હવે ભૂલથી પણ ન મોકલતા આવા મેસેજ, મોદી સરકાર આવી એક્શન મોડમાં
વોટ્સએપ પર ફેક અને સ્પેમ મેસેજ ફેલાતા રોકવા માટે ભારત સરકાર નવી સિસ્ટમ લાવવાની યોજના બનાવી રહી છે. ભારત સરકારે લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપને દરેક મેસેજ માટે એક આલ્ફા-ન્યુમેરિક હેશ અસાઇનિંગ સિસ્ટમ શરૂ કરવા જણાવ્યું છે. whatsAppપર સ્પમ મેસેજ સૌથી વધુ વાયરલ થાય છે, તેથી જ સરકાર વોટ્સએપ દ્વારા ફેલાવાતી ભ્રામક માહિતીથી લોકોને બચાવવાની યોજના બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે લાંબા સમયથી, ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓ અને WhatsApp અધિકારીઓ સ્પેમ મેસેજનું મૂળ શોધવા માટે વાતચીતમાં રોકાયેલા છે. પરંતુ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને કારણે, ફેસબુકની માલિકીની કંપની તેના પર નિર્ણય લઈ શકી નથી.
WhatsAppનું માનવું છે કે WhatsApp પર દરેક મેસેજ એન્ક્રિપ્ટ હોય છે, જો મેસેજના ઉત્પતી સ્થાનની જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેનાથી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન તકનીક બ્રેક થશે. ઇટી ટેકના એક રિપોર્ટ અનુસાર ભારત સરકાર હવે આ માટે બીજુ સોલ્યુશન લઈને આવી છે. ભારત સરકાર WhatsApp પર નવી સિસ્ટમ લાવવાની દરખાસ્ત કરી રહી છે, જેના દ્વારા પ્લેટફોર્મની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન તકનીકને તોડ્યા વિના સેમેજની ઉત્પત્તિ શોધી શકાય છે. આ નવી સિસ્ટમનું નામ ‘આલ્ફા-ન્યુમેરિક હેશ’ રાખવામાં આવ્યું છે.
આ સિસ્ટમ અંતર્ગત, સરકાર વોટ્સએપને તેના પ્લેટફોર્મ પર મોકલેલા દરેક મેસેજ માટે એક યુનિક આલ્ફા-ન્યુમેરિક હેશ નંબર જનરેટ કરવા કહી રહી છે. જો વોટ્સએપ આ યોજનાનો અમલ કરે છે, તો પ્લેટફોર્મ પર મોકલેલો દરેક મેસેજ A થી Z સુધી અક્ષરો અને 0-9 નંબરો સાથે એક કોડની સાથે આવશે જેનાથી ખબર પડશે કે પર્ટિકુલર મેસેજ કોણે સેન્ડ કર્યો છે અને વોટ્સએપની એન્ક્રિપ્શનને પણ તોડવી નહીં પડે.
તો બીજી તરફ વૉટ્સઍપ પોતાની પ્રાઇવેસી પૉલિસીને અપડેટ કરી રહ્યું છે અને આ પૉલિસીને જો 15 મે સુધી સ્વીકારવામાં નહીં આવે તો યૂઝર મૅસેજ મોકલી પણ નહીં શકે અને તેને કોઈના મૅસેજ મળી પણ નહીં શકે. નોંધનિય છે વોટ્સએપની પ્રાઈવસી પોલીસીને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે ઘણા યૂઝર્સે વોટ્સએપને બાઈ બાઈ કહી અન્ય મેસેજિંગ એપ પર જવા લાગ્યા છે.
હવે જ્યા સુધી વોટ્સએપની નવી પોલીસનો તમે સ્વિકાર નહી કરો તમારી અકાઉન્ટ કામ કરવાનું બંધ કરી દેશે અને 120 દિવસ બાદ ડિલીટ થઈ જશે. નોંધનિય છે કે, થોડા સમય માટે ફોન કૉલ અને નૉટિફિકેશન મળી શકશે. જોકે, ટેકક્રન્ચના રિપોર્ટ પ્રમાણે આ પણ માત્ર થોડાં અઠવાડિયાં સુધી જ થઈ શકશે. નોંધનિય છે કે, વૉટ્સઍપે જાન્યુઆરીમાં અપડેટ અંગે જાહેરાત કરી હતી અને ત્યારબાદ ભારે વિવાદ પણ થયો હતો.
0 Response to "હવે ભૂલથી પણ ન મોકલતા આવા મેસેજ, મોદી સરકાર આવી એક્શન મોડમાં"
ટિપ્પણી પોસ્ટ કરો