‘વેલેન્ટાઇન ડે’ પર મનાવો વન-ડે પિકનિક : અમદાવાદથી માત્ર થોડા અંતરે આવેલા આ સ્થળોની લો મુલાકાત
આવતીકાલથી વેલેન્ટાઇન વીકની શરૂઆત થઈ છે. આજે રવિવારનો દિવસ પણ છે અને રોઝ ડે પણ છે. જો તમે હજુ સુધી તમારા પાર્ટનરને માટે કોઇ સારો પ્લાન ન બનાવી શક્યા હોય કે પછી કોઇ ખાસ ગિફ્ટને વિશે પણ ન વિચારી શક્યા હોવ તો તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, આજે રવિવારે તમે તેમને આ નજીકના કેટલાક પ્લેસ પર લઇ જઇ શકો છો અને સાથે તેમને માટે તેને યાદગાર દિવસ પણ બનાવી શકો છો.

અમે તમારા માટે અમદાવાદની નજીક આવેલા કેટલાક પ્લેસની તમને યાદ અપાવીશું જે તમારા વેલેન્ટાઇનને ખુશ કરી દેશે અને તેઓ તમારી આ યોજનાને કાયમ યાદ રાખશે. આ એવા પ્લેસ છે જ્યાં તમે કુદરતની સાથે તમારા રોમાન્સને પણ સારી રીતે અનુભવી શકો છો અને ભીડભાડથી દૂર એકબીજાને સ્પેસ આપીને તમારા સંબંધની ઘનિષ્ઠતાને વધારી શકો છો.આ તમામ જગ્યાઓએ તમે તમારા પાર્ટનર સાથે લગભગ 2થી 3 કલાકમાં જઇ શકો છો. આ સાથે તમે તમારા પાર્ટનરની સાથે લોન્ગ ડ્રાઇવનો આનંદ પણ લઇ શકો છો. તો રાહ કોની જુઓ છો, નીકળી જાઓ લાંબી ટ્રિપ પર.
નળસરોવર

આ નામ અને પ્લેસથી સૌ કોઈ જાણકાર છે. તમે અહીંની રમણીયતાની સાથે પાર્ટનરની સાથે ખાસ પળોને માણી શકો છો. આ ટ્રિપ તમારા દિવસને ખાસ બનાવી દેશે. નળસરોવર પક્ષી અભ્યારણીય અમદાવાદથી 85 કિ.મી.ના અંતરે છે. નળકાંઠાના વિસ્તારમાં આવેલા આ પ્લેસ પર દેશ-વિદેશથી જાત જાતના પક્ષીઓ ડીસેમ્બર તથા જાન્યુઆરી માસમાં ઠંડીની મૌસમમાં આવે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ અહીં જવા માટે બેસ્ટ અવસર છે. અહીં પાર્ટનર સાથે બોટીંગની મજા પણ માણી શકાય છે.
ઝાંઝરી

ઝાંઝરી અમદાવાદથી અંદાજે 70 કિ.મી દુર આવેલ છે. દહેગામ-બાયડ હાઈવે રસ્તાથી પ. કિ.મી દુર આવેલ છે. ઝાંઝરી (ડાભા) ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.કુદરતી નૈસગિક સૌંદર્યતા ધરાવતું સ્થળ છે. ઉપરના ભાગેથી આવતો પાણીનો પ્રવાહ કુદરતી ધોધ સ્વરૂપે નીચે પડીને નયનરમ્ય દૃશય બનાવે છે. જે પ્રવાસીઓ માટે આર્કષણનું કેન્દ્ર છે. ગંગેશ્વરમહાદેવના દર્શાનાથે તથા શાંત અને પ્રકૃતિ સ્થળે જાહેર જનતા માટે પિકનીકનું માનીતું સ્થળ છે.
થોળ
અમદાવાદથી લગભગ 25 કિમીના અંતરે આવેલું આ સ્થળ તમારા પાર્ટનર સાથે જવા માટે ખાસ હોઈ શકે છે. આ સ્થળે તમે પાર્ટનરની સાથે રોઝ ડેની ઉજવણી કરી શકો છો. અહીં શિયાળાની ઋતુ દરમ્યાન દેશ (હિમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા વિસ્તારોમાંથી) અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે. તો આ જગ્યાએ પાર્ટનર સાથે ખાસ પળોનો આનંદ માણી આવો તે પણ બેસ્ટ પ્લાન હોઈ શકે છે.
ગાંધીનગર

અમદાવાદથી લગભગ 30 કિમીના અંતરે આવેલું છે. ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ,અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીર નું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ પણ જોવા લાયક છે. તમે આ નજીકની જગ્યાએ પણ આ દિવસે પાર્ટનર સાથે મુલાકાત લઈને તમારા દિવસને મનમોહક અને ખાસ બનાવી શકો છો. તમારા પાર્ટનર તમારા આ પ્લાનથી ચોક્કસ ખુશ થશે.
અડાલજની વાવ

આ વાવ કૂવાનો એક પ્રકાર છે, જેમાં કુવો પગથીયા સાથે જોડવામાં આવેલો હોય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કુવામાંનાં પાણી સુધી પગથીયા દ્વારા પહોંચી શકાય તેવો કુવો. આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. આ વાવ ચુના પથ્થરથી નિર્મિત હિંદુ-મુસ્લિમ સ્થાપત્યકળાનો એક ઉત્કૃષ્ઠ નમુનો છે. આ વાવ પાંચ માળ ઊંડી છે. આ વાવ ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર ધરાવે છે જો તમે આ જગ્યાએ ક્યારેય ગયા નથી તો આ ખાસ દિવસે તમે પાર્ટનર સાથે અહીંની મુલાકાત લઈને રોઝ ડે અને સાથે વેલેન્ટાઈન ડેને પમ યાદગાર બનાવી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "‘વેલેન્ટાઇન ડે’ પર મનાવો વન-ડે પિકનિક : અમદાવાદથી માત્ર થોડા અંતરે આવેલા આ સ્થળોની લો મુલાકાત"
ટિપ્પણી પોસ્ટ કરો