કારણ કે આમ તો પાકિસ્તાન અવારનવાર જમ્મુ-કાશ્મિર અને પંજાબનાં સરહદી વિસ્તારોમાંથી ભારતમાં આતંકીઓની ઘુષણખોરી કરાવવાનાં પ્રયાસો કરતું હતું, જો કે હવે આ સરહદી વિસ્તારોમાં ભારતીય સુરક્ષા દળોનાં સઘન પેટ્રોલિંગનાં કારણે ઘુષણખોરીનાં પ્રયત્નો નિષ્ફળ બની રહ્યા છે, એટલા માટે વર્ષ 2020માં પાકિસ્તાને હવે નવા માર્ગે ઘુશણખોરી કરાવવાનાં પ્રયાસો શરૂ કર્યા છે. જો કે પાકિસ્તાન ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાની એક પણ તક છોડતુ નથી.
પણ હવે એક વાત સામે આવી છે કે પાકિસ્તાનના આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવા માટે જમ્મુ-કાશ્મીર અને પંજાબ ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતનો માર્ગ અપનાવવાની ફિરાકમાં છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) તરફથી જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી પ્રમાણે તાજેતરના દિવસોમાં ઘુસણખોરીની ઘટનાઓમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. તો આવો જાણીએ કે આ માહિતી શું છે અને શા માટે પાકિસ્તાનની નજર હવે ગુજરાત તરફ છે. તો આવું છે કે અધિકારીઓએ દાવો કર્યો છે કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ માટે વિવિધ માર્ગ શોધી રહ્યું છે.

આગળ વાત કરતાં અધિકારીએ કહ્યું કે અમારા સુરક્ષા જવાનો સંપૂર્ણપણે સાવધાન છે અને 24 કલાક બોર્ડર પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે BSF તેના જવાનોની પોઝિશન ઈન્ટેલિજન્સ ઈનપુટ પ્રમાણે સતત અપડેટ કરી રહ્યું છે. BSFના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં 11 જેટલી ઘુસણખોરીની ઘટના સામે આવી છે. જમ્મુ, કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સાથે જોડાયેલી સરહદ પરથી આ ઘુસણખોરી કરવામાં આવી છે.

જો આંકડાકીય માહિતી શેર કરીએ તો આ વર્ષે જમ્મુ અને પંજાબ બોર્ડર પરથી સૌથી વધારે 4-4 ઘુસણખોરીની ઘટના નોંધાઈ છે. ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર કચ્છના રણ સાથે જોડાયેલી સરહદ પર જુલાઈ મહિનામાં 12-13 લોકો ઘુસણખોરી કરવાની ફિરાકમાં હતા. ઘુસણખોરોને સુરક્ષા દળોએ અનેક વખત ચેતવણી પણ આપી હતી, પણ તેઓ આગળ વધતા રહ્યા હતા. ત્યારબાદ જવાનોએ ફાયરિંગ કર્યું, જેમાં એક ઘુસણખોર માર્યો ગયો હતો.
જો કે બાકીના છૂમંતર થઈ ગયા હતા. એ જ રીતે વાત કરીએ તો ગયા વર્ષે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી BSF એ રાજસ્થાન અને ગુજરાત સરહદથી ઘુસણખોરીની કોઈ ઘટના નોંધાઈ ન હતી. આ વર્ષે અહીંથી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન થયો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "નહીં સુધરે નાપાક પાકિસ્તાન, બીજે ન ફાવ્યાં તો ઘુસણખોરી માટે આતંકવાદીઓએ રાજસ્થાન-ગુજરાતને કર્યું ટાર્ગેટ"
ટિપ્પણી પોસ્ટ કરો