10 ફિલ્મ ડાયરેક્ટર્સ. જે પરણિત હોવા છતાં બીજી હીરોઇનને આપી બેઠા દિલ, બાપ રે જેમાં નંબર 3 તો…
બોલીવુડમાં લગ્નેતર સંબંધ કોઈ નવી વાત નથી. ઘણીવાર હીરો હીરોઇનના અફેરની ખબર સાંભળવા મળે છે. જેના કારણે લગ્ન તૂટી જાય છે. આજે અમે તમને અમુક એવા જાણીતા ડાયરેક્ટર્સ વિશે જણાવીશું જે પરણિત હોવા છતાં બોલિવુડ અભિનેત્રી તરફ આકર્ષિત થયા હતા. એમાંથી અમૂકને ફો પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો અને પોતાની પત્ની તરફ પરત ફર્યા પણ અમૂકે પોતાની પત્નીને છોડીને હિરોઇન સાથે લગ્ન કરી લીધા.
રાજ કપૂર.

બોલિવુડના શો મેન રાજ કપૂરને હંમેશા એક મહાન કલાકાર, પ્રોડ્યુસર અને ડાયરેકટરના રૂપમાં યાદ કરવામાં આવે છે. વર્ષ 1930માં રાજ કપૂરે પોતાની ફર્સ્ટ કઝીન કૃષ્ણા મલ્હોત્રા સાથે લગ્ન કર્યા અને આ કપલને 5 બાળકો હતા. એવું કહેવામાં આવે છે કે રાજ કપૂર એમના જમાનાની જાણીતી અભિનેત્રી નરગિસની ખૂબ જ પસંદ કરતા હતા. તમને જણાવી દઈએ કે બંનેએ આવરા અને શ્રી 420 જેવી હિટ ફિલ્મો આપી છે. જો કે બંનેનું અફેર 10 વર્ષ સુધી ચાલ્યું પણ અંતમાં નરગિસે આ સંબંધ તોડી નાખ્યો કારણ કે રાજ કપૂર પોતાની પત્ની અને બાળકોને છોડવા માટે તૈયાર નહોતા. એ પછી રાજ કપૂર હંમેશા કૃષ્ણા રાજ સાથે જ રહ્યા.
રમેશ સિપ્પી.

શોલે જેવી સુપર ડુપર હિટ ફિલ્મ આપનાર ડાયરેકટર રમેશ સિપ્પી ગીતા સાથે સુખી લગ્નજીવન જીવી રહ્યા હતા પણ પછી એમના જીવનમાં ટીવી એક્ટ્રેસ કિરણ જુનેજાનું આગમન થયું. રમેશ પહેલીવાર કિરણને દૂરદર્શનના શો બુનિયાદના સેટ પર મળ્યા હતા અને એ પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. રમેશે કિરણ સાથે લગ્ન કરવા માટે પોતાની પત્નીને ડિવોર્સ આપી દીધા, જે એમના દીકરાના ઉંમરની હતી.
રોહિત શેટ્ટી.

ફિલ્મ ડાયરેકટર રોહિત શેટ્ટી ફિલ્મોમાં કાર ઉડાવવા માટે જાણીતા છે. એમની ફિલ્મોમાં કોમેડી અને એક્શનનો જબરદસ્ત તડકો હોય છે જેના લીધે એમની ફિલ્મો હિટ થાય છે. એમની ગોલમાલ સિરીઝએ તો દરેકને હસાવ્યા છે. રોહિતના લગ્ન માયા શેટ્ટી સાથે વર્ષ 2005માં થયા હતા. એમનું લગ્નજીવન સારું વીતી રહ્યું હતું પણ પછી રોહિતની લાઈફમાં એક્ટ્રેસ પ્રાચી દેસાઈની એન્ટ્રી થઈ. બોલ બચ્ચનના શૂટિંગ દરમિયાન રોહિત પોતાની જાતને પ્રાચી તરફ આકર્ષાતા રોકી ન શક્યા અને બંનેએ એકસાથે રહેવાનું શરૂ કરી દીધું. પણ પછી રોહિતે પ્રાચી દેસાઈ સાથે સંબંધ તોડી નાખ્યો અને પોતાની પત્ની પાસે પરત ફર્યા.
વિક્રમ ભટ્ટ.

ફિલ્મ ડાયરેકટર વિક્રમ ભટ્ટ કામ કરતા વધુ પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. વિક્રમે પોતાની બાળપણની મિત્ર અદિતિ સાથે લગ્ન કર્યા હતા પણ જ્યારે વિક્રમનું અફેર સુસ્મિતા સેન સાથે શરૂ થયું તો વિક્રમ ભટ્ટના લગ્ન તૂટી ગયા . એમના અફેર અને લગ્ન બંને તૂટી ગયા પછી એ એટલા દુઃખી થઈ ગયા હતા કે એમને આત્મહત્યા કરવાની કોશિશ પણ કરી હતી. એમને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને મારી પત્ની અને બાળકોને છોડવાનું દુઃખ હંમેશા રહેશે. મેં એમને બહુ દુઃખ આપ્યું, જે વાતનું મને હંમેશા દુઃખ રહેશે.
મહેશ ભટ્ટ.

