રાત્રિ કરફ્યુ એક કલાક ઘટયો એની પાછળ કઇક આવું છે રાજકારણ, આ માટે ૧૧ના બદલે ૧૨ વાગ્યા સુધી આપી પરમિશન
આજે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિ કરફ્યુ લંબાવવા અંગે આજે બપોરે ત્રણ વાગ્યે મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ રાત્રિ કરફ્યુ અંગે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશનર પણ જાહેરનામું બહાર પાડી શકે છે.

હવે 12થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ રહેશે. આ નિયમ ૨૮ ફેબ્રુઆરી સુધી લાગુ રહશે. ત્યારે જો વાત કરીએ તો આ સપ્તાહમાં મહાનગરોની ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત આગામી 24 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મોટેરા સ્ટેડિયમ ખાતે ડે-નાઈટ ટેસ્ટ મેચ પણ રમાવાની છે. ત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે આ બધા આયોજનના પગલે રાત્રિ કરફ્યુમા વધુ એક કલાકની છૂટ આપવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

આ ઉપરાંત મળતી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો સ્ટેડિયમમાં 50 હજાર જેટલા દર્શકો આવવાના છે. આ સંજોગોમાં કર્ફ્યૂ હોવાને કારણે દર્શકોને ભારે મુશ્કેલી પડી શકે છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે કર્ફ્યૂના કારણે પોલીસ અને પ્રક્ષેકો વચ્ચેની બબાલ ન થાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

સાથે જ જો વાત કરીએ તો ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ કાબૂમાં છે અને રિકવરી રેટ લગભગ 97 ટકા આસપાસ છે. એવા સમયે ગુજરાત સરકારે ચાર મહાનગરના લોકોને વધુ રાહત આપતો નિર્ણય કરીને પહેલી ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીના સમય દરમિયાન રાત્રિ કર્ફ્યૂ 11 વાગ્યાથી લઇને સવારે 6 વાગ્યા સુધીનો કર્યો હતો. જે હવે ૧૨ થી ૬ સુધી કરવામાં આવ્યો છે.

આ સાથે જ લગ્ન પ્રસંગને લઈ વાત કરીએ તો લગ્ન સહિતના પ્રસંગો યોજનારા પરિવારો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે રાત્રિ કરફ્યુની સાથે સરકાર લગ્ન પ્રસંગ તેમજ અન્ય જાહેર કાર્યક્રમો માટે પણ છૂટછાટ આપી શકે છે. જો એક મહિના પહેલાં અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું એ પ્રમાણે વાત કરીએ તો કહેવામાં આવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન અને અન્ય પ્રસંગો યોજનારા પરિવારો માટે હાશકારો થાય એવા સમાચાર પણ છે.

રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે સામાજિક કે ધાર્મિક સમારોહ જો ખુલ્લા સ્થળોમાં, પાર્ટી પ્લોટ કે કોમન પ્લોટ જેવાં સ્થળોએ યોજાવાના હોય તો એમાં વ્યક્તિ મર્યાદા રહેશે નહીં. જ્યારે બંધ સ્થળો જેવાં કે હોલ, બેન્ક્વેટ કે હોટલ, ઘર કે અન્ય કોઇ ખાનગી કે જાહેર મકાન અથવા જ્ઞાતિની વાડીઓમાં સમારોહ યોજવો હોય તો સંખ્યાની દૃષ્ટિએ 200થી વધુ નહીં તેટલા લોકો ભાગ લઇ શકે છે. જેથી લોકો માટે એક સારા સમાચાર પણ છે.

આ સાથે જ પંકજ કુમારે જણાવ્યું હતું કે કેટલાક નિયમો હળવા કરવામાં આવી રહ્યા છે. જોકે આ દરમિયાન કોઇપણ વ્યક્તિએ મોં અને નાક ઢંકાય એ રીતે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. આયોજકે અને યજમાને સમારોહના સ્થળ પર સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ રીતની વ્યવસ્થા કરવાની રહેશે.

સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ માટે સમારોહ સ્થળે ખુરશીઓ વચ્ચે અંતર તથા લોકોને ઊભા રહેવા માટે ફ્લોર માર્કિંગ પણ કરવાનું રહેશે. ત્યારે હવે આ નિયમો પાળીને તમે કાર્યક્રમ યોજી શકો છો. આ સાથે જ ખુશીના સમાચાર એ છે કે ગુજરાતમાં લગાતાર પરિસ્થિતિ સારી થઈ રહી છે. મોતનો આંકડો પણ ઘટી રહ્યો છે અને કેસ પણ નહિવત આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "રાત્રિ કરફ્યુ એક કલાક ઘટયો એની પાછળ કઇક આવું છે રાજકારણ, આ માટે ૧૧ના બદલે ૧૨ વાગ્યા સુધી આપી પરમિશન"
ટિપ્પણી પોસ્ટ કરો