શું વાળનો ગ્રોથ અટકી ગયો છે? તો અજમાવો આ ઘરગથ્થુ ઉપાય, રાતોરાત વધવા લાગશે વાળ
મિત્રો, વાળનો વિકાસદર અત્યંત ધીમો હોય છે. બે ઇંચ વાળની વૃદ્ધિ પાછળ પણ મહિનાઓનો સમય વીતી શકે છે. લોકો એ વાળનો વિકાસદર વધારવા માટે ઘણા ઉપાય કરે છે. મોટાભાગની યુવતીઓની એવી ઇચ્છા હોય છે કે, તેમના વાળ ખુબ જ લાંબા અને જાડા બને અને આ માટે તે બજારના લગભગ દરેક ઉત્પાદનો પર નાણાં ખર્ચ કરે છે.

આ સિવાય પાર્લરમાં પ્રોટીન સ્પા પાછળ પણ નાણા ખર્ચ કરે છે. ત્યારે આજે આ લેખમા અમે તમને એક અસરકારક ઉપાય વિશે જણાવીશુ, જેને અજમાવવાથી તમારા વાળ તો સુંદર અને લાંબા બનશે પરંતુ, તમારો ખોટો નાણાકીય ખર્ચ પણ ઘટશે, તો ચાલો જાણીએ આ ઉપાય વિશે.

શું તમને ખ્યાલ છે કે, તમારા વાળનો વિકાસદર વધારવા માટે પાલક ખુબ જ લાભદાયી સાબિત થાય છે? આપણે સૌ જાણીએ છીએ કે, પાંદડાવાળા શાકભાજી એ પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમા પુષ્કળ માત્રામા એન્ટીઓકિસડન્ટ સમાવિષ્ટ હોય છે. આ સિવાય તેમા અન્ય અનેકવિધ પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા વાળના વિકાસમા સહાયરૂપ સાબિત થઇ શકે છે.

જો તમે એક કપ પાલક, એક ચમચી મધ અને એક ચમચી ઓલિવ ઓઈલને મિક્સરમા નાખી અને તેની પેસ્ટ તૈયાર કરી લો અને ત્યારબાદ આ પેસ્ટને તમારા ખોપરી ઉપરની ચામડી કે તમારા વાળ પર લગાવો અને ત્યારબાદ આ પેસ્ટને એક કલાક સુધી તમારા માથા પર લગાવેલુ રહેવા દો અને પછી શેમ્પૂથી તમારા હેરવોશ કરી લો. જો તમે આ નુસ્ખાને અઠવાડિયામા એક થી બે વાર અજમાવશો તો તમને ફરક અવશ્યપણે જોવા મળશે.
વાળ ઝડપી વધારવા માટે તમારે તમારા ભોજનમા પૌષ્ટિક ગુણતત્વોયુક્ત ખોરાકનો સમાવેશ કરવો પડે છે. જો તમે તમારા વાળના વિકાસદરને વધારવા ઈચ્છો છો તો દૂધ, કેળા અને ઇંડાને તમારા રોજીંદા ભોજનમા સમાવેશ કરો. આ ઉપરાંત તમારા વાળના ઝડપી વિકાસ માટે તમે કોઈપણ ઓમેગા-૩ ઓમેગા-૬ ફેટી એસિડ્સ ધરાવતા સપ્લીમેન્ટનુ સેવન કરો. તે તમારા વાળ ખરવાના જોખમને દૂર કરવામા ખુબ જ મદદગાર સાબિત થાય છે.

શરીરમા લોહતત્વની ઉણપ એ વાળ ખાવા પાછળનુ જવાબદાર કારણ સાબિત થઇ શકે છે. પાલકમા પુષ્કળ માત્રામા મેગ્નેશિયમ, જસત અને ફોલેટ તથા વિટામિન-એ સમાવિષ્ટ હોય છે, તે વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત અખરોટ, મગફળી અને પિસ્તા જેવા ડ્રાયફ્રુટસ તથા દહીં, પનીર, દાળ, કઠોળ, સોયા અને વટાણા જેવા લીલા પાંદડાવાળા શાકભાજીનુ સેવન પણ તમારી વાળ સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવામા લાભદાયી સાબિત થઇ શકે છે. માટે જો તમે કોઈપણ વાળ સાથે સંકળાયેલ સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો એકવાર આ ઉપાય અવશ્યપણે અજમાવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શું વાળનો ગ્રોથ અટકી ગયો છે? તો અજમાવો આ ઘરગથ્થુ ઉપાય, રાતોરાત વધવા લાગશે વાળ"
ટિપ્પણી પોસ્ટ કરો