જાણો આ 3 કંપનીઓ વિશે, જે નાસા માટે ચંદ્ર પર જઈ ત્યાંથી લાવશે આટલી વસ્તુઓ, જાણો તો ખરા આના બદલામાં નાસા શું આપશે
અમેરિકન સ્પેસ એજન્સી નાસા એક કંપનીને ચંદ્રની સપાટી પરથી કાંકરાઓ વીણી લાવવા માટે એક અમરિકન ડોલરનું (અંદાજે 75 રૂપિયા) ચુકવણું કરી રહી છે. ” લુનર આઉટપોસ્ટ નામની કંપનીને નાસાએ આ કોન્ટ્રાકટ આપ્યો છે. આ કંપની નાસાને ચંદ્ર પરથી કાંકરાઓના નમૂનાઓ લાવી આપશે. નાસાએ આવા ચાર કોન્ટ્રાકટ કર્યા છે જે અંતર્ગત અમુક કંપનીઓ નાસાને સાવ સસ્તા ખર્ચમાં ચંદ્ર પરથી નમૂનાઓ લાવી આપશે. નાસા સાથેના આ કોન્ટ્રાકટ માટે જે કંપનીઓ જોડાઈ છે તેમાં કેલિફોર્નિયા સ્થિત માસ્ટેન સ્પેસ સિસ્ટમ, ટોક્યોની આઈ-સ્પેસ અને તેની યુરોપિયન સહાયક કંપની શામેલ છે. નાસા આ કંપનીઓને ચંદ્ર પરથી કાંકરા, પથ્થર અને માટી લાવી આપવા બદલ આર્થિક વળતર આપશે. નાસાના જણાવ્યા અનુસાર આ નમૂનાઓ 50 ગ્રામથી લઈને 500 ગ્રામ વજનના હોઈ શકે છે.

નાસાના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ” આ કંપનીઓ અમારા માટે નમૂનાઓ એકત્ર કરશે અને બાદમાં અમને દ્રશ્ય સાબિતી આપશે અને તેની સાથે જોડાયેલી માહિતી આપશે. તેનાથી અમને ચંદ્ર સંબંધિત માહિતી પ્રાપ્ત થશે. ” લુનર આઉટપોસ્ટના સીઈઓ જસ્ટિન સાયરસે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ” આ મિશનમાં 2023 માં થશે પરંતુ અમે અમુક લેન્ડર કંપનીઓ સાથે વાત કરી રહ્યા છીએ જેની મદદથી તેની લોન્ચ ડેટ કદાચ થોડી વહેલી પણ રાખી શકાય.
આ મુદ્દો પૈસાનો નથી

અમેરિકાના કોલોરાડોમાં સ્થિત લુનર આઉટપોસ્ટ એક રોબોટિક્સ કંપની છે. નાસા દ્વારા મળેલા કરાર અનુસાર આ કંપની ચંદ્રના સાઉથ પોળ એટલે કે દક્ષિણી ધ્રુવ પરથી નમૂનાઓ એકઠા કરશે અને બદલામાં તેને એક અમેરિકન ડોલર મળશે. જો કે આ મિશન માટે જે રકમ નાસા આ કંપનીઓને આપવાની છે તે આ કંપનીઓ માટે માત્ર પ્રેરણા નથી પરંતુ આ મિશન દ્વારા તેમને અનેક વૈજ્ઞાનિક લાભ મળવાની આશા છે, જેમ કે ચંદ્રની સપાટી પરથી સંસાધનો કાઢવા માટેનો અભ્યાસ કરવાની પરવાનગી.

સાયરસના કહેવા મુજબ ” આ મિશનથી મોટો બદલાવ આવશે. ખાસ કરીને તે દ્રષ્ટિકોણમાં જે અંતરિક્ષની શોધ દરમિયાન હોય છે. ” સાયરસની કંપની બ્લુ ઓરિજીન જેવી અમુક કંપનીઓના સંપર્કમાં છે જે વિશેષ રૂપે ચંદ્ર સુધી ઉડાન ભરવા પર કામ કરી રહી છે. અમેઝનના સ્થાપક જેફ બેજોસની બ્લુ ઓરિજનને ઉભી કરવામાં મુખ્ય ભૂમિકા રહી છે. જાપાનની આ કંપની સાથે નાસાએ કરાર કર્યા છે. તેને પાંચ હજાર અમેરિકન ડોલર ચુકવવામાં આવશે અને કંપની 2022 માં ચંદ્રના ઉત્તર-પૂર્વી ક્ષેત્રમાં નમૂના એકઠા કરવાનું કામ કરશે. હાલમાં ચીને પોતાનું ચાંગ-ઈ-5 મું લેન્ડર ચંદ્રના ઉત્તર પશ્ચિમી ભાગમાં ઉતાર્યું છે. આ લેન્ડર ચંદ્ર પરથી માટી અને પથ્થરના નમૂના પૃથ્વી પર લાવવા માટે તૈયાર કરાયું છે.
ત્રણ હપ્તામાં મળશે એક ડોલર

અંતરિક્ષ વિશેષજ્ઞ સિનીએડ ઓ સુલિવાન કહે છે કે ” સ્પેસ પ્રોગ્રામ માટે એક અમેરિકન ડોલર જેવી રકમ મળવી એ મહત્વનું નથી પણ મહત્વનું એ છે કે નાસા આવા પ્રોગ્રામમાં ભાગ લઇ રહ્યું છે અને નવો દાખલો બેસાડી રહ્યું છે. ” તેમના કહેવા મુજબ ” અહીં પ્રોગ્રામમાં શામેલ પૈસા મહત્વના નથી પરંતુ ધરતીની બહાર ખરીદનારાઓ અને વેંચનારાઓનું બજાર બનાવવા માટે વ્યવસાયિક અને કાનૂની માનદંડ બનાવવું મહત્વનું છે. ”

નાસાના જણાવ્યા મુજબ ત્રણેય કંપનીઓના પુરસ્કારોની ચુકવણી ત્રણ ભાગમાં થશે. પહેલા કંપનીઓને 10 ટકા રકમ મળશે પછી 10 ટકા ચુકવણું સ્પેસક્રાફ્ટ લોન્ચ કરવાના સમયે થશે અને જયારે નાસા કંપનીઓ દ્વારા એકઠા કરાયેલા નમૂનાની સત્યતા ચકાસી લેશે ત્યારે કંપનીઓને બાકીની 80 ટકા રકમ આપવામાં આવશે.

આના પર મજાક કરતા સાયરસે જણાવ્યું હતું કે ” હા, એક કંપનીને એક અમેરિકન ડોલર પણ ત્રણ હપ્તામાં મળશે. “
0 Response to "જાણો આ 3 કંપનીઓ વિશે, જે નાસા માટે ચંદ્ર પર જઈ ત્યાંથી લાવશે આટલી વસ્તુઓ, જાણો તો ખરા આના બદલામાં નાસા શું આપશે"
ટિપ્પણી પોસ્ટ કરો