શું તમને ખબર છે માનસિક સ્વાસ્થ્યના લાભ કેટલું જરૂરી છે હ્યૂમન ટચ, જાણો હગ કરવું છે કેટલું ફાયદાકારક…
મિત્રો, જ્યારે પણ તમારી મુલાકાત તમારા મિત્રો સાથે થાય છે ત્યારે તમારી પહેલી પ્રતિક્રિયા તેમને જાદુની જપ્પી એટલે કે ‘હગ’ આપવાની હોય છે. ફક્ત આટલુ જ નહીં પરંતુ, ઑફિસમા પણ હેન્ડ શેક એ સામાન્ય વાત બની ચુકી છે. શું તમને ખ્યાલ છે કે, જ્યારે તમે કોઇને ગળે મળો છો અથવા તો હેન્ડ શેક કરો છો તેના કેટલા ફાયદા થાય છે?

હાલ, એક સંશોધનમા જાણવા મળ્યુ છે કે, આવા સ્નેહ સંબંધ જેમકે, કોઈનો હાથ પકડવો, કોઈને ગળે મળવુ એ તમારા બ્લડપ્રેશર લેવલ તથા તમારી હાર્ટ બીટને પણ નોર્મલ કરી શકે છે. આના કારણે કેટલીય હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓનુ સમાધાન શક્ય છે. આપણે આપણા પાર્ટનર સિવાય જેને પણ નજીકના વ્યક્તિ માનતા હોવ તો તેની સાથે તમે ગળે મળી શકો છો. આમ, કરવાથી તમારી બંનેની વચ્ચેની નિકટતા તો વધશે જ પરંતુ, આ સાથે જ માનસિક સ્વાસ્થ્યમા પણ લાભ થશે, તો ચાલો જાણીએ કેવી રીતે?
માનસિક તણાવની સમસ્યામા રાહત મળશે :

જો તમે કોઈપણ પ્રકારના તણાવમા છો અથવા તો કોઇ પ્રકારની સમસ્યાથી ઘેરાઇ ચુક્યા છો અને તે સમયે કોઇ તમારી નજીકનુ વ્યક્તિ આવીને તમને હગ કરે છે, તો તમને ખુબ જ સારુ ફીલ થાય છે. ઑક્સફોર્ડ યૂનિવર્સિટીના એક મનોવૈજ્ઞાનિક પ્રોફેસરનુ કહેવુ છે કે, ગળે મળવાથી તમારા તણાવમા ઘટાડો થાય છે અને તમારા માનસિક સ્વાસ્થ્યમા પણ ઝડપથી સુધારો આવે છે.
ખુશીનુ પ્રમાણ વધશે :

જ્યારે પણ કોઇ વ્યક્તિ તમને ગળે મળે છે ત્યારે તમારા શરીરમા રહેલ ઑક્સીટોસિન હૉર્મોનના સ્તરમા વૃદ્ધિ થાય છે. તે લોકો આપણી આસપાસ હોય તો આપણને ખુબ જ સારુ લાગે છે. આ લોકોની સાથે રહેવાથી ઑક્સીટોસિન હૉર્મોન નિરંતર રિલીઝ થયા રાખે છે અને આપણો મૂડ પણ સારો રહે છે.
હૃદય વધારે મજબૂત બને છે :

જ્યારે પણ આપણે કોઇ વ્યક્તિને ગળે મળીએ છીએ ત્યારે આપણને એક અલગ જ પ્રકારની મજબૂતીનો એહસાસ થાય છે. વાસ્તવમા વૈજ્ઞાનિકોને પણ એવુ જાણવા મળ્યુ છે કે, ગળે મળવુ એ આપણા તંદુરસ્ત હૃદય માટે અત્યંત આવશ્યક છે. યૂનિવર્સિટી કૉલેજ લંડનના પ્રોફેસર પણ આ વાત સ્વીકારે છે કે, જ્યારે તમારી કોઇ ગમતી વ્યક્તિ તમારો હાથ પકડે છે અથવા તો ગળે મળે છે ત્યારે તમારા બ્લડપ્રેશર લેવલ અને હાર્ટ બીટમા ઘટાડો થવા લાગે છે. આ હ્યૂમન બૉડીના હેલ્ધી હાર્ટ માટે ખૂબ જ જરૂરી છે.
એકલતામાંથી મુક્તિ મળે છે :

કોવિડના સમયગાળામા લોકોને જો કોઈ સૌથી વધારે મુશ્કેલી પડી હોય તો તે છે, પોતાના લોકો સાથે શારીરિક રીતે અંતર જાળવવુ. ડોકટરોનુ કહેવુ એવુ છે કે, માનવ શરીરની સંરચના જ એ પ્રકારની છે કે, તેને દર વખતે કોઇ પોતાનું ખૂબ જ નજીક જોઇએ. જ્યારે વ્યક્તિ માતાના પેટની અંદર રહે છે ત્યારથી તે આ પ્રકારનો નેચર લઇને જન્મ લે છે. એવામા પોતાના નજીકના લોકોથી દૂર રહેવુ તેને માનસિક રીતે અસર કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શું તમને ખબર છે માનસિક સ્વાસ્થ્યના લાભ કેટલું જરૂરી છે હ્યૂમન ટચ, જાણો હગ કરવું છે કેટલું ફાયદાકારક…"
ટિપ્પણી પોસ્ટ કરો