જસ્ટિસ ફોર આયશા: આટલું કરુણ મોત તેમ છતાં આરિફે પછી કર્યું કંઇક એવું કે…જે જોઇને પોલીસ પણ ચોંકી ગઈ, આ નફ્ફટ પતિના આવા વર્તન વિશે વાંચીને તમારું પણ લોહી ઉકળી ઉઠશે
છેલ્લા કેટલાક દિવસથી આયશા કેસ સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રેમ લગ્ન કરનારી આયશાએ લગ્નના દોઢ જ વર્ષમાં મોતને વહાલું કર્યું. અને પ્રેમ નફરતમાં ફેરવાઈ ગયો. એવું તો શું થયું કે તેણે પતિને પ્રેમનો એકરાર કર્યો ત્યારે પતિએ તેને કહ્યું કે મરતા પહેલા મને મોતનો વીડિયો મોકલજે. આ શબ્દો જ તમને જણઆવી દે છે કે તે વ્યક્તિ કેટલી હદ નિષઅઠુર અને દયાહીન હશે.
2018માં જાલૌરના આરિફ સાથે પ્રેમ લગ્ન કરનારી આયશાએ 25 ફેબ્રુઆરીએ અમદાવાદની સાબરમતીમાં મોતને વહાલું કર્યું. મોત સમયે પણ દુનિયા અને કોઈનાથી ફરિયાદ ન હતી એક ખાસ સ્મિત તેના ચહેરા પર હતું પણ તેની પાછળનું દર્દ કદાચ ફક્ત તે જ જાણતી હતી.
વટવામાં રહેનારી આયશા મકરાણીના આત્મહત્યા કેસમાં વીડિયો અને પરિવારની ફરિયાદ તથા કોલ ડિટેલ્સ મેળવ્યા બાદ પોલીસે રાજસ્થાન જઈને તેના પતિ આરિફની ધરપકડ કરી છે અને તેને અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદ લાવ્યા બાદ પોલીસે તેની પૂછપરછ શરૂ કરી અને સાથે જ તેઓએ જાણ્યું કે આ નિષ્ઠુર અને દયાહીન વ્યક્તિ છે.

તેની પત્નીના મોત પર તેની આંખમાંથી એક આંસું પણ સર્યું નથી કે તેને આયશાના મોતનું જરાય દુઃખ પણ નથી. આરિફ ખાનનું આવું વર્તન જોઈને પોલીસને પણ નવાઈ લાગી હતી. આયશાના ગર્ભપાત બાદ જ બંને વચ્ચે ક્લેશ શરૂ થયો હતો તેમ તેણે જણાવ્યું હતું. આજે એટલે કે બુધવારે આરિફ ખાનને કોર્ટમાં રજૂ કરાશે તેવી માહિતી પણ મળી રહી છે.

સાસરિયાના ત્રાસની ફરિયાદ આયશાએ એક વર્ષ પહેલાં જ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અને તેમાં પતિ, સાસુ- સસરા અને તેની બહેન વિરુધ્ધ ફરિયાદ કરાઈ હતી. જ્યારે આયશાએ આત્મહત્યા કરી એ દવિસથી જ આરિફ ઘરેથી ભાગી ગયો હતો. આ પછી અમદાવાદ પોલીસે તેને રાજસ્થાન જઈને પાલીમાં રહેતી બહેનના ઘરેથી પકડી પાડ્યો હતો અને અમદાવાદ લાવ્યા હતા.
આજે કોર્ટમાં રજૂ કરાશે આરિફ ખાનને

પોલીસ આરોપી પતિ આરિફ ખાનને આજે કોર્ટમાં રજૂ કરશે અને સાથે અલગ અલગ મુદ્દે રિમાન્ડની માંગણી પણ કરશે. અત્યાર સુધીની પોલીસ તપાસમાં અનેક હકીકતો બહાર આવી છે અને તેમાં આરિફને અન્ય યુવતી સાથેના સંબંધોને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "જસ્ટિસ ફોર આયશા: આટલું કરુણ મોત તેમ છતાં આરિફે પછી કર્યું કંઇક એવું કે…જે જોઇને પોલીસ પણ ચોંકી ગઈ, આ નફ્ફટ પતિના આવા વર્તન વિશે વાંચીને તમારું પણ લોહી ઉકળી ઉઠશે"
ટિપ્પણી પોસ્ટ કરો