Realme X7 Proનું બોક્સ ના જોયું હોય તો જોઇ લો જલદી, ખાસ કંપનીએ શેર કરી બોક્સની ઇમેજ, શું તમે હજુ સુધી નથી જોઇ આ તસવીર?
હેન્ડસેટ નિર્માતા કંપની રિયલમી ભારતીય બજારમાં પોતાની રિયલમી એક્સ 7 સીરીઝ હેઠળ નવા સમાર્ટફોન્સ રીયલમી X7 અને રિયલમી ને લોન્ચ કરવાની તૈયારોમાં છે. જોકે, હજુ કંપનીની આગામી રિયલમી એક્સ 7 સીરીઝની લોન્ચ તારીખ પરથી પરદો ઉઠવાનો બાકી છે પણ અધિકૃત લોન્ચ પહેલાં રિયલમી ઇન્ડિયાના સીઈઓ માધવ શેઠે પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટ દ્વારા આગામી સ્માર્ટફોન્સના બોક્સની ડિઝાઈનની તસ્વીરને શેર કરી છે.

બોક્સની ડિઝાઈન સામે આવ્યા બાદ હવે આ વાતનો અંદાજો લગાવી શકાય છે કે રિયલમી હવે ભારતમાં જલદી જ પોતાની નવી રિયલમી ક્સ 7 સિરિઝ લોન્ચ કરવાનું છે. આ ટીઝર ઇમેજમાં એક સાથે કેટલાએ બોક્સ દેખાઈ રહ્યા છે અને આ બોક્સ પર રિયલમી એક્સ 7 અને રિયલમી એક્સ 7 પ્રો લખેલુ જોઈ શકાય છે.
ઇમેજને શેર કરવાની સાથે રિયલમી ઇડિયાના સીઈઓ માધવ શેઠે ટ્વીટ કરતા લોકોને ફાઇનલ ડિઝાઈનનું અનુમાન લગાવવાનું કહ્યું. એક બીજા ટીઝરમાં જાણી શકાય છે કે ફોનમાં 8.5 મિમીની બોડી હશે.

થોડા સમય પહેલાં એક બીજા ટ્વીટમાં માધવ સેઠે તે વાતનો પણ સંકેત આપ્યો હતો કે આવનારા સ્માર્ટફોન અલ્ટ્રા-સ્લીક બોડી અને એક્સટ્રીમ પરફોર્મન્સથી સજ્જ હશે. તમને જણાવી દઈએ કે રિયલમી બ્રાન્ડની આ સ્માર્ટ ફોન સિરિઝની શરૂઆતની કિંમત 25000 રૂપિયાથી ઓછી હોવાની સંભાવના જણાવવામાં આવી રહી છે. તમને યાદ અપાવી દઈએ કે રિયલમી એક્સ 7 સીરીઝના સ્માર્ટફોન્સ પહેલા જ ચાઈનીઝ માર્કેટમાં આવી ચુક્યા છે.
રિયલમી X7 Proમાં હોઈ શકે છે આ પ્રોસેસર

અત્યાર સુધીમાં આ ફોનની જે પણ ઝલક મળી છે તે જોયા બાદ એટલો ખ્યાલ આવે છે કે રિયલમી એક્સ 7ના નીચેના ભાગમાં યૂએસબી ટાઇપ-સી પોર્ટ અને સ્પિકર ગ્રિલ જોવા મળશે. રિયલમી એક્સ 7 પ્રો સ્માર્ટફોન સાથે જોડાયેલા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કહેવાય છે કે આ આગામી સ્માર્ટફોન કંપની MediaTek Dimensity 1000+ ચિપસેટની સાથે લોન્ચ કરી શકે છે.
રિયલમી X7 Pro સ્પેસિફિકેશન

જેમ અમે જણાવ્યું કે આ સ્માર્ટફોન્સને ચાઈનીઝ માર્કેટમાં લોન્ચ કરવામાં આવી ચુક્યો છે, તેવામાં ફોનના સ્પેસિફિકેશન વિષે જાણકારી હાજર છે. રિયલમી એક્સ 7માં 6.4 ઇંચ એમોલેઝ ડિસ્પ્લે છે અને તેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે.
યુઝર્સને વધારે ડેટા
આ રિયલમી મોબાઈલના પાછળના ભાગમાં ચાર રિયલ કેમેરા આપવામા આવ્યા છે અને તેનો પ્રાઇમરી કેમેરા સેંસર 64 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે આ ફોનના ફ્રંટમાં 32 મેગાપિક્સલનો કેમેરા સેંસર આપવામાં આવ્યો છે. 4300 એમએએચની બેટરી ફોનમાં જીવ ફૂંકવાનું કામ કરે છે.
રિયલમી X7 Pro સ્પેસિફિકેશન

આ રિયલમી સ્માર્ટફોનમાં 6.55 ઇંચ સુપર એમોલેડ 1080પી ડિસ્પ્લે છે અને તેનો રિફ્રેશ રેટ પણ 120 હર્ટ્ઝ છે. 4500 એમએએચની બેટરી ફોનમાં જીવ ફૂંકવા માટે આપવામા આવી છે. તો કેમેરા સેટઅપની વાત કરવામાં આવે તો ફોનના બેક પેનલ પર ક્વાડ રિયર કેમેરા રેટઅપ મળે છે, 64 મેગાપિક્સલ સોની IMX686 પ્રાઇમરી કેમેરા સેંસર આપવામાં આવ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "Realme X7 Proનું બોક્સ ના જોયું હોય તો જોઇ લો જલદી, ખાસ કંપનીએ શેર કરી બોક્સની ઇમેજ, શું તમે હજુ સુધી નથી જોઇ આ તસવીર?"
ટિપ્પણી પોસ્ટ કરો