હાઈકોર્ટનો મોટો ચૂકાદો, પતિ પત્નીને એવું લાગે કે હવે સાથે જીવી શકાય એવું નથી, તો આપમેળે જ અલગ થઈ શકે
ઘરકંકાસ અને છુટાછેડાના કિસ્સા ઘણા સામે આવતા રહે છે. ત્યારે હવે એક અજીબ કિસ્સો અને સામે અજીબ ચૂકાદો સામે આવ્યો છે કે જેની ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે. છૂટાછેડા માટે છ મહિનાની કાયદેસરની મુક્તિ માફ કરવાની દંપતીની અરજી સ્વીકારીને પંજાબ-હરિયાણા હાઈ કોર્ટે ફેમિલી કોર્ટને છૂટાછેડા અંગે ઝડપી નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.

આ દંપતી હિસારના રહેવાસી છે, તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમના લગ્ન 2018 માં થયા હતા અને બંને 2019 સુધી એક સાથે હતાં. આ સમય દરમિયાન તેમની વચ્ચેના સંબંધો બગડવાનું શરૂ થયું અને પરિસ્થિતિ એવી બની ગઈ કે તે હવે સાથે રહેવા માંગતા નથી.

બંને સંમતિથી છૂટાછેડા માંગે છે અને આ માટે તેઓએ હિસારની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી 2020માં ઓક્ટોબરના રોજ કરી છે. અરજદારે કહ્યું હતું કે ફેમિલી કોર્ટે આ બંનેના નિવેદનો નોંધ્યા બાદ સુનાવણી એપ્રિલ 2021 સુધી મુલતવી રાખી છે. ફેમિલી કોર્ટમાં દંપતીએ છ મહિના સુધી તેમની સાથે રહેવાની શરતને હટાવવા માટે છૂટાછેડા માટેની અરજી પણ કરી હતી.

પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી. મહિલાએ કહ્યું કે હવે તે બીજા કોઈ સાથે લગ્ન કરવા માંગે છે પરંતુ છૂટાછેડા ન મળવાના કારણે તે આવું કરી શકતી નથી. ફેમિલી કોર્ટમાંથી અરજી નામંજૂર કર્યા બાદ હવે તેમની પાસે હાઇકોર્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે જો પતિ-પત્ની વચ્ચે જુદાપણું ઉભું થયું છે અને ભવિષ્યમાં તેમના પ્રેમથી સાથે રહેવાની સંભાવના પૂરી થઈ ગઈ હોય તો આ અવધિમાં છુટ આપી શકાય છે.

વળી, જો કોર્ટને લાગે છે કે થોડા દિવસ સાથે રહેવાથી સંબંધ સમાપ્ત થશે નહીં, તો છ મહિનાનો સમયગાળો આપવાનો કોઈ જ ફાયદો નથી. આ સિવા જો વાત કરીએ તો લગ્ન પછી સંસારરથને સારી રીતે ચલાવવાની જવાબદારી પતિ અને પત્ની બંનેની હોય છે. આમ છતાં ક્યારેક વાત એટલી હદે વણસી જાય છે કે તેમના માટે સાથે રહીને જીવવું અશક્ય બની જાય છે.

લગ્નસંબંધનો કાયદેસર અંત લાવવા માટે છૂટાછેડા લેવા ખૂબ જરૃરી છે. કેમકે છૂટાછેડા લીધા વિના પતિપત્ની બંનેમાંથી કોઈપણ નથી બીજું લગ્ન કરી શકતું કે નથી એમની એકબીજા પ્રત્યેની જવાબદારીઓ પૂરી થતી.

કદાચ જો કોઈ છૂટાછેડા લીધા પહેલાં બીજું લગ્ન કરે, તો હિંદુ લગ્ન ધારા ૧૯૫૫ની કલમ ૧૧ મુજબ આ લગ્ન થયાં જ નથી એવું માનવામાં આવે છે. ઉપરાંત, દોષિત પક્ષકારને ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૯૪ મુજબ, સાતથી દસ વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "હાઈકોર્ટનો મોટો ચૂકાદો, પતિ પત્નીને એવું લાગે કે હવે સાથે જીવી શકાય એવું નથી, તો આપમેળે જ અલગ થઈ શકે"
ટિપ્પણી પોસ્ટ કરો