આ કામઘેનુ શંખ ને ઘરમા રાખશો તો બની રહેશે માતા લક્ષ્મીની કૃપા, થઇ જશે દરેક કામના પૂરી…

Spread the love

શાસ્ત્રો અનુસાર શંખની ઉત્પત્તિ સમુદ્ર-મંથન દરમિયાન થયેલી હતી. કુદરતી રીતે શંખ ઘણા પ્રકારના હોય છે. દેવ શંખ, ચક્ર શંખ, રાક્ષસ શંખ, શનિ શંખ, રાહુ શંખ, પંચમુખી શંખ, વાલમપુરી શંખ, બુદ્ધ શંખ, કેતુ શંખ, શેષનાગ શંખ, કચ્છ શંખ, સિંહ શંખ, કુબાર ગદા શંખ, સુદર્શન શંખ વગેરે.

જેમાંથી એક શંખ કામધેનુ શંખ પણ છે. આ શંખ ખૂબ જ ખાસ શંખ છે અને દુર્લભ પણ છે. આ શંખનો આકાર ગાયના મુખ જેવો હોય છે. જે ઘણો જ વિશેષ શંખ છે અને આ શંખ ઘણો દુર્લભ પણ છે. એટલા માટે તેને કામઘેનુ શંખ કહેવામાં આવે છે.

ઘરમા કામધેનુ શંખ રાખવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. પૂજા ઘરમાં કામઘેનુ શંખ રાખવો શુભ ફળ આપે છે. અને તે શંખ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અતિ પ્રિય છે અને તેની પૂજા કરતી વખતે શંખનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. કામઘેનુ શંખ સાથે અસંખ્ય લાભ જોડાયેલા છે, જે આ મુજબ છે.

ઘરમાં કામઘેનુ શંખ રાખવાના લાભ :

ઘરમાં કામઘેનુ શંખ રાખવાથી માં લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. જે લોકો તેના ઘરમાં આ શંખ રાખે છે અને તેની પૂજા કરે છે. તેના ઘરમાં ધનની ખામી નથી રહેતી. શંખ સાથે જોડાયેલી કથા મુજબ મહર્ષિ પુલસ્ત્ય અને ઋષિ વશિષ્ઠને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે આ શંખની પૂજા કરી હતી. આ શંખની પૂજા કરવાથી મહર્ષિ પુલસ્ત્ય અને ઋષિ વશિષ્ઠને ધન-ધાન્યની પ્રાપ્તિ થઇ હતી.

થઇ જાય છે દરેક કામના પૂરી :

કામઘેનુ શંખની પૂજા કરવાથી મનોકામનાનું પૂર્તિ થઇ જાય છે. ઘરમાં આ શંખ રાખવાથી અને રોજ તેની પૂજા કરવાથી જે તમે ઈચ્છો છો તે તમને મળી જાય છે. એટલા માટે જો તમારી કોઈ ઈચ્છા છે. જેને તમે પૂર્ણ કરવા માગો છો, તો ઘરમાં આ શંખ લઇ આવો અને રોજ તેની પૂજા કરો.

માનસિક શાંતિ:

કામધેનુ શંખની પૂજા કરવાથી તર્ક-શક્તિ વધે છે અને વાણી ચાતુર્ય પ્રાપ્ત થાય છે. સાથે સાથે આ શંખની પૂજાથી માનસિક શાંતિ પણ બની રહે છે. આથી વિચારો પર સંતુલન બનાવી રાખવા માટે આ શંખની પૂજા જરૂરથી કરવી જોઈએ.

થાય છે મોક્ષની પ્રાપ્તિ :

ઋગ્દેવના જણાવ્યા મુજબ કામઘેનુ શંખમાં 33 દેવોની શક્તિઓ સમાયેલી છે અને આ શંખનું દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તમે કોઈ શુભ દિવસે મંદિરમાં કામઘેનુ શંખનું દાન જરૂર કરી દો. એમ કરવાથી તમને મોક્ષની પ્રાપ્તિ થશે.

રાખો ધન વાળી જગ્યા :

ઘણા લોકોના ઘરમાં ધન નથી ટકી શકતું. એવી સ્થિતિમાં તમે આ શંખને ઘરે લઇ આવો અને આ શંખને તમારી તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી ઘરમાં ધન ટકવા લાગશે અને આવકમાં વૃદ્ધી થશે.

માનસિક શાંતિ મળે છે. કામઘેનુ શંખની પૂજા કરવાથી તર્કશક્તિ અને વાણી શક્તિ મજબુત બને છે. સાથે જ માનસિક શાંતિ પણ યોગ્ય જળવાઈ રહે છે.

આવી રીતે કરો કામઘેનુ શંખની પૂજા :

રોજ સવારે સ્નાન કર્યા પછી મંદિરની સફાઈ કરો અને શંખને શુદ્ધ પાણીથી સાફ કરો. શંખને કોઈ સ્વચ્છ કપડા ઉપર રાખો. ધ્યાન રાખશો કે શંખને ક્યારે પણ સીધો જમીન ઉપર ન રાખો. વસ્ત્ર ઉપર શંખને રાખ્યા પછી જણાવેલા મંત્રના જાપ કરો. આ મંત્ર આ મુજબ છે.

ऊँ नमः गोमुखी कामधेनु शंखाय मम् सर्व कार्य सिद्धि कुरु-कुरु नमः।

0 Response to "આ કામઘેનુ શંખ ને ઘરમા રાખશો તો બની રહેશે માતા લક્ષ્મીની કૃપા, થઇ જશે દરેક કામના પૂરી…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel