આ શહેરમાં સવારના 4 વાગે લોકો કરી લે છે બ્રેકફાસ્ટ, દિવસમાં 4-5 વાર નહિં પણ ખાય છે આટલી બધી વખત

સામાન્ય રીતે થાઈલેન્ડ દેશમાં ખાવા મામલે ભારે વિવિધતા જોવા મળે છે. થાઈલેન્ડના ફૂડ કલચરને એક્સપલોર કરવા માટે અહીં વર્ષ ભર પર્યટકો આવતા હોય છે. જો કે થાઈલેન્ડનું એક શહેર એવું પણ છે જે ખાવા મામલે અલગ જ સ્તરે છે. થાઈલેન્ડના આ શહેરનું નામ છે ત્રાગ. સામાન્ય રીતે આ શહેરના લોકો સવારના નાસ્તા માટે સુરજ ઉગવાની રાહ નથી જોતા અને સૂરજ ઉગે તે પહેલાં જ તેઓ નાસ્તા માટે તૈયાર થઈ જાય છે.

trang food
image source

ત્રાગ શહેરના લોકો ખોરાક ખાવા બાબતે ઘણા જ ગંભીર મનાય છે. થાઈલેન્ડમાં એક બાજુ જ્યાં લોકો ત્રણ કે ચાર વખત ખોરાક ખાવાનું પસંદ કરે છે ત્યારે બીજી બાજુ ત્રાગ શહેરના લોકો દિવસમાં આઠ થી નવ વખત ખાય તો પણ તેમના માટે એ સામાન્ય કામ છે. નોંધનીય છે કે ત્રાગ શહેરમાં ડીમ સમ, રોસ્ટ પોર્ક અને ડીપ ફ્રાઈ ડફ જેવી વાનગીઓ ઘણી લોકપ્રિય છે. અહીંના લોકોની ખાવા બાબતે પસંદગી જોઈ રેસ્ટોરન્ટમાં અનેક પ્રકારના કર્મચારીઓ રાખવામાં આવે છે.

trang food
image source

ત્રાગ શહેરમાં રેસ્ટોરન્ટ ધરાવતા જાનદીર્દસકએ સમાચાર સંસ્થા બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે ત્રાંગના રેસ્ટોરન્ટમાં 24 કલાક કર્મચારીઓની જરૂર રહે છે. અસલમાં ત્રાંગ શહેર આસપાસ રબર ફાર્મિંગ ઇન્ડસ્ટ્રી આવેલી છે. આ ઇન્ડસ્ટ્રી માટે કામ કરતા કર્મચારીઓ રબરના વૃક્ષોમાંથી લેટેક્સ નામનો પદાર્થ એકઠો કરવા મોડી રાત્રે 2 વાગ્યાથી જ કામે લાગી જાય છે અને સામાન્ય રીતે આ લોકોએ સવારે સુરજ ઉગે તે પહેલાં બે વખત જમી લીધું હોય છે.

trang food
image source

એ ઉપરાંત જે લોકો રેસ્ટોરન્ટ ચલાવે છે તેઓ રેસ્ટોરન્ટનો સામાન લેવા માટે વહેલી સવારે 4 વાગ્યે જ નીકળી પડે છે. અહીંની અનેક નાની મોટી હોટલોના કર્મચારીઓ રસોયાઓ સામાન્ય રીતે રાત્રે 3 વાગ્યે ઉઠીને અહીંની એક લોકપ્રિય ડીશ ડીપ ફ્રાય ડફ બનાવવાનું શરૂ કરી દે છે. હોટલોમાં સવારે 5 વાગ્યાથી જ બ્રેકફાસ્ટ સર્વ કરવાનું શરૂ થઈ જાય છે અને 7 થી 8 વાગ્યા સુધીમાં તો ત્યાંનો ખોરાક પૂરો પણ થઈ જાય છે.

trang food
image source

ત્રાંગ શહેરની વસ્તીની વાત કરીએ તો અહીં વિવિધ ધર્મના લોકો રહે છે જે પૈકી મુસ્લિમ લોકો અહીં ઓપન એયર હલાલ રેસ્ટોરન્ટ પણ ચલાવે છે. જ્યારે એથનીક થાઈ સમાજના લોકો અહીં 24 કલાક સ્ટોલ ચલાવે છે. ચીનના લોકો પણ અહીં સારી એવી વસ્તી ધરાવે છે જે પોતાની ડીમ સમ ડીશ માટે પ્રખ્યાત છે.

trang food
image source

આ બધી ડીશો વિશ્વના અન્ય વિસ્તારોમાં ભલે લંચ તરીકે ઉપયોગમાં લેવાતી હોય પણ અહીં થાઈલેન્ડના ત્રાંગ શહેરમાં તો એ બ્રેકફાસ્ટ તરીકે જ ઉપયોગમાં લેવાય છે.

Related Posts

0 Response to "આ શહેરમાં સવારના 4 વાગે લોકો કરી લે છે બ્રેકફાસ્ટ, દિવસમાં 4-5 વાર નહિં પણ ખાય છે આટલી બધી વખત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel