રહસ્ય! વઢવાણના આ ગામમા આવેલી વાવમાંથી દર ત્રણ વર્ષે પાણી ભરેલા વાસણો આવે છે બહાર
આ વિશ્વ ઘણા રહસ્યોથી ભરેલુ છે. એવા ઘણા વણઉકેલ્યા રહસ્યો છે જેની વિશે આ પણ લોકો અજાણ છે. ભારતમાં પણ એવી ઘણી રહસ્યમયી જગ્યાઓ આવેલી છે જેનું રહસ્ય આજે પણ અકબંધ છે. તો બીજી ગુજરાતમાં પણ એવા ઘણા ગામો અને વિસ્તારો છે જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે.તેમાના ઘણા રહસ્યો સંશોધકોમે પોતાની તરફ ખેંચે છે. આજે અમે તમને વાત કરવાના છીએ ગુજરાતના વઢવાણ વિસ્તારની કે જ્યાં વઢવાણના બલદાણા ગામમાં 800 વર્ષ પ્રાચિન ઐતિહાસિક હોલમાતા વાવમાંથી પાણી ભરેલ બેડા બહાર આવતા પૂજાની પરંપરા છે.
ગુરૂવારના રોજ સ્ટીલની બોઘણી બહાર આવી

તમને જણાની નવાઈ લાગશે કારણે પાણી ભરેલી પાત્ર કેવી રીતે બહાર આવી શકે. પરંતુ વર્ષોથી આ ઘટના અહી ઘટી રહી છે. આ પરંપરા મુજબ ત્રણ થી ચાર વર્ષે પાણી ભરેલા સ્ટીલના વાસણો ઇઢોંણી સાથે બહાર આવે છે. તમને જણાવી દઈએ કે ગુરૂવારના રોજ સ્ટીલની બોઘણી બહાર આવી હતી. સ્થાનિક લોકોમાં આ જગ્યાનું અનેરૂ મહત્વ છે. જ્યારે આવી ઘટના બને છે ત્યારે ગામ લોકો દ્વારા એક નિવૈદનું આયોજન કરવામાં આવે છે. જ્યારે ગુરુવારના રોજ જ્યારે આ ઘટના બની ત્યારે પરંપરા મુજબ ગ્રામજનોએ ઢોલ નગારા સાથે બોઘણીને વધાવી ગ્રામજનોએ એક સાથે નિવૈદ કરીને મહાપ્રસાદ લીધો હતો. તમને જણાવી દઈએ કે વઢવાણ વિસ્તારમાં 999 વાવો આવેલી છે આ દરેક વાવ ઐતિહાસિક પરંપરા છે.
સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ
તમને જણાવી દઈએકે બલદાણા ગામમાં આવેલી હોલમાતાની વાવ અનોખી ઐતિહાસિકતાપરંપરા ધરાવે છે. નોંધનિય છે કે, આ હોલમાતા મંદિર પાસે આવેલ હોલવાવ આશરે 800 વર્ષ જુની છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વાવ માંથી દર ત્રણથી ચાર વર્ષે વાવમાં પડી ગયેલા વાસણો પૈકી કોઇ પણ બેડુ કે અન્ય વાસણો આપોઆપ બહાર આવવાની પરંપરા છે. જ્યારે વાવ માંથી વાસણ બહાર આવે ત્યારે ગ્રામજનો તેને માતાજીની પ્રસાદી સમજે છે. અને તે દિવસે ગામના દરેક ઘરમાં લાપસીના નિવૈદ ધરાવવામાં આવે છે. આ દરમિયાન સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ હોય છે. લોકોને માતાજી પ્રત્યે અનોખી શ્રદ્ધા છે.
વાસણોને હોલ માતાજી પાસે પૂજા માટે મૂકવામાં આવે છે
તમને જણાવી દઈએ કે 2018ની સાલમાં વૈશાખ સુદ પૂનમે આ વાવમાંથી ઈંઢોણી સાથેનું બેડુ બહાર આવ્યુ હતુ. આ ઘટના અંગ બલદાણાના પૂર્વ સરપંચ અને ભૂવા ધીરૂભા અસવારે જણાવ્યુ કે, હોલ માતા એ અમારા ગામ દેવી છે અને આજે પણ ગ્રામજનોને અતૂટ આસ્થા છે. તો બીજી તરફ દુષ્કાળના સમયમાં પણ આ હોલમાતા વાવમાંથી ગ્રામજનોને પાણી મળી રહે છે. જ્યારે ગુરૂવારે બોઘણી બહાર આવી ત્યારે ગામમાં ઉત્સાહનો માહોલ હતો. ગ્રામલોકોએ ઢોલ નગારા સાથે ગામ દેવીને નિવૈદ ધરાવ્યા હતા.તમને જણાવી દઈએ કે વાવ માંથી નિકળેલા વાસણોને હોલ માતાજી પાસે પૂજા માટે મૂકવામાં આવે છે.
સ્ટીલના વાસણો વમળો વચ્ચે બહાર આવે છે

નોંધનિય છે કે આ વાવ કે કુવામાં પાણીના વહેણ બદલાય છે. આંતરિક ફેરફારો અંદર થતા આ ઘટના સર્જાય છે. જેમાં માટીના કે સ્ટીલના વાસણો વમળો વચ્ચે બહાર આવે છે. હોલમાતા વાવમાં દર ત્રણ વર્ષે આ ઘટના બને છે. તમને જણાવી દઈએ કે આ ઘટના વિજ્ઞાન, શ્રધ્ધા-ધર્મનો સમન્વય થયેલો બતાવે છે. તો બીજી તરફ એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે, મારૂ ઘર વાવની સામે જ છે. ગુરૂવારના દિવસે નાના છોકરાઓ મારી પાસે આવી કહ્યું કે વાવના પાણીમાં ભમ્મરો થવા લાગી છે. જેથી હું દોડીને તુરંત ત્યાર ગયો હતો. ઘુમરે ચડેલા પાણીમાં બોઘણુ બહાર આવ્યુ હતુ. ત્યાર બાદ આ ઘટનાની જાણ ગામવાસીઓને થતા સમગ્ર ગામના લોકો અહીં ભેગા થયા હતા અને બાદમાં માતાજીના નિવૈદ કરવામાં આવ્યા હતા. સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "રહસ્ય! વઢવાણના આ ગામમા આવેલી વાવમાંથી દર ત્રણ વર્ષે પાણી ભરેલા વાસણો આવે છે બહાર"
ટિપ્પણી પોસ્ટ કરો