ડાયાબિટીઝના દર્દીઓ રોજ સવાર-સાંજ કરો આ કામ, થશે અદભૂત ફાયદો
સુગર એ એક બદલાતી જીવનશૈલી અને ખાન પાનની અછતને કારણે ફેલાતો રોગ છે. ડાયાબિટીઝમાં બ્લડ સુગરનું પ્રમાણ ખૂબ વધી જાય છે, જેના કારણે શરીરની ઇન્સ્યુલિન ઉત્પાદન ક્ષમતાને અસર થાય છે. ઘણી વખત એવું બને છે કે શરીર સક્રિય રીતે ઇન્સ્યુલિનનો ઉપયોગ નથી કરી શકતું.

શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધતા સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવાની સૌથી અગત્યની બાબત એ છે કે તમારે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ અને થોડી પરેજી રાખો. આ સિવાય ઘણાં ઘરેલું ઉપાયો પણ છે જેના દ્વારા તમે ડાયાબિટીઝને અંકુશમાં રાખી સામાન્ય જીવન જીવી શકો છો.
ગ્રીન ટીનું સેવન કરો

ગ્રીન ટીમાં પોલિફિનોલનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય છે જે એક સક્રિય એન્ટી ઓક્સિડેન્ટ છે. ગ્રીન ટી બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. સવારે અને સાંજે ગ્રીન ટી પીવાથી બ્લડ સુગર લેવલ નીચુ રહે છે.
જાંબુ (Java Plum) ના બીનું સેવન

જાંબુના બી ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદગાર છે. જાંબુના બી ને સારી રીતે સુકવી લો અને તેને બરાબર સૂકવી, અને સૂકવ્યા પછી તેનો પાવડર બનાવી લો. સવારે ખાલી પેટે તેને હલકા ગરમ પાણી સાથે પીવો. આ ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે.
લીલી શાકભાજી ખાઓ

ડાયાબિટીઝના દર્દીઓ તેમના આહાર દ્વારા સુગરને અંકુશમાં રાખે. આ લોકોએ લીલા શાકભાજીઓ જેવા કે પાલક, કારેલા, દુધી, કોબી વગેરેનું સેવન કરવું જોઈએ. તેમાં સારી માત્રામાં વિટામિન, બીટા કેરોટિન અને મેગ્નેશિયમ હોય છે, જે ડાયાબિટિઝમા ફાયદાકારક છે.
તણાવથી દૂર રહો
તણાવ તમારા લોહીમાં સુગરનું સ્તર વધારે છે, તેથી તણાવથી દૂર રહો. કેટલાક અભ્યાસોએ બતાવ્યું છે કે સુગર વધારવાનું સૌથી મોટું કારણ તણાવ છે.
વોકિંગ કરો

ડાયાબિટિઝના દર્દીઓ માટે સુગરને નિયંત્રણમાં રાખવાનો શ્રેષ્ઠ રસ્તો છે વોકિંગ. ચાલવાથી સુગરનું સ્તર ઘટે છે, તેથી ડાયાબિટીઝના દર્દીઓએ સવાર અને સાંજે ચાલવું જોઇએ.
મેથીનો ઉપયોગ કરો

બ્લડ સુગર લેવલ ઘટાડવા મેથીનું સેવન ખૂબ ફાયદાકારક છે. દરરોજ તેનું સેવન કરવાથી સુગરને નિયંત્રિત કરી શકાય છે.
જવનું સેવન કરો
જવ લાંબા સમય સુધી શરીરમાં ગ્લુકોઝના સ્તરને મેટાબોઈઝ કરવામાં મદદ કરે છે. તમે ફાયબરથી ભરપુર જવની રોટલી બનાવીને ખાઈ શકો છો.
વિટામિન ડી
લોહીમાં સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે વિટામિન ડીનું સેવન જરૂરી છે. જ્યારે વિટામિન ડીની કમી હોય છે ત્યારે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ડાયાબિટીઝના દર્દીઓ રોજ સવાર-સાંજ કરો આ કામ, થશે અદભૂત ફાયદો"
ટિપ્પણી પોસ્ટ કરો