વાંચી લો ટ્રાફિકના નિયમોના આ નવા 19 રૂલ્સ, અને થઇ જાઓ ટેન્શન ફ્રી, નહિં તો…
તા. ૯ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ મોટર વાહન સુધારણા બિલ ૨૦૧૯ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પરવાનગી મળી જવાની સાથે જ દેશમાં નવા મોટર વેહિકલ એક્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે. જેના લીધે હવે સામાન્ય જનતાના મનમાં ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે. જેનો આપને આજ દિવસ સુધી યોગ્ય જવાબ મળ્યા નથી. આવી પરિસ્થિતિમાં અમે આપના માટે નવા મોટર વેહિકલ અધિનિયમના કેટલાક નવા નિયમો વિષે જણાવીશું જેને જાણ્યા બાદ આપ ચિંતામુક્ત થઈ જશો.
ડ્રાઈવિંગ લાયસન્સના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓને ૧ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.:
નવા મોટર વેહિકલ અધિનિયમ અંતર્ગત, ઈમરજન્સી વેહિકલને રસ્તો નહી આપવાની સાથે જ ગેરલાયક વ્યક્તિ હોવા છતાં જો વેહિકલ ચલાવવામાં આવશે તો તેવી વ્યક્તિને ૧૦ હજાર રૂપિયા સુધીનો દંડની વસુલાત કરવામાં આવી શકે છે.
જાણીશું શું છે ટ્રાફિકના નવા ૧૯ નિયમો..
-કલમ ૧૭૮ અંતર્ગત હવેથી ટીકીટ વગર મુસાફરી કરનાર મુસાફરને ૫૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે.
-કલમ ૧૭૯ અંતર્ગત જો કોઈ અધિકારીઓ ઓર્ડર નથી સ્વીકારતા તો બે હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.
-કલમ ૧૮૧ અંતર્ગત લાયસન્સ વગર વાહન ચલાવનાર વ્યક્તિને ૫ હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.
-કલમ ૧૮૨ અંતર્ગત ગેરલાયક ઠરાવી દીધા બાદ પણ જો વાહન ચલાવવામાં આવે છે તો તે વ્યક્તિને ૧૦ હજાર રૂપિયાના દંડની વસુલાત થઈ શકે છે.
-કલમ ૧૮૩ અંતર્ગત હવેથી ઓવરસ્પીડીંગ (નક્કી કરવામાં આવેલ ગતિ મર્યાદા કરતા વધારે સ્પીડમાં વાહન ચલાવવા માટે) LMV માટે ૧ હજાર રૂપિયાનો દંડ અને MPVના નિયમ માટે ૨ હજાર રૂપિયાનો દંડની વસુલાત કરવામાં આવશે.
-કલમ ૧૮૪ અંતર્ગત ખતરનાક રીતે વાહન ડ્રાઈવ કરનાર વ્યક્તિને હવેથી ૫ હજાર રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવશે.
-કલમ ૧૮૫ અંતર્ગત દારૂ પીધા પછી વેહિકલ ચલાવવાનાર વ્યક્તિને ૧૦ હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
-કલમ ૧૮૯ અંતર્ગત હવેથી સ્પીડ અને રેસિંગ કરવા બદલ ૫ હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.
-કલમ ૧૯૨ A અંતર્ગત હવેથી પરમીટ વિના વાહન ચલાવવા બદલ ૧૦ હજાર રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે.
-કલમ ૧૯૩ અંતર્ગત લાયસન્સના નિયમોનો ભંગ કરવા બદલ ૨૫ હજાર રૂપિયાથી લઈને ૧ લાખ રૂપિયા જેટલા દંડની જોગવાઈ કરવામાં આવી છે.
-કલમ ૧૯૪ અંતર્ગત ઓવરલોડિંગ (વાહનમાં મર્યાદા કરતા વધારે માલ ભરવા માટે) ૨ હજાર રૂપિયા અને પ્રતિ ટન ૧ હજાર રૂપિયા અને વધુમાં વધુ ૨૦ હજાર રૂપિયા સુધી અને પ્રતિ ટન વધુમાં વધુ ૨ હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
-કલમ ૧૯૪ એ અંતર્ગત હવેથી ઓવરલોડિંગ (ક્ષમતા કરતા વધુ મુસાફરોને લેવામાં આવે) વધારાના મુસાફરો માટે ૧ હજાર રૂપિયાના દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.
-કલમ ૧૯૪ બી અંતર્ગત કાર ડ્રાઈવ કરતા સમયે સીટ બેલ્ટ નહી લગાવવા માટે ૧ હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
-કલમ ૧૯૪ સી અંતર્ગત હવેથી સ્કુટર અને બાઈક પર વધારે ભર એટલે કે, બે કરતા વધારે વ્યક્તિઓ મુસાફરી કરતા હશે તો તેમને ૨ હજાર રૂપિયાનો દંડ ભરવાનો રહેશે. આ સાથે જ સ્કુટર અને બાઈક ચાલકનું લાયસન્સ પણ ૩ મહિના માટે રદ્દ કરવામાં આવી શકે છે.
-કલમ ૧૯૪ ડી અંતર્ગત હવેથી હેલ્મેટ વગર ટુ વ્હિલ વેહિકલ પણ મુસાફરી કરવા બદલ ૧ હજાર રૂપિયાનો દંડ અને ચાલકનું લાયસન્સ ૩ મહિના માટે રદ્દ કરવામાં આવી શકે છે.
-કલમ ૧૯૪ ઈ અંતર્ગત એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વેહીક્લને રસ્તો નહી આપવા બદલ ૧૦ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.
-કલમ ૧૯૬ અંતર્ગત વીમો કરાવ્યા વિના વાહન ચલાવવા બદલ ૨ હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.
-કલમ ૧૯૯ અંતર્ગત હવેથી સગીર વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ ગુનાઓના કેસમાં સગીરના માતાપિતા કે પછી વાહનના માલિકને દોષિત માનવામાં આવશે. સગીર વ્યક્તિ દ્વારા કરવામાં આવેલગુનાઓમાં ૩ વર્ષ સુધીની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જુવેલાઈન એક્ટ અંતર્ગત સગીર વ્યક્તિ પર પણ કેસ ચલાવવામાં આવશે. વાહનનું રજીસ્ટ્રેશન પણ રદ્દ કરી દેવામાં આવશે.
-અધિકારીઓને પ્રાપ્ત થયેલ અધિકારોમાં કલમ ૧૮૩, ૧૮૪, ૧૮૫, ૧૮૯, ૧૯૦, ૧૯૪ C, ૧૯૪ D, અને ૧૯૪ Eની કલમ અંતર્ગત ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાનો પણ અધિકાર ધરાવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "વાંચી લો ટ્રાફિકના નિયમોના આ નવા 19 રૂલ્સ, અને થઇ જાઓ ટેન્શન ફ્રી, નહિં તો…"
ટિપ્પણી પોસ્ટ કરો