ગોંડલ નજીક કાર અને ટ્રક અથડાતા લાગી ભીષણ આગ, કારમાં થયો ધડાકો, ત્રણ મહિલાના મોત
આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમા ત્રણ મહિલાઓના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર વહેલી સવારે મોટો અકસ્માત સર્જાયો છે. ગોંડલના બિલિયાળાના પાટિયા પાસે કપાસ ભરેલી ટ્રક અને i 10 કાર વચ્ચે અકસ્માત સર્જાતાં જ બંને વાહનોમાં આગ લાગી હતી. આ આગ એટલી ભયંકર હતી કે i10 કારમાં સવાર 3 મહિલા ભડથું થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં ગોંડલ નગરપાલિકાનાં એમ્બ્યુલન્સ, હાઇવે ઓથોરિટી અને ગોંડલ તાલુકા પોલીસ અને 2 ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી વાહનો પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગની જ્વાળા દુર દૂર સુધી જોવા મળી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા.

અકસ્માતમાં મોતને ભેટેલ મહિલાઓ

રેખાબા ભીખુભા જાડેજા (ઉં.વ.62)
રસીકબા કિશોરસિંહ રાયજાદા (ઉં.વ.80)
મુકુંદબા મહેશસિંહ રાયજાદા (ઉં.વ.-45)
હાઈ વે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં

તો બીજી તરફ વહેલી સવારે બનેલા આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. હાલ ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. અકસ્માતની ઘટના બાદ ગોંડલ તાલુકા પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. કાર ગોંડલથી રાજકોટ તરફ જતી હતી અને ટ્રક બિલિયાળા ગામ તરફથી હાઇવે ક્રોસ કરી રહી હતી. કારમાં ગોંડલનો પરિવાર સવાર હતો. ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાયો છે.
મામલતદારની કારને નડ્યો અકસ્માત

તો બીજી તરફ મહીસાગરમાં મોડી રાત્રે ખલાસપુર ગામ પાસે લુણાવાડા મામલતદારની સરકારી ગાડી અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં મામલતદાર રાકેશ ડામોર સહિત ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન અશોક ટ્રાવેલ્સની બસ સાથે સામસામે અકસ્માત થયો હતો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી

લુણાવાડા મામલતદાર રાકેશ ડામોર સરકારી ગાડીમાં મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન લુણાવાડાના ખલાસપુર ગામ પાસે સામેથી આવતી ખાનગી અશોક ટ્રાવેલ્સની બસ સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મામલતદાર રાકેશ ડામોર અને ડ્રાઈવર વિજયરાજ પગીનાં મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગમખ્વાર અકસ્માતમાં મામલતદારની ગાડીના ફુરચેફુરચા થઈ ગયા હતા. ગાડીની જમણી બાજુની સાઈડ ચિરાઈ ગઈ હતી, જેમાં ડ્રાઈવરને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે મામલતદાર રાકેશ ડામોરને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગોંડલ નજીક કાર અને ટ્રક અથડાતા લાગી ભીષણ આગ, કારમાં થયો ધડાકો, ત્રણ મહિલાના મોત"
ટિપ્પણી પોસ્ટ કરો