આ ફિલ્મી કલાકારોએ પોતાની મિત્ર ને જ બનાવી લીધી પોતાની જીવનસાથી, જાણો કોણ-કોણ છે આ યાદીમાં?

મિત્રો, લગ્ન એ એક પવિત્ર બંધન છે જે જીવનસાથી સાથે જીવનભર નિભાવવુ પડે છે પરંતુ, જો તમે જીવનસાથીને પહેલેથી જ જાણો છો, તો તેની સાથે જીવન વિતાવવુ ખુબ જ સરળ બની જાય છે કારણકે, તેના ગુણો અને અવગુણો વિશે તમને ખબર જ હોય છે, તેથી જીવનમા કોઈ સમજૌતાની જરૂર રહેતી નથી.

image source

હાલ, વરુણ ધવને તેની બાળપણની મિત્ર નતાશા દલાલને પોતાની જીવનસાથી બનાવી હતી, જે વરુણની મિત્ર હતી પરંતુ, હવે નતાશા વરુણની પત્ની બની ચુકી છે. વરુણ અને નતાશા ઉપરાંત બીજા ઘણા યુગલો છે જેમણે પોતાની પત્ની તરીકે તેને પસંદ કરી છે તો ચાલો જાણીએ આ યુગલ વિશે.

આયુષમાન ખુરાના અને તાહિરા કશ્યપ :

image source

તાહિરા કશ્યપ આયુષમાન ખુરાનાની બાળપણની મિત્ર પણ હતી, જે બાદમા તેમની જીવનસાથી બની હતી. બંને શાળાના દિવસોમા એકસાથે ભણતા હતા. તે પછી બંનેએ ખુબ જ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૧મા બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. આજે બંને પરિણીત જીવનમા ખૂબ જ ખુશ છે.

રિતિક રોશન અને સુજૈન ખાન :

image source

ખુબ જ ઓછા લોકોને ખબર હશે કે, સુજૈન રિતિક રોશનની બાળપણની મિત્ર પણ છે. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં રિતિક રોશને સુજૈનને પોતાની જીવનસાથી બનાવી હતી પરંતુ, લગ્નના ઘણા વર્ષો બાદ બંનેએ છૂટાછેડા લઈને બધાને ચોંકાવી દીધા હતા. તેમછતા સુજૈન હજી પણ રિતિકની ખૂબ જ સારી મિત્ર છે.

ઝાયેદ ખાન અને મલાઈકા પારેખ :

PunjabKesari
image source

ઝાયેદ ખાને પણ તેની બાળપણની મિત્ર મલાઈયા પારેખ સાથે લગ્ન કર્યા છે. બંને એકસાથે દસમા ધોરણમા અભ્યાસ કરતા હતા અને ત્યારબાદ તે બંને એકબીજા સાથે રહેવા માટે કમીટેડ થયા.

ઇમરાન ખાન અને અવંતિકા મલિક :

image source

ઇમરાને ધર્મની ચિંતા કર્યા વિના તેની બાળપણની મિત્ર અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા હતા. આ બંને અભ્યાસ દરમિયાન એકબીજાને મળ્યા હતા. ધીમે-ધીમે બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. જો કે, અવંતિકા હાલ ઇમરાનથી અલગ થઈ ગઈ છે, જેનુ કારણ ઇમરાનની ફ્લોપ બોલિવૂડ કારકિર્દી પણ છે.

ફરદીન ખાન અને નાતાશી માધવાની :

image source

લાંબા સમયથી પડદા પરથી ગાયબ થઈ ગયેલા અભિનેતા ફરદીન ખાને પણ પોતાની બાળપણની મિત્ર નતાશા મદવાણી સાથે લગ્ન કર્યા હતા. બંનેએ એક જ સ્કૂલમા સાથે અભ્યાસ કર્યો છે. ફરદીને નતાશાને પોતાની જીવનસંગીની બનાવીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

શાહરૂખ ખાન અને ગૌરી ખાન :

PunjabKesari
image source

આ બંને પણ શાળાના સમયથી એકબીજાને ઓળખતા હતા. એક દિવસ શાહરૂખે હિંમતપૂર્વક ગૌરીને લગ્ન માટે પૂછીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા અને બંનેએ ધર્મની ચિંતા કર્યા ઇના લગ્ન કરી લીધા. આ લગ્નને હાલ ૩૦ વર્ષ થઈ ચુક્યા છે અને બંને હાલ એકબીજા સાથે ખુબ જ ખુશ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "આ ફિલ્મી કલાકારોએ પોતાની મિત્ર ને જ બનાવી લીધી પોતાની જીવનસાથી, જાણો કોણ-કોણ છે આ યાદીમાં?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel