ભારતના બાળકો માટે આવી રહી છે નવી કોરોના રસી, અલગ અલગ કંપનીઓએ કર્યા દાવા, જાણો સમગ્ર માહિતી
કોરોનાની મહામારી પછી વૈજ્ઞાનિકોએ મળીને આખરે રસી શોધી કાઢી છે. દેશમાં તેનું સફળ પરીક્ષણ થઈ રહ્યું છે. એક પછી એક પગથિયાંમાં રસીકરણ આગળ વધી રહ્યું છે. તાજેતરમાં મળતી માહિતી મુજબ બાળકોમાં કોવિડ -19 રસી ઉનાળાના અંત સુધીમાં આવી શકે છે. બાળકો માટે રસી બનાવવા માટે સંકળાયેલી કંપનીઓના પરીક્ષણ માટે પ્રારંભિક ડેટા જૂન-જુલાઇ સુધીમાં અપેક્ષિત છે.
માનવામાં આવે છે કે ડેટા ઉપલબ્ધ થતાં જ કંપનીઓ સરકાર પાસેથી રસીના ઈમરજન્સીના સમયે આ રસીનો ઉપયોગ બાળકો માટે પણ કરી શકાય તે માટે અરજી કરશે. પરવાનગી મળતાની સાથે જ બાળકોનું રસીકરણ શરૂ થઈ જશે. કોવિડ -19ની રસી બનાવાની બે યુ.એસ. કંપનીઓ, ફાઈઝર-બાયોનોટેક અને મોડર્ના, 12 થી 15 વર્ષની વયના બાળકો પર ત્રીજા તબક્કાના પરીક્ષણો ચલાવી રહી છે.
મળતી માહિતી મુજબ, બંને કંપનીઓએ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં પરીક્ષણ શરૂ કર્યું હતું. હાલમાં ફાઇઝર-બાયોનેટટેકની હાલની કોવિડ-19 રસી 16 વર્ષથી વધુ ઉંમરના યુવાનોમાં ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનના બાળ ચિકિત્સક ડો. જેમ્સ ચેમ્પલ કહે છે કે, 12 થી 15 વર્ષની વય જૂથના બાળકોને પસંદ કરવાનું કારણ આંશિક રીતે તેમના શરીરની પુખ્ત વયના લોકોની જેમ સારવાર કરાવી છે.
એસ્ટ્રાઝેનેકા દ્વારા 300 બાળકોનું પરીક્ષણ કરાઇ રહ્યું છે. આ માટે બ્રિટનમા આવેલા એસ્ટ્રાઝેનેકાએ પણ ફેબ્રુઆરીમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે રસીનું પરીક્ષણ શરૂ કર્યું છે. આ પરીક્ષણ માટે, ઓક્સફોર્ડ યુનિવર્સિટીને 6 થી 17 વર્ષની વય જૂથના 300 બાળકોની રસી લેવી જરૂરી છે. તેમાંથી 240 કોવિડ -19ની રસી અને બાકીના 60 લોકોને મેનિન્જાઇટિસની રસી આપવામાં આવશે.
ઓક્સફર્ડ વેક્સીન ટ્રાયલના મુખ્ય સંશોધક એન્ડ્ર્યૂ પોલાર્ડના જણાવ્યા અનુસાર બાળકો પર કોરોના વાયરસના ચેપનો પ્રભાવ હજી સુધી જોવા મળ્યો નથી, પરંતુ તેમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા માટે રસીકરણ જરૂરી છે. જહોનસન અને જહોનસન પણ ટૂંક સમયમાં જ આ માટે ટ્રાયલ કરવા જઇ રહ્યુ છે. કોવિડ-19 રસી બાળકો માટે બનાવવાની દોડમાં હવે તે પણ સામેલ થઈ છે. કંપની ટૂંક સમયમાં પરીક્ષણ માટે બાળકોની પસંદગી કરવાનું શરૂ કરશે.
તાજેતરમા મળતી માહિતી મુજબ યુ.એસમાં ઉનાળા પછી રસી ઉપલબ્ધ કરાવાશે. ઉનાળાના અંત સુધીમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોવિડ-19 રસીનો ડોઝ આપવામાં આવી શકે છે. બાઇડેન સરકારના મુખ્ય તબીબી અધિકારી ડોક્ટર એન્થોની ફૌચીએ તાજેતરમાં જ આ દાવો કર્યો હતો. યુ.એસ.ના મુખ્ય રસી ઉત્પાદકોએ પણ આ રસી માટે પરીક્ષણ શરૂ કર્યું છે. ફૌચીએ જણાવ્યું હતું કે, ઉનાળાના અંત સુધીમાં અમે આવી ઓછામાં ઓછી એક રસી પૂરી પાડીશું.
બાયડેન સરકાર 100 દિવસની મુદત પૂર્ણ થાય ત્યાં સુધી બાળકો માટે એક રસી બજાર લાવવા માંગે છે જેથી ઓછામાં ઓછી પ્રાથમિક શાળાઓ ફરીથી શરૂ થઈ શકે. ઓક્ટોબર સુધીમાં ભારતમાં પણ ટૂક સમયમા રસી આપવામાં આવે તેવી આશા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે, તે બાળકો માટે રસી ઓક્ટોબર સુધીમાં તૈયાર કરશે.
કંપનીના આયાત-નિકાસ નિયામક પી.સી. નામ્બિયારે જણાવ્યું હતું કે, બાળકોને તેમના જન્મના એક મહિનામાં આ રસી આપવામાં આવશે. વળી કંપનીએ આ રસીને એક દવાના રૂપોમા વિકસીત કરવામા આવે છે. જેથી જો બાળકોને કોરોનાથી ચેપ લાગ્યો હોય, તો તે તેમને આપી શકાય. બીજી તરફ, નિષ્ણાતો માને છે કે ટૂંક સમયમાં ભારત બાયોટેકને 5-18 વર્ષની વયના બાળકો પર કોવિસિનના ત્રીજા તબક્કાના પરીક્ષણની મંજૂરી પણ આપવામાં આવી શકે છે.
હાલમા, યુએસએ રસી ઉત્પાદક ફાઈઝર-બાયોનોટેકે જાહેરાત કરી છે કે, ગર્ભાવસ્થા અંગેની રસી ટ્રાયલ ડેટા વર્ષના ચોથા ક્વાર્ટર સુધીમાં જાહેર કરવામાં આવશે. આ કંપની ચાર હજાર તંદુરસ્ત સગર્ભા સ્ત્રીઓ પર રસીનું પરીક્ષણ શરૂ કરશે, જે યુ.એસ., કેનેડા, બ્રાઝિલ, ચીલી, આર્જેન્ટિના, દક્ષિણ આફ્રિકા, યુકે અને સ્પેનમાં 18 કે તેથી વધુ વયની સગર્ભા સ્ત્રીઓ પર કરવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ભારતના બાળકો માટે આવી રહી છે નવી કોરોના રસી, અલગ અલગ કંપનીઓએ કર્યા દાવા, જાણો સમગ્ર માહિતી"
ટિપ્પણી પોસ્ટ કરો