Zomato ડિલીવરી બોયની ફરિયાદ પર યુવતી પર લેવાઇ આ એક્શન, જાણો આ કેસમાં શું આવ્યો મોટો વળાંક..

Zomato પર ઓર્ડર કેન્સલ કર્યો તો ગુસ્સે થયેલા ડિલિવરી બોયે મહિલાનું નાક તોડી નાખ્યું, મહિલા સામે નોંધાયી FIR

આજકાલ લોકો તેમની વ્યસ્તતાને કારણે ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ્લિકેશન પર નિર્ભર બની રહ્યા છે. આવી જ એક મહિલાએ તેના ઘરે ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ્લિકેશન ઝોમેટોથી ખાવાનું મંગાવ્યું હતું. પરંતુ તેને જે અનુભવ થયો તે જાણીને તમને આશ્ચર્ય થશે. આ ઘટના 9 માર્ચની છે. સ્ત્રી વ્યવસાયે એક મોડેલ અને મેકઅપ કલાકાર છે અને તે બેંગ્લોરમાં રહે છે.

image source

ફૂડ ડિલિવરીમાં મોડુ થતા મહિલાએ તેનો ઓર્ડર કેન્સલ કર્યો હતો. તે પછી ટૂંક સમયમાં ડિલિવરી બોય ફૂડ લઇને ઘરે પહોંચ્યો અને જ્યારે મહિલાએ તેને લેવાની ના પાડી ત્યારે આરોપી ડિલીવરી બોય ગુસ્સાથી મહિલાના ચહેરા પર એક ઘા માર્યો હતો, જેના કારણે મહિલાના નાકમાંથી લોહી નીકળ્યું હતું.

પીડિત મહિલાએ વીડિયો બનાવી લોકોને આ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી, જે પછી તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઇજાગ્રસ્ત મહિલા વીડિયોમાં સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરી રહી છે. મહિલાએ કહ્યું કે તેણે ઝોમેટો દ્વારા ફૂડ મંગાવ્યું હતું. ઓર્ડરમાં વિલંબ થવાનું કારણ જાણવા માટે મહિલાએ કંપનીના કસ્ટમર કેર પર ફોન કર્યો અને સમયસર ફૂડ ડિલિવર ન થતા તેણે ઓર્ડર રદ્દ કરી દીધો.

image source

જે સમયે તે ક્સ્ટમર કેર સાથે વાત કરી રહી હતી તે સમયે ડિલિવરી બોય તેના ઘરે ફૂડ લઈને પહોંચ્યો હતો.ઓનલાઈન ફુડ ડિલીવરી કરનારી કંપની ઝોમેટોના ડિલીવરી કર્મી અને મહિલા ગ્રાહકની વચ્ચે થયેલા ઝઘડામાં નવો વળાંક આવ્યો છે.

હવે ડિલીવરી કર્મી કામરાજની ફરિયાદ પર મહિલા હિતેશા ચંદ્રાનીની વિરુદ્ધ આઈપીસીની ધારા 355(હુમલો), 504(અપમાન) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ બેંગલુરુના ઈલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ પહેલા મહિલાએ ડિલીવરી કર્મી સામે ફરિયાદ કરી હતી.

image source

શું છે ઝોમેટો વાળો કેસ?

થોડા દિવસ પહેલા કર્ણાટકના બેંગ્લોરની મોડલ અને મેકઅપ કલાકાર હિતેશા ચંદ્રાનીએ વીડિઓ શેર કરી જણાવ્યું હતું કે, ઑર્ડર કેન્સલ કરવા પર ઝોમેટોના ડિલીવરી બૉય કામરાજે તેમને મોં પર મુક્કો મારીને ઇજાગ્રસ્ત કરી દીધી છે. તેમના આ વીડિયો ઘણો વાયરલ થયો હતો જ્યારબાદ લોકો કહી રહ્યા હતા કે મહિલાની સાથે ખોટું થયું છે.

