તારક મહેતા…માં દયાબેન વિશે નવા અંજલી ભાભી બોલી ગયા કંઇક ના બોલવાનું આવું, અને પછી થયું…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલ સૌને પસંદ છે. શોના દરેક કિરદારે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. શોમાં દયાબેનનું કેરેક્ટર છે જે પોતાના અંદાજથી લોકોને માટે ખાસ જગ્યા બનાવી ચૂક્યું છે. આ શોમાં દયાબેન વિના કોઈ મજા આવી રહી નથી. શોમાં તેમની વાપસીને લઈને લોકો અનેક ક્યાસ લગાવી ચૂક્યા છે. આ સમયે શોના અન્ય વ્યક્તિ અંજલી ભાભીએ આ મામલે ચૂપકીદી તોડી છે અને સત્ય સામે લાવ્યું છે.

image source

દિશા વાકાણી એટલે કે દયાબેનની શોમાં વાપસીને લઈને અનેક અટકળો અનેક સમયથી ચાલી રહી છે. જ્યારે તેઓએ 2017માં શો છોડ્યો હતો ત્યારથી એવા ન્યૂઝ આવી રહ્યા છે કે મેકર્સ તેમની જગ્યાએ કોઈ અન્યની શોધ કરી રહ્યા છે.

image source

જો શોમાં આવું થાય છે તો કંઈ નવું થવાનું નથી કેમકે તેમાં પહેલા જૂની અંજલી ભાભી એટલે કે નેહા મહેતાને રિપ્લેસ કરતાં સુનયના ફોજગારે તેની જગ્યા લીધી છે આ સમયે શોમાં નવી સોનુ, નવા સોઢીની એન્ટ્રી પણ થઈ છે. હાલમાં હવે સુનયના ફોજદારે દયાબેનની વાપસીને લઈને સમાચાર પર ચુપકીદી તોડી છે.

image source

સુનયનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે આ શો અમારા બધાનો છે. આ ફક્ત કોઈ એક કિરદારનો નથી અને સાથે જ આ શોની ખાસ વાત એ છે કે કોઈ રોલ આજે પમ દર્શકોમાં ફેમસ છે તો તેનો અર્થ એ છે કે શો સારું કામ કરી રહ્યો છે. તેઓએ કહ્યું કે ટીમ પોતાનું 100 ટકા આપી રહી છે. ફક્ત એક વ્યક્તિને તેની ક્રેડિટ આપી શકાય નહીં. કોઈ એક લીડ નથી. દરેક પોતાના ફેવરેટ્સ છે અને તેના કારણે જ શો અત્યારસુધી ચાલી રહ્યો છે.

image source

સુનયના ફોજદારે દયાબેનની વાપસીને લઈને કહ્યું કે આ કેસમાં તે પોતે પણ જાણવા ઈચ્છે છે. તેઓએ કહ્યું કે અમને હજુ સુધી આવી કોઈ વાત કહેવામાં આવી નથી. અંજલી ભાભીએ કહ્યું કે મને લાગે છે કે અસિત સર તેનો જવાબ આપી શકશે. કેમકે અમે પણ જાણવા ઈચ્છીએ છીએ. અણે પોતે પણ એક મેકેને અનેકવાર આ માટે પૂછીએ છીએ. પણ કોઈને કંઈ ખ્યાલ નથી.

image source

અહીં તમને જણાવી દઈએ કે દિશાએ 2017માં મેટરનીટિ લીવને માટે શોમાંથી બ્રેક લીધો હતો. આ પછી તે શોમાં પરત આવી નથી. હેમા માતાજી, અને ટપ્પૂ કે પાપા જેવા ડાયલોગ અનોખી રીતે બોલનાર દર્શકોને મનોરંજન કરનારી દિશાને ફેન્સ મિસ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "તારક મહેતા…માં દયાબેન વિશે નવા અંજલી ભાભી બોલી ગયા કંઇક ના બોલવાનું આવું, અને પછી થયું…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel