શિયાળામાં અચુક પીવો ગાજરનો જ્યૂસ, ચહેરા પર ગ્લો આવશે અને આ બીમારીઓ પણ થઇ જશે છૂ
મિત્રો, ઠંડીની ઋતુ આવતાની સાથે જ આપણા રોજીંદા રૂટીનમા અમુક વિશેષ પ્રકારના ફેરફાર કરવા પડે છે કારણકે, આ ઠંડીની ઋતુમા અમુક વિશેષ ફળ અને સબ્જી મળતા હોય છે, જેનુ તમે સેવન કરો તો તમારા સ્વાસ્થ્યને અનેકવિધ લાભ પહોંચી શકે છે. ઠંડીનુ આગમન થાય અને તેમા પણ ગાજરની વાત ના આવે એવુ કેવી રીતે શક્ય બને?

આ ઠંડીની ઋતુમા તો ગાજરનો હલવો એ ખૂબ જ ચર્ચામા રહે છે. આ હલવો તો આ ઋતુમા લોકોની ડાઢે વળગેલો હોય છે. આ સાથે જ ગાજરથી બનતી અન્ય વસ્તુઓ પણ આ સમયે ખુબ જ વધારે પડતી માંગમા રહે છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, ગાજરના જ્યૂસથી તમારા શરીરને અનેકવિધ લાભ થાય છે? આ જ્યુસના નિયમિત સેવન માત્રથી તમને સ્વાસ્થ્યથી લઈને સુંદરતા સુધીના લાભ મળી શકે છે. તો ચાલો આજે આ લેખમા આપણે ગાજરના જ્યુસના સેવનથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે માહિતી મેળવીએ.

આ ગાજરના જ્યૂસના સેવનથી લોહીમા વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત આ જ્યુસનુ સેવન આપણી આંખો માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે આ જ્યૂસના નિયમિત સેવનથી તમારી આંખ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને તમને આ સમસ્યાઓથી મુક્તિ મળે છે.

આ જ્યૂસમા પુષ્કળ માત્રામા બીટા કેરોટીન તત્વ સમાવિષ્ટ હોય છે. આ તત્વ તમારા શરીરમા ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવા માટે સહાયરૂપ સાબિત થાય છે. આ સાથે જ તે તમારા ગ્લૂટાથિયોન મેટાબોલિઝમમા પણ સુધારો કરે છે. તેમા પુષ્કળ માત્રામા વિટામીન-એ તત્વ પણ મળી આવે છે. નિયમિત ફક્ત એક ગ્લાસ ગાજરના જ્યુસનુ સેવન કરવાથી તમારી ત્વચા આકર્ષક બને છે.

આ જ્યૂસનુ સેવન કરવાથી તમે કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓ સામે પણ રક્ષણ મેળવી શકો છો. તેમા પુષ્કળ માત્રામા એન્ટી-કેન્સર ગુણતત્વો સમાવિષ્ટ હોવાથી સૌથી ગંભીર બીમારી કેન્સરનુ જોખમ પણ મહદ અંશે ઓછુ થઈ જાય છે. આ સિવાય આ જ્યૂસના સેવનથી ગર્ભવતી સ્ત્રીઓને પણ ઘણો લાભ મળે છે. આ સિવાય ગાજરનો જ્યૂસ પીવો એ તમારા પાચનતંત્ર માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

એક સંશોધનમા એ વાત સામે આવી હતી કે, સમગ્ર વિશ્વમા સૌથી વધુ પડતી બીમારીઓ હૃદયરોગ સાથે સંકળાયેલી હોય છે તેવુ માવામાં આવે છે. આ બીમારીઓને કારણે થતા મોતની સંખ્યા પણ સૌથી વધુ હોય છે. આ સમયે જો તમે આ જ્યૂસનુ નિયમિત સેવન કરો તો હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટાડી શકો છો. તેના નિયમિત સેવનના કારણે શરીરમા બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શિયાળામાં અચુક પીવો ગાજરનો જ્યૂસ, ચહેરા પર ગ્લો આવશે અને આ બીમારીઓ પણ થઇ જશે છૂ"
ટિપ્પણી પોસ્ટ કરો