વેલેન્ટાઈ ડે પર પાર્ટનરને ભૂલથી પણ ન આપો આ ગિફ્ટ્સ, વાસ્તુ અનુસાર થશે નુકસાન
ભાગદોડ વાળા જીવનમાં ઘણા ઓછા લોકો એવા હોય છે જેઓ પાર્ટનરને માટે સમય કાઢી શકતા હોય છે. એવામાં તેમના માટે આ વેલેન્ટાઈન ડે એવો અવસર છે જે પ્રેમનો અહેસાસ કરાવી શકે છે. અથવા એકમેકના દિલમાં છૂપાયેલા પ્રેમને વ્યક્ત કરી શકે છે. હાલમાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે અને તેના પહેલા 3 દિવસ તો વીતી ચૂક્યા છે. પણ હજુ કંઈ મોડું થયુ નથી. તમે તમારા પાર્ટનરને તમારા દિવસમાંથી થોડો સ્પેશ્યલ સમય અને એક સ્પેશ્યલ ગિફ્ટ આપીને તેમને ખાસ હોવાનો અહેસાસ કરાવી શકો છો. તમારા માટે આ સમય આવી ચૂક્યો છે.

થોડો સમય આ ખાસ દિવસે પાર્ટનર માટે કાઢી લો તે યોગ્ય છે. આ સાથે જ જ્યારે તમે તેમને માટે ગિફ્ટ લેવા જાઓ છો ત્યારે તમારે ધ્યાન રાખવાની જરૂર છે. તમે કોઈ એવી ચીજ ન ખરીદી લેતા કે જેનાથી તેમનું સારું કરવાના ચક્કરમાં તમે તેમનું નુકસાન કરી બેસો, જાણો વાસ્તુ અનુસાર પાર્ટનરને કેટલીક આવા પ્રકારની ગિફ્ટ આપવી નહીં. તેનાથી નુકસાન થઈ શકે છે.
ડૂબતા જહાજનો ફોટો

વાસ્તુ અનુસાર જ્યારે કોઈ પણ વ્યક્તિને તમે ડૂબતા જહાજનો ફોટો ગિફ્ટમાં આપો છો તો તે નુકસાન કરે છે. આ પ્રકારનો ફોટો ઘરમાં લગાવવો અશુભ રહે છે. આમ કરવાથી ઉપહાર લેનારાને આર્થિક નુકસાન કે આર્થિક તરક્કીમાં બાધાઓનો સામનો કરવો પડી શકે છે.
કાળા વસ્રો

વાસ્તુમાં કહેવાયું છે કે ક્યારેય કોઈને ગિફ્ટમાં કાળઆ કપડા આપવા નહીં. કોઈ વ્યક્તિને અજાણતા પણ તમે આ રંગના કપડા ઉપહારમાં આપવા નહીં. આ દુઃખ, કષ્ટ અને પીડા સહન કરનારું બને છે.
જૂતા

ભલે તમારી ગર્લફ્રેન્ડને ફેશનેબલ ફૂટવેરનો શોખ હોય પણ તમે તેને ગિફ્ટમાં તે ન આપશો. આમ કરવાથી તમારા સંબંધોમાં દૂરી આવી શકે છે. કારણ કે જૂતાને જુદાઈનું પ્રતીક માનવામાં આવે છે.
રૂમાલ
મોટાભાગે અનેક લોકો જાણે છે કે કોઈ પણ વ્યક્તિને ઉપહારમાં રૂમાલ આપવો નહીં.પણ તમે તેનું કારણ જાણતા નથી કે તમારા ઉપહારમાં રૂમાલ આપવો એ દુઃખનું કારણ માનવામાં આવે છે. આમ કરવાથી પતિ અને પત્ની વચ્ચે ઝઘડાની શક્યતાઓ વધી જાય છે.
ઘડિયાળ

અનેક લોકો ઉપહારમાં ઘડિયાળ આપતા હોય છે જો તમે પણ તમારા પાર્ટનરને વેલેન્ટાઈન ડે પર ઘડિયાળ ગિફ્ટ કરવા ઈચ્છો છો તો રોકાઈ જજો. ઘડિયાળને ગિફ્ટ કરવું એ જીવનમાં પ્રગતિને રોકવા સમાન માનવામાં આવે છે. તો તમે પણ આ ગિફઅટ આપવાનું ટાળો તે યોગ્ય છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "વેલેન્ટાઈ ડે પર પાર્ટનરને ભૂલથી પણ ન આપો આ ગિફ્ટ્સ, વાસ્તુ અનુસાર થશે નુકસાન"
ટિપ્પણી પોસ્ટ કરો