આ ચૂર્ણ છે ઘણી બીમારીઓનો રામબાણ ઇલાજ, તે ઉંમર વધે તેમ બીમારીઓ સામે આપશે રક્ષણ…
ઉંમર વધે તેમ બીમારીઓનું જોખમ પણ વધવા લાગે છે. વૃદ્ધાવસ્થાની એવી ઘણી બીમારીઓ છે જેનાથી વૃદ્ધો સૌથી વધારે ડરતા હોય છે.
વૃદ્ધાવસ્થા આવતાની સાથે શરીર માં જાત-જાતની સમસ્યા આવવા લાગે છે. પણ જો તેનાથી બચવું હોય તો એક તો જીવનશૈલી સુધારવી પડે છે, અને બીજું ખાન-પાન પર ધ્યાન આપવું પડે છે.
ધતી વય અને ઘટતી રોગપ્રતિકારક શક્તિને લીધે થતી અનેક બીમારીઓ માં કેન્સર નું નામ સૌથી પહેલુ આવે છે. સ્ત્રી કે પુરુષ જેને આ બીમારી થાય તેને બહુ હેરાન કરી મુકે છે. જો તમે અથવા તમારા ઘરમાં કોઈ વૃદ્ધ સભ્ય છે.
વૃદ્ધત્વની અસર આમ તો આખા શરીર પર જ પડે છે, પરંતુ બધા માટે એ અસર જુદી-જુદી હોય છે. ખાસ કરીને એને જો બે ભાગ માં વહંચીએ તો એક અસર મગજ પર અને બીજી બાકીના શરીર પર એમ લઈ શકાય.
વૃદ્ધાવસ્થા દરમિયાન શરીર એક વાર નબળું થઈ ગયા બાદ એને રિપેર કરવું ક્યારેય શક્ય હોતું નથી. આથી જે પણ શક્ય હોય છે એ છે એને ખરાબ થતું અટકાવવું.
વૃદ્ધાવસ્થા માં આવતી સમસ્યાઓથી બચવા માંગો છો, તો વૈદ્ય જીતુભાઈ દ્વારા જણાવેલ વૃદ્ધમિત્ર ચૂર્ણનું સેવન કરી શકો છો. આ ચૂર્ણ ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે. તો ચાલો જાણી લઈએ એ ચૂર્ણ વિશે..
ચૂર્ણ બનાવવા માટે ની સામગ્રી:
અશ્વગંધા 100 ગ્રામ, શતાવરી 80 ગ્રામ, ગળો 60 ગ્રામ, આમળા 40 ગ્રામ, ગોખરૂ 20 ગ્રામ, કોચા 10 ગ્રામ, શંખપુષ્પી 10 ગ્રામ વગેરે..
ચૂર્ણ બનાવવા માટે:
ઉપર જણાવેલ બધા ઔષધ ને ચૂરણ રૂપે લાવી મિક્સ કરી એક ચમચી સવાર સાંજ પાણી સાથે લેવું. વૃદ્ધાવસ્થા માં આવતા રોગો જેવા કે પાર્કિન્સ, ભૂલકકણ સ્વભાવ, પ્રોસ્ટેટ, પેશાબ પર કંટ્રોલ ના રહેવો, અશક્તિ, મગજ માં લોહી ના પહોંચવું વગેરે રોગો આનું કાયમી સેવન કરવાથી આવતાજ નથી.
- જેમુનું વજન વધારે હોય તેમણે અશ્વગંધા ની માત્ર અડધી કરવી.
- પેશાબના દર્દી હોય તો ગોખરુની માત્રા બમણી કરવી. ગોખરુ નાના અર્થાત કાંટી ગોખરુ લેવા.
- તાકાત વધારવી હોય તો મોટા ગોખરુ લેવા.
- વૈધ સ્વ.મોહનદાદાની ડાયરીમાંથી.
0 Response to "આ ચૂર્ણ છે ઘણી બીમારીઓનો રામબાણ ઇલાજ, તે ઉંમર વધે તેમ બીમારીઓ સામે આપશે રક્ષણ…"
ટિપ્પણી પોસ્ટ કરો