પહેલી મુલાકાતમાં જ નેહા ધૂપિયાને દિલ દઈ બેઠો હતો અંગદ, નેહા પ્રેગનન્ટ થવાને કારણે ઉતાવળમાં કરવા પડ્યા હતા લગ્ન

બોલિવૂડ એક્ટર અંગદ બેદી 6 ફેબ્રુઆરીએ પોતાનો 38 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી બિશનસિંહ બેદીના પુત્ર અંગદ બેદી વિશે બહુ ઓછા જાણતા હશે છે કે તે પણ તેમના પિતા જેવો ક્રિકેટર બનવા માંગતો હતો. જો કે, કિસ્મત જાણે કંઈક બીજું મંજૂર હતું અને અંડર -19 રમ્યા બાદ તેણે સિનેમા જગતમાં એન્ટ્રી કરી હતી.

લાંબા સમય સુધી પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા

नेहा धूपिया और अंगद बेदी
image source

ટાઇગર ઝિંદા હૈ, અગલી, પિંક અને ગુંજન સક્સેના જેવી હિટ ફિલ્મોનો ભાગ રહેલા અંગદ બેદીની પર્સનલ લાઇફ પણ એક ફિલ્મી સ્ટોરી જેવી રહી છે. અંગદે બોલિવૂડ એક્ટ્રેસ-ડાન્સર નોરા ફતેહીને લાંબા સમય સુધી ડેટ કરી હતી અને આ દરમિયાન તેની મુલાકત થઈ નેહા ધૂપિયા સાથે. અંગદ બેદી અને નેહા ધૂપિયાએ લાંબા સમય સુધી પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા હતા અને બંનેના લગ્ન થયા બાદ લોકોને તે વિશે જાણ થઈ હતી.

તે ફક્ત મિત્ર બનીને રહેવા માંગતી હતી

image source

જોકે લગ્નના કેટલાક સમય પછી બંનેએ આ અંગે ખુલીને વાત કરી હતી. અંગદે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે અન્ડર -19 રમતો હતો, ત્યારે તેણે જીમ સેશન્સ દરમિયાન એક છોકરીને ઘણા ટૂંકા સ્કર્ટમાં જોઈ હતી. તેના ઘણા સમય પછી બંનેની મુલાકાત મુંબઇમાં થઈ અને બંને મિત્ર બની ગયા. અંગદે કહ્યું કે તે ત્યારે પણ નેહામાં ઈન્ટ્રેસ્ડેડ હતો પરંતુ તે ફક્ત મિત્ર બનીને રહેવા માંગતી હતી.

image source

લાંબા સમય સુધી વસ્તુઓ આ રીતે ચાલુ રહી અને પછી અંગદે નેહાને પ્રપોઝ કર્યું. જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે નેહાએ ત્યારે અંગદની પ્રપોઝલને નકારી દીધી હતી.

અંગદ ફરીથી નેહાને પ્રપોઝ કરવા ગયો

image source

જો કે, ચાર વર્ષ પછી, અંગદ ફરીથી નેહાને પ્રપોઝ કરવા ગયો અને આ વખતે તેણે કહ્યું કે હું તને પ્રેમ કરું છું અને હવે કા તો તુ મારી પત્ની બનીશ અથવા કંઈ નહીં. બંનેએ 18 નવેમ્બર 2019 ના રોજ લગ્ન કર્યાં હતાં. પરંતુ ઓછા લોકો જાણે છે કે જ્યારે નેહા અને અંગદના લગ્ન થયા ત્યારે તે ગર્ભવતી હતી. બંનેએ ઉતાવળમાં લગ્ન કરી લીધાં અને થોડા જ સમયમાં નેહાના બેબી બમ્પ સાથેની તસવીરો સામે આવી. નોંધનિય છે કે એક્ટ્રેસ નેહા ધૂપિયા પોતાના બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. તે બિન્દાસપણે પોતાનો મત મૂકે છે. નેહા લોકડાઉન પહેલા એમ ટીવી શો રોડીઝમાં જજ તરીકે નજર આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "પહેલી મુલાકાતમાં જ નેહા ધૂપિયાને દિલ દઈ બેઠો હતો અંગદ, નેહા પ્રેગનન્ટ થવાને કારણે ઉતાવળમાં કરવા પડ્યા હતા લગ્ન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel