આલિયાની ગ્રાન્ડ બર્થ ડે પાર્ટી ઉજવાઈ BF રણબીર વગર, જોઇ લો સુપર-ડુપર તસવીરોમાં કોણ-કોણ રહ્યું હાજર
આલિયા ભટ્ટના બર્થ ડે સેલિબ્રેશનની ઈનસાઈડ ફોટો સામે આવી છે. તેમાં તે બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આલિયાની પાછળ તેમના નામની લાઈટ લાગી રહી છે. સોશ્યલ મીડિયા પર આ ફોટો આલિયાએ પોતે શેર કર્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે 15 માર્ચે પોતાનો 28મો જન્મ દિવસ મનાવ્યો છે. આલિયાને તેના બર્થ ડે પર અનેક લોકોએ અભિનંદન આપ્યા છે પણ તેને માટે સૌથી ખાસ રહી કપૂર પરિવારના અભિનંદન, આલિયા ભટ્ટને બર્થ ડેના અવસરે રણબીર કપૂરની માતા નીતુ કપૂર અને તેમની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ શાનદાર અંદાજમાં અભિનંદન આપ્યા છે. પણ રણબીર કપૂર કોરોના પોઝિટિવ આવ્યા હોવાથી આલિયાને તેમના વિના જ બર્થ ડે મનાવવો પડ્યો હતો.
આલિયા ભટ્ટના બર્થ ડે સેલિબ્રેશનની ઈનસાઈડ ફોટો પણ સામે આવ્યા છે. તેમાં તે બ્લેક ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આલિયાની પાછળ તેમના નામની લાઈટ લાગેલી દેખાય છે. સોશ્યલ મીડિયા પર આ ફોટો આલિયાએ પોતે શેર કર્યો છે. તેમની સાથે તેઓ પોતાના દોસ્તોને એક ખાસ મેસેજ પણ લખીને મૂક્યો છે.
આલિયાએ ફોટો શેર કરતા લખ્યું છે કે હું મારા દોસ્તોનો આ પાર્ટી માટે આભાર વ્યક્ત કરું છું. તેઓએ જે ફોટો શેર કર્યો છે તની સાથે કેપ્શનમાં લખ્યું છે કે આ બધા માટે તમારા બધાનો આભાર. પ્રેમ અને પ્રકાશ માટે. આલિયાની પોસ્ટ પર કમેન્ટ કરતા તેમના ફેન્સ તેમને અભિનંદન આપી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે રણબીર કપૂર હાલમાં જ કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેના પછી આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોને શેર કરતાં તેણે લખ્યું હતું કે મેજર મિસિંગ. જેમાં 2 હાથ જોવા મળી રહ્યા હતા. જો કે એક્ટ્રેસે આ ફોટો શેક કરતાં ક્યાંય સ્પષ્ટ કર્યું નથી કે તે રણબીર કપૂરનો હાથ છે પણ ફેન્સને તે વાત માટે કોઈ શંકા નથી કે આલિયાએ રણબીર સાથે પોતાનો ફોટો શેર કર્યો હતો.
કોણ કોણ આવ્યું આલિયાની બર્થ ડે પાર્ટીમાં
આલિયાના બર્થડેની ગ્રાન્ડ પાર્ટીમાં અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા તેમાં અર્જુન, મલાઈકા, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, સિવાય પણ શકુન બત્રા, શશાંક ખેતાન અને આદિત્ય રોય કપૂર, શાહરૂખ ખાનનો દીકરો આર્યન પણ હાજર રહ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "આલિયાની ગ્રાન્ડ બર્થ ડે પાર્ટી ઉજવાઈ BF રણબીર વગર, જોઇ લો સુપર-ડુપર તસવીરોમાં કોણ-કોણ રહ્યું હાજર"
ટિપ્પણી પોસ્ટ કરો