આ ઘરેલું નુસ્ખાથી Shraddha Kapoor એના ચહેરાને રાખે છે સ્માર્ટ, અને દૂર કરી દે છે ખીલ તેમજ બીજી અનેક સમસ્યાઓને
પિમ્પલ્સની સમસ્યા દરેકને થાય છે, પિમ્પલ્સ થાય તે પહેલાં ઘણીવાર ચેહરા પર ખંજવાળ આવે છે. જયારે તમે તે જગ્યા પર ખંજવાળ
કરો છો, ત્યાં તરત જ પિમ્પલ્સ આવે છે. જોકે પિમ્પલ્સને દૂર કરવા માટે બજારમાં ઘણી દવાઓ અને ક્રીમો પણ ઉપલબ્ધ છે, પરંતુ
સેલિબ્રિટી પોતાનું શરીર અને ત્વચાની સંભાળ પર ઘણું ધ્યાન આપે છે. છતાં પણ તેમને પિમ્પલ્સ અને ખીલની સમસ્યાનો સામનો
ચેહરાનો બચાવ કેવી રીતે કરે છે.

શ્રદ્ધા કપૂર અત્યારના સમયમાં દરેક યુવાન અને યુવતીઓના દિલોમાં રાજ કરનારી સેલિબ્રિટી છે. શ્રદ્ધા કપૂરે ખુબ નાની ઉંમરમાં જ
ઘણી પ્રગતિ કરી છે. આ સાથે તે વારંવાર તેના ફેન્સ સાથે બધું શેર કરે છે. થોડા સમય પેહલા જ તેમણે તેમના ફેન્સ માટે પિમ્પલ્સથી
બચવા માટેના ઉપાય વિશે જણાવ્યું છે, તો ચાલો જાણીએ
પેસ્ટ વાપરો

અભિનેત્રી શ્રદ્ધા કપૂરને પણ ઘણીવાર પિમ્પલ્સની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે પરંતુ તે આ સમસ્યાને વધારે વધવા દેતી નથી.
શ્રદ્ધા કપૂર પિમ્પલ્સની સમસ્યા દૂર કરવા માટે વિશેષ ઘરેલું ઉપાયનો ઉપયોગ કરે છે. શ્રદ્ધા ત્વચા પર વધતા પિમ્પલ્સને રોકવા માટે
એક પેસ્ટ લગાવે છે. પેસ્ટ લગાવવાથી, પિમ્પલ્સ ઝડપથી દૂર જાય છે અને ત્વચા પર ડાઘ પણ રહેતા નથી.
ખરેખર, ટુથપેસ્ટમાં હાજર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણધર્મો પિમ્પલ્સ માટે જવાબદાર બેક્ટેરિયાને દૂર કરે છે.

બેક્ટેરિયાના દૂર થયા પછી, પિમ્પલ્સ સૂકવવાનું શરૂ કરે છે અને ધીમે ધીમે દૂર થાય છે. બીજી બાજુ, ત્વચામાં નવા કોષોની રચનાની
કુદરતી પ્રક્રિયા ચાલુ રહે છે, જેના કારણે નવા કોષો મૃત ત્વચાનું સ્થાન લે છે. તે જ સમયે, ખરાબ થયેલી ત્વચા ફરીથી યોગ્ય થાય છે. જો
કે, ધ્યાનમાં રાખો કે ત્વચાને ગ્લોઈંગ અને પિમ્પલ્સથી દૂર રાખવા માટે પુષ્કળ પાણી પીવું અને યોગ્ય આહાર લેવો જરૂરી છે.
એન્ટીબેક્ટેરિયલ સાબુ

એન્ટીબેક્ટેરિયલ સાબુ પિમ્પલ્સને વધતા અટકાવવા માટે ખૂબ અસરકારક છે. જો ત્વચા પર ક્યાંય પિમ્પલ્સ થાય છે, તો તે પહેલાં તે
જગ્યા પર ખંજવાળ આવે છે. એન્ટીબેક્ટેરિયલ સાબુ જ્યારે ખંજવાળ આવે છે ત્યારે લગાડવો જોઈએ. ત્વચા પર સાબુ લગાવીને તરત
ધોવો નહીં, સાબુ લગાવ્યા પછી થોડા સમય માટે છોડી દો. એક વાતની કાળજી લો કે જ્યાં ખંજવાળ આવે છે ત્યાં જ સાબુ લગાવો. આ
કરવાથી, પિમ્પલ્સ બનાવતા બેક્ટેરિયા મરી જશે.
હળદર

ગુલાબજળ સાથે હળદર મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. તમે તેમાં એલોવેરા જેલ પણ ભેળવી શકો છો. હવે આ પેસ્ટને ત્વચાના તે
ભાગ પર લગાવો જ્યાં ખંજવાળ આવે છે. પેસ્ટ લગાવ્યા પછી થોડી વાર સુકાવા દો. હળદર એક એન્ટીબેક્ટેરિયલ છે અને એલોવેરા
જેલ તરત જ તમારી ત્વચાને ઠંડુ કરે છે. આ પેસ્ટ સુકાઈ જાય ત્યાં સુધી, પિમ્પલ્સ બનાવનારા બેક્ટેરિયા મરી જશે. ત્યારબાદ તમારો
ચેહરો ધોઈ લો. આ કુદરતી ઉપાયથી તમારી ત્વચા પર કોઈપણ પ્રકારની આડઅસર નહીં થાય માત્ર ફાયદો જ થશે.
બામ

જે લોકોને પિમ્પલ્સની સમસ્યા છે અથવા જેમની ત્વચા ખૂબ સંવેદનશીલ છે અને તૈલી હોય છે, તેઓએ તેમની સાથે વિક્સ અથવા
પેઇનકિલર બામની એક નાની શીશી રાખવી જોઈએ. જ્યારે પણ તમને ચેહરા પર ખંજવાળ આવે છે, ત્યારે માત્ર તે જગ્યા પર વિક્સનો
ઉપયોગ કરો. વિક્સ લગાડીને છોડી દો તેને ઘસશો નહીં અને તે જગ્યા પર ખંજવાળવું પણ નહીં. જો જરૂરી હોય તો, વધુ બે અથવા
ત્રણવાર વિક્સ લગાવો. આ ઉપાયથી પિમ્પલ્સ દૂર થશે.
0 Response to "આ ઘરેલું નુસ્ખાથી Shraddha Kapoor એના ચહેરાને રાખે છે સ્માર્ટ, અને દૂર કરી દે છે ખીલ તેમજ બીજી અનેક સમસ્યાઓને"
ટિપ્પણી પોસ્ટ કરો