ટ્વીટર પર ઝોમેટોએ પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે અમારા સ્થાનિય પ્રતિનિધિ જલ્દી તમારો સંપર્ક કરશે અને પોલીસ તપાસમાં તથા જરુરી સારવારમાં તમારી મદદ કરશે. ત્યારબાદ આ ઝોમેટો ડિલીવરી બૉયને કંપનીએ નોકરીથી છૂટો કરી દીધો હતો.

કામરાજે આપી સફાઈ

ડિલીવરી બૉયની સાથે થયેલી આ કાર્યવાહી બાદ તેમનો પક્ષ લેવામાં આવ્યો જ્યાં ડિલીવરી બૉયે મહિલાની વાતોને ખોટી ગણાવી. તેણે કહ્યું જ્યારે ડિલવરી લઈને મહિલાનાં સરનામા પર પહોંચ્યો ત્યારે થોડી વાર થઈ ગઈ હતી. કામરાજે કહ્યું કે, ‘મે એ મહિલાને માફી માંગતા કહ્યું કે રસ્તો ખરાબ હતો અને ટ્રાફિકનાં કારણે મને વાર થઈ હતી. તેણે વધુ જણાવતા કહ્યું કે બે વર્ષનાં કામ દરમિયાન ક્યારે પણ આવી પરિસ્થિતિનો સામનો નથી કરવો પડ્યો.

હિતેશાએ ઓર્ડર રિટર્ન ન કરતા કામરાજ ઓર્ડર લીધા વગર જ જવા લાગ્યો

કામરાજે જણાવ્યું કે ત્યાર બાદ હિતેશાએ ડિલવરી લઈ લીધી પણ પૈસા આપવાની ના પડી હતી. ત્યારે હિતેશા ઝોમેટો કસ્ટમર સપોર્ટ સાથે વાત કરતી હતી. ત્યાર બાદ હિતેશાએ મને સ્લેવ કહીને બૂમો પાડવા લાગી હતી. ઝોમેટો કસ્ટમરે મને જણાવ્યું કે તેમણે હિતેશાનો ઓર્ડર કેન્સલ કરી દીધો છે. ત્યાર બાદ મેં ઓર્ડર પાછો માંગ્યો હતો. ત્યારે હિતેશાએ ઓર્ડર રિટર્ન ન કરતા કામરાજ ઓર્ડર લીધા વગર જ જવા લાગ્યો.

હિતેશા અપશબ્દ બોલી રહી હતી. અચાનક તેણે ચપ્પલ વડે હુમલો કર્યો

કામરાજે જણાવ્યું કે તે બાદ પણ હિતેશા અપશબ્દ બોલી રહી હતી. અચાનક તેણે ચપ્પલ વડે હુમલો કર્યો અને મને મારવાનું શરુ કર્યું હતું. મેં તેનો હુમલો રોકવા માટે મારો હાથ વચ્ચે લાવ્યો હતો. તે દરમિયાન ભૂલથી હિતેશાએ તેના નાક પર માર્યું હતું. તેણે તેની આંગળીમાં રિંગ પહેરી હતી, જે તેના નાક ઉપર વાગતા લોહી નીકળ્યું હતું.

કામરેજે કહ્યું કે જો તેનો વિડીયો તમે જોશો તો તમને સ્પષ્ટ થઇ જશે કે તેને પંચના ઘાથી નથી વાગ્યું અને હું તો રિંગ પણ નથી પહેરતો. મહિલા અને ડિલીવરી બૉય બન્નેના પક્ષ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઇ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા યૂઝર્સ ડિલીવરી બૉયને યોગ્ય ગણાવી રહ્યા છે અને તેને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "Zomato ડિલીવરી બોયની ફરિયાદ પર યુવતી પર લેવાઇ આ એક્શન, જાણો આ કેસમાં શું આવ્યો મોટો વળાંક.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel