કોરોનાકાળમાં સ્ટ્રોંગ ઇમ્યૂનિટી ઇચ્છતા હોવ તો આજથી આ વસ્તુઓને કરી દો દૂર, નહિં તો પસ્તાશો
મિત્રો, ભોજનમા વધુ પડતી ખાંડ તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક સાબિત થઇ શકે છે. ખાંડ એ આપણા શરીરના દરેક ભાગ માટે નુકશાનકારક સાબિત થાય છે. તે આપણા હૃદયને તો ડેમેજ કરે જ છે પરંતુ, તેની સાથે આપણા વજનમા પણ વધારો કરે છે અને તેના કારણે આપણુ શરીર બીમારીઓનુ ઘર બની જશે અને આપણો જીવ જોખમમા મુકાઈ જશે. આજે આ લેખમા આપણે અમુક એવી બાબતો વિશે ચર્ચા કરીશું કે, જે તમારા શરીરને રોગમુક્ત બનાવે અને તમારું શરીર એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહે.
એક રીતે જોવા જઈએ તો એમ પણ મીઠી વસ્તુઓમા આપણા શરીરને પોષણયુક્ત મૂલ્યો ખુબ જ ઓછા પ્રમાણમા મળી રહે છે. આ કારણોસર જ હવે અમુક કોન્શિયસ લોકો તેને ભોજનમા લેવાનું ટાળે છે. ત્યારે હવે મીઠા ખાદ્યપદાર્થો પર કરવામા આવેલા એક સંશોધનથી વધુ એક વાત સામે આવી છે કે, હાઈફ્રૂકટોઝના પ્રમાણવાળા ભોજનનુ સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પર અનેકવિધ ખરાબ અસર પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફ્રુક્ટોઝ એ ફળોમાં જોવા મળતો મીઠો પદાર્થ છે. તે ફળોના રસ અને મધમા પુષ્કળ માત્રામા જોવા મળે છે. આ સિવાય તે સોડા, કેન્ડી અને પેકેજ્ડ ખોરાક બનાવવા વપરાતા હાઇ-ફ્રુક્ટોઝ કોર્ન સિરપમાં પણ હોય છે. શરીરમાં વધતા ફ્રુક્ટોઝ આપણી ઇમ્યુન સિસ્ટમ પર ખુબ જ ખરાબ અસર કરે છે, તેના કારણે તમારા શરીરમા ચેપ લાગવાની સંભાવના બે ગણી વધી જાય છે.
લોકોએ પ્રોસેસ્ડ ફૂડ એટલે કે જ્યુસ, કેન્ડી, સોડા વોટર, પેકેજ્ડ ફૂડ વગેરે જેવી વસ્તુઓ વધારે પડતી ખાવાની ટાળવી જોઈએ. આ વસ્તુઓ બનાવવાની પ્રક્રિયામા હાઇ-ફ્રૂકટોઝ કોર્ન સિરપનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પર ખુબ જ ખરાબ અસર કરે છે.
લંડનની એક ન્યુટ્રિશનિસ્ટ સિડની ગ્રીનના અહેવાલમા એવો ઉલ્લેખ કરવામા આવ્યો છે કે, હાઈ ઇન્ફ્લેમેશન આપણી રોગપ્રતિકારક શક્તિ પર વધારાનુ દબાણ લાવી શકે છે, જેથી આપણે બીમારીઓની ઝપેટમા પણ આવી શકીએ છીએ. જો તમે ઈચ્છો તો ભોજનમાંથી ફ્રુક્ટોઝ દૂર કરીને પણ રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો.
આવુ પહેલીવાર નથી બન્યુ કે, જ્યારે સંશોધન દ્વારા પુષ્ટિ થઇ છે કે, મીઠી ચીજવસ્તુઓનુ વધુ પડતુ સેવન એ આપણા સ્વાસ્થ્યને ખુબ જ બહોળા પ્રમાણમા હાની પહોંચાડી શકે છે. અગાઉ પણ એવુ કહેવામા આવ્યુ હતુ કે, વધારે પડતી ખાંડનુ સેવન એ આપણા શરીરમાં ધમનીઓમાં બળતરા પેદા કરી શકે છે, તે તેની જડતામાં વધારો કરે છે. જેના કારણે હૃદય સાથે જોડાયેલી બીમારીઓ જેમકે સ્ટ્રોક, હૃદય નો હુમલો, હાર્ટ ફેલ થવાની સંભાવનાઓ ખુબ જ વધી જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "કોરોનાકાળમાં સ્ટ્રોંગ ઇમ્યૂનિટી ઇચ્છતા હોવ તો આજથી આ વસ્તુઓને કરી દો દૂર, નહિં તો પસ્તાશો"
ટિપ્પણી પોસ્ટ કરો