કરીના કપૂરથી લઈને શિલ્પા શેટ્ટી સુધીની આ ટોપની હિરોઇનોની થઇ છે સિઝેરિયન ડિલિવરી, તેમ છતા આજે છે પાતળી કમર
એક્ટ્રેસ કરીના કપૂર ખાન થોડા દિવસ પહેલા જ બીજીવાર માતા બની છે. 21 ફેબ્રુઆરીએ કરીનાએ પોતાના બીજા દીકરાને સી સેક્સન એટલે કે સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મ આપ્યો છે. કરીના જ નહીં, બોલીવુડમાં બીજી પણ ઘણી અભિનેત્રીઓ છે જેમને જુદા જુદા કારણોસર સિઝેરિયન ડિલિવરીનો ઓપશન પસંદ કરવો પડ્યો. તો ચાલો જાણી લઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ.
કરીના કપૂર ખાન
આ કડીમાં સૌથી પહેલા વાત કરીશું કરીના કપૂર ખાનની. 40 વર્ષની ઉંમરમાં કરીના કપૂર ખાન બીજી વાર માતા બની કજે. એમને પોતાના બીજા બાળકને સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મ આપ્યો છે. કરિનાના મોટા દીકરા તૈમુરની ડિલિવરી પણ સી સેક્શન દ્વારા જ થઈ હતી અને તૈમુરના જન્મના થોડા મહિના પછી કરીના પોતાની ફિટનેસ અંગે સજાગ થઈ ગઈ હતી અને થોડાક જ મહિનામાં પોતાના મેટરનિટી ફેટને ઓછું કરી લીધું હતું.
મલાઈકા અરોરા.
બોલીવુડની સ્ટાઇલ ડીવા મલાઈકા અરોરાના બોલ્ડ, હોટ અને સેક્સી અંદાજે એમના ફેન્સને દીવાના બનાવી દીધા છે. એમના ફેન્સ પણ માને છે કે વધતી ઉંમરની સાથે સાથે મલાઈકા અરોરા વધુ હોટ થતી જાય છે. મલાઈકા આજે પણ જેવી રીતે ઠુમકા લગાવે છે અને જે રીતે એમને પોતાનું ફિગર મેઈન્ટેન રાખ્યું છે, એને જોયા પછી તમે એ જાણીને હેરાન થઈ જશો કે મલાઈકાએ પણ પોતાના દીકરા અરહાનને સી સેક્શન દ્વારા જન્મ આપ્યો હતો પણ તેમ છતાં આજે પણ ફિગરની બાબતમાં મલાઈકાને કોઈ ટક્કર નથી આપી શકતું.
કાજોલ.
એક્ટ્રેસ કાજોલ બે બાળકોની માતા છે. કાજોલે વર્ષ 2003માં દીકરા ન્યાસાને જન્મ આપ્યો હતો અને વર્ષ 2010માં દીકરા યુગને જન્મ આપ્યો જતો. કાજોલની પણ બંને ડિલિવરી સી સેક્શન દ્વારા જ થઈ છે.
શિલ્પા શેટ્ટી.
બોલીવુડની યમ્મી મમ્મી શિલ્પા શેટ્ટી પણ આ લિસ્ટમાં સામેલ છે. શિલ્પાએ રાજ કુન્દ્રા સાથે વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. વર્ષ 2012માં એ માતા બની હતી. એમના દીકરા વિવાનનો જન્મ સી સેક્શનથી થયો હતો. જો કે શિલ્પા અને રાજ કુન્દ્રા વર્ષ 2020માં દીકરી સમીશાના પણ માતા પિતા બન્યા છે પણ સમીશાનો જન્મ સરોગેસી દ્વારા થયો છે.
મંદિરા બેદી.
મંદિરા બેદી પણ ઇન્ડસ્ટ્રીની સૌથી ફિટ અભિનેત્રીઓમાંથી એક છે. મંદિરાએ લગ્નના 12 વર્ષ પછી વર્ષ 2011માં દિકરા વિરને જન્મ આપ્યો હતો. મંદિર બેડીની ડિલિવરી પણ સી સેક્શન દ્વારા જ થઈ હતી.
લારા દત્તા.
પૂર્વ મિસ યુનિવર્સ અને એક્ટ્રેસ લારા દત્તાએ ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા છે. લારાને પણ એક દીકરી છે જેનું નામ સાયરા ભૂપતિ છે. એમની દીકરી સાયરાનો જન્મ પણ સી સેક્શન દ્વારા જ થયો છે. પણ સિઝેરિયન ડિલિવરી હોવા છતાં લારાની સુંદરતા અને ફિટનેસ પર ના ત્યારે કઈ ખાસ ફરક પડ્યો હતો ના હવે પડે છે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "કરીના કપૂરથી લઈને શિલ્પા શેટ્ટી સુધીની આ ટોપની હિરોઇનોની થઇ છે સિઝેરિયન ડિલિવરી, તેમ છતા આજે છે પાતળી કમર"
ટિપ્પણી પોસ્ટ કરો