સનફ્લાવર બિકિનીમાં જોવા મળી અનન્યા પાંડે, શેર કરેલી તસવીરો જોઇને તમે પણ રહી જશો દંગ
બોલીવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ નવા વર્ષની ઉજવણી માલદીવમાં કરી છે. છેલ્લા કેટલાક સમયથી તેણી પોતાના ખાલી-પીલવી કો-સ્ટાર ઇશાન ખટ્ટર સાથે માલદીવમાં વેકેશન સેલિબ્રેટ કરી રહી છે. અનન્યાએ ન્યૂયર પર પોતાની બીકીની તસ્વીરો શેર કરતા ફેન્સને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. તસ્વીરોમાં અનન્યા બિકીની પહેરીને સમુદ્રમાંથી બહાર આવતી દેખાઈ રહી છે.
અનન્યાની બિકીની તસ્વીરો થઈ રહી છે વાયરલ

અનન્યાએ સનફ્લાવર પેટર્નવાળી બિકીની પહેરી છે અને ડિઝાઈનર ચશ્મા લગાવ્યા છે.
તસ્વીરો શેર કરતા અનન્યાએ કેપ્શનમાં લખ્યું છે, ‘તેજસ્વી બાજુ તરફ જોઈ રહી છું #Hello2021.’ તસ્વીરોને માત્ર થોડા ક જ કલાકોમાં 8 લાખ કરતા વધારે ફેન્સે લાઇક કરી છે અને શેર પણ ઘણાએ કરી છે. કમેન્ટ બોક્સમાં ઢગલા બંધ લોકોએ અનન્યાના લૂકના વખાણ કર્યા છે. તમને જણાવી દઈએ કે હાલ અનન્યા
માલદીવ્સમાં ગાળી રહી છે રજાઓ
ઇશાન અને અનન્યા બન્ને જ માલદીવના પોતાના વેકેશનની તસ્વીરો સોશિયલ મિડિયા પર શેર કરી રહ્યા છે. ફેન્સને ફિલ્મ ખાલી-પીલીમાં તે બન્નેની જોડી ખૂબ પસંદ આવી હતી. હાલમાં અનન્યાએ પોતાની એક સુંદર તસ્વીર શેર કરતા લખ્યુ હતું. 2020નો આભાર આપણે માનવો જોઈએ તેણે આપણને ઘણા બધા પાઠ શિખવ્યા છે.
આવનારા પ્રોજેક્ટ કયા છે ?

તમને જણાવી દઈએ કે અનન્યાએ પોતાની કેરિયરની શરૂઆત ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યર 2થી કરી હતી. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન હેઠળ બની હતી. ત્યાર બાદ તેણીએ ફિલ્મ પતિ પત્ની ઔર વોમાં કાર્તિક આર્યાન અને ભૂમિ પેડનેકર સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ તેણી ખાલી પીલીમાં ઇશાન ખટ્ટર સાથે જોવા મળી હતી. તેણીના હાતમા હાલ બે પ્રોજેક્ટ છે. પહેલી ફિલ્મ છે શકુન બત્રાની ફિલ્મ જેનું હજુ સુધી ટાઇટલ આપવામાં નથી આવ્યું. બીજી ફિલ્મ વિજય દેવરાકોંડાનો તે પ્રોજેક્ટ છે જેને પુરી જગન્નાથ સંભાળી રહ્યા છે. આ ફિલ્મ ઘણી બધી ભાષાઓમાં રિલિઝ થશે.

હાલના સમયમાં બોલીવૂડ અને ટેલિવૂડ સ્ટાર્સે માલદિવ્સમાં ખૂબ રજાઓ ગાળી છે. જાણે આખું બોલીવૂડ અને ટેલિવૂડ ત્યાં ઉમટી પડ્યું છે. મોટા ભાગના સેલેબ્રીટીની તસ્વીરો માલદીવ્સના બેકગ્રાઉન્ડથી રંગાયેલી છે. અને એક પછી એક સેલેબ્રીટીની સુંદર તસ્વીરો તેમના ફેન્સ જોઈ રહ્યા છે. હાલ કોરોના વાયરસની મહામારીના કારણે લોકો વધારે રિસ્ક લેવાનું ટાળી રહ્યા છે.

જોખમમાં ઓર વધારો થતાં હવે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન સામે આવ્યો છે જે તેના પહેલા સ્વરૂપ કરતાં પણ વધારે જોખમી છે કારણ કે તે પહેલાંના સ્વરૂપ કરતાં વધારે ઝડપથી ફેલાય છે. અને ભારતમાં પણ તેના નવા કેસ આવા લાગ્યા છે.
0 Response to "સનફ્લાવર બિકિનીમાં જોવા મળી અનન્યા પાંડે, શેર કરેલી તસવીરો જોઇને તમે પણ રહી જશો દંગ"
ટિપ્પણી પોસ્ટ કરો