વજન ઓછું કરવું હોય તો અઠવાડિયામાં આટલી વાર ખાઓ દાળ-ભાત, જાણો બીજા આ ફાયદાઓ પણ
દાળ-ભાત મોટાભાગના ઘરોમાં બનાવવામાં આવે છે અને લોકોને પણ ખુબ ભાવે છે. આ મિક્ષણમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ પુષ્કળ પ્રમાણમાં હોય છે. લોકો દાળ-ભાત ખુશ થઈને ખાય છે. જોકે ઘણી વાર લોકોના મનમાં એક સવાલ થાય છે કે રાત્રે દાળ-ભાત ખાવાનું યોગ્ય છે કે નહીં. ખાસ કરીને જેઓ વજન ઓછું કરવા માંગે છે તેઓને દરરોજ એ સવાલ થાય છે કે દાળ-ભાત ખાવાથી ક્યાંક વજન તો નહીં વધે ને ? જો તમે પણ આવા લોકોમાં છો, તો પછી જાણો કે રાત્રિ ભોજનમાં વજન ઓછું કરવા માટે દાળ અને ભાત યોગ્ય ભોજન છે કે નહીં ?
અઠવાડિયામાં 4 દિવસ દાળ-ભાત ખાઈ શકો છો
જે લોકો વજન ઓછું કરે છે તેઓ ઘણીવાર કાર્બોહાઈડ્રેટનું સેવન બંધ છે પરંતુ આ કરવાથી તમારી શક્તિ ઓછી થઈ શકે છે. તેમજ તમને કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે. જો તમારું વજન ઓછું થઈ રહ્યું છે, તો તમે રાત્રે અઠવાડિયામાં 4 વખત દાળ અને ભાત ખાઈ શકો છો. આયુર્વેદ મુજબ, રાત્રે હળવા ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે રાત્રે તુવેરની દાળ ખાવાથી પાચનમાં તકલીફ થાય છે. તેનાથી બચવાની રીત એ છે કે દાળને રાંધતા પહેલા તેને અડધો કલાક પલાળી રાખો. આ સિવાય દાળને તડકો લગાવતા સમયે હીંગ નાખવાથી પચવામાં સરળ રહે છે. જો તમને પેટમાં ગેસની સમસ્યા છે, તો રાત્રિ ભોજનમાં દાળ ખાવાનું ટાળો.
દાળ પોષક તત્વોથી ભરપુર હોય છે

દાળમાં આવશ્યક પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, આયરન અને ફાઈબર હોય છે જે શરીરને મજબૂત બનાવે છે. તમને ભારતમાં દાળની ઘણી જાતો મળશે. જો તમે રાત્રે ભાત નથી ખાતા તો તમે દાળનો સંભાર બનાવીને પણ પી શકો છો. દાળમાં વિવિધ પ્રકારના શાકભાજી ઉમેરવાથી તેનું પોષણ મૂલ્ય વધે છે. તેથી તમે ઘણા શાકભાજી ઉમેરીને સંભાર બનાવી શકો છો, જે સ્વાદમાં સારું છે અને તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહેશે.
ભાતમાં સંપૂર્ણ પોષણ મળે છે
ભાતમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન ઉપરાંત શરીરમાં જરૂરી ફાયટોન્યુટ્રિએન્ટ્સ અને વિટામિન હોય છે. ભાતમાં રોટલી કરતા ઓછું કાર્બોહાઇડ્રેટ હોય છે, તેથી તેનું પાચન સરળ રહે છે. તેથી ફક્ત દાળ અને ભાત ખાવાથી તમારા શરીરમાં ઘણું પોષણ મળી શકે છે.
શરીરને શક્તિ આપે છે

ભાતમાં કાર્બોહાઇડ્રેટ હોય છે. કાર્બોહાઇડ્રેટ શરીરને શક્તિ આપે છે. જ્યારે તમે ભાત દાળ ભેળવીને ખાવ છો, ત્યારે તમને કાર્બોહાઇડ્રેટ અને ઘણા આવશ્યક વિટામિન પણ મળે છે. જેથી તમારું શરીર ઉર્જાથી ભરપૂર રહે છે.
સંતોષ મળે છે

જે ખોરાક તમને સંતોષ આપે એ જ ખોરાક તમારા માટે યોગ્ય છે. દાળ-ભાત બનાવવાનું ખૂબ જ સરળ છે સાથે આ સ્વાદમાં પણ સ્વાદિષ્ટ છે. તે નરમ અને ઓછા મસાલેદાર છે, તેથી તે સ્વાસ્થ્યમાં કોઈ નુકસાન નથી કરતા અને તેને ખાવાથી સંતોષ મળે છે.
દાળ અને ભાતને વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવા માટે, તેની સાથે સલાડ પણ ખાઓ. જો તમને કોઈ વજનની સમસ્યા ન હોય તો તેના પર થોડું ઘી નાખીને ખાશો, તો તેનો સ્વાદ અનેકગણો વધશે. તમે સાથે થોડું અથાણું અને પાપડ પણ લઈ શકો છો. આ ચીજોનું મિક્ષણ તમારા દાળ-ભાતનો સ્વાદ વધારશે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "વજન ઓછું કરવું હોય તો અઠવાડિયામાં આટલી વાર ખાઓ દાળ-ભાત, જાણો બીજા આ ફાયદાઓ પણ"
ટિપ્પણી પોસ્ટ કરો