એ વાત તો આપણા બધાને ખબર છે કે મહેશ ભટ્ટે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ઘણા બોલ્ડ ડીસીઝન લીધા હતા. મહેશ ભટ્ટના લગ્ન કિરણ ભટ્ટ સાથે થયા હતા, એ દરમિયાન એમના જીવનમાં પરવીન બોબી આવી. બંનેના સંબંધોમાં શરૂઆતથી જ તકલીફો હતી અને જલ્દી જ મહેશ ભટ્ટને અહેસાસ થઈ ગયો કે એ પરવીન બાબી સાથે નહિ રહી શકે. પછી એ પોતાની પહેલી પત્ની પાસે પરત ફર્યા. પછી એમના જીવનમાં સોની રાજદાન આવી. એમને પોતાની પત્નીને ડિવોર્સ નહોતા આપ્યા એટલે એમને ઇસ્લામ ધર્મ અપનાવી લીધો અને સોની રાજદાન સાથે લગ્ન કરી લીધા.
અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપ એક ઉમદા ડાયરેકટર છે જે રિસ્ક લેવામાં જરાય ડરતા નથી. પોતાની ફિલ્મ દેવ ડીના શૂટિંગ દરમિયાન એમની મુલાકાત કલકી કોચલીન સાથે થઈ. પરણિત હોવા છતાં એ કલકી કોચલીનના પ્રેમમાં પડ્યા અને વર્ષ 2009માં પોતાના 6 વર્ષ જુના લગ્ન તોડી નાખ્યા અને 2011માં કલકી સાથે લગ્ન કરી લીધા. એમના આ લગ્ન પણ વધુ સમય સુધી ન ટક્યા અને 2015માં બંનેના ડિવોર્સ થઈ ગયા.
બોની કપૂર.

બોની કપૂર અને શ્રીદેવીની લવસ્ટોરી વિશે કોણ નથી જાણતું. એ ફિલ્મો કરતા વધુ શ્રીદેવીના કારણે ફેમસ થયા હતા. બોની કપૂરના લગ્ન 1983માં મોના કપૂર સાથે થયા હતા જેનાથી એમને અંશુલા અને અર્જુન નામના બે બાળકો હતા. પણ શ્રીદેવી સાથે લગ્ન કરવા માટે બોનીએ 1996માં મોના કપૂરને ડિવોર્સ આપી દીધા અને શ્રીદેવી સાથે લગ્ન કરી લીધા.
ગુરુ દત્ત.

ગુરુ દત્તે સાહિબ બીવી ઓર ગુલામ અને પ્યાસા જેવી ક્લાસિક ફિલ્મો આપી છે. એકટર અને ડાયરેકટર તરીકે એમને ઘણું નામ મેળવ્યું હતું. એ પોતાની પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ અનુશાષિત હતા. પણ પર્સનલ લાઈફમાં એ એવું ન કરી શક્યા. ગુરુ દત્તના લગ્ન ગીતા દત્ત સાથે થયા હતા. દારૂ અને સ્મોકિંગના કારણે એમનું પરિવારિક જીવન ખૂબ જ ડિસ્ટર્બ હતું. પચ8 એમના જીવનમાં વહીદા રહેમાનનું આગમન થયું અને એમની સાથે એમનું અફેર ચાલ્યું. જો કે ગુરુ દત્તે વહીદા રહેમાન માટે પોતાની પત્ની ન છોડી.
આદિત્ય ચોપડા

યશ ચોપડાના દીકરા આદિત્ય ચોપડાના લગ્ન પાયલ ખન્ના સાથે 2001માં થયા હતા પણ આદિત્યનું દિલ જલ્દી જ રાની મુખર્જી પર આવી ગયું. વર્ષ 2009માં આદિત્યએ પોતાની પત્ની પાયલને ડિવોર્સ આપી દીધા અને રાની મુખર્જી સાથે લગ્ન કરી લીધા.
ઈમ્તિયાઝ અલી.

ઈમ્તિયાઝ અલી જટિલ માનવીય લાગણીઓને પડદા પર બતાવવા માટે ઓળખાય છે. ઈમ્તિયાઝ એલીના લગ્ન પ્રીતિ નામની સ્ત્રી સાથે થયા હતા જેનાથી એમને એક દીકરી હતી. પણ પછી ઈમ્તિયાઝને પાકિસ્તાની મોડલ સાથે અફેરની ખબર ઉડવા લાગી. જેના કારણે 2012માં ઈમ્તિયાઝ અલીના લગ્ન તૂટી ગયા
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "10 ફિલ્મ ડાયરેક્ટર્સ. જે પરણિત હોવા છતાં બીજી હીરોઇનને આપી બેઠા દિલ, બાપ રે જેમાં નંબર 3 તો…"
ટિપ્પણી પોસ્ટ કરો