કોરોના વિસ્ફોટ વચ્ચે લોકડાઉનને લઈ મોટા સમાચાર, CM રૂપાણીએ કહ્યું કે લોકડાઉન…
હાલમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે જેના કારણે રાજ્યમાં ફરી કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. 10 તારીખ સુધી શાળા કોલેજોને બંધ રાખવામાં આવ્યા છે તો બીજી તરફ AMTS-BRTSને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાઁ આવ્યો છે. તો બીજી તરફ લોકોમાં એવી પણ ચર્ચા થવા લાગી હતી કે શું રાજ્યમાં ફરી વાર લોકડાઉન જાહેર કરવામાં આવશે. આ અંગે સોશિયલ મીડિયા પર પણ લોકો સવાલો કરવા લાગ્યા હતા. આવી ચર્ચાઓ વચ્ચે રાજ્યના સીએમ રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે હાલમાં લૉકડાઉન લાગુ કરવાની કોઈ યોજના નથી.

તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે હાલમાં આઠ મહાનગર પાલિકાઓમાં સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આથી 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાકવામાં આવેશે જેથી સંક્રમણને રોકી શકાય. નોંધનિય છે કે, 2020નું આખું વર્ષ લોકોએ કોરોના સામે જંગ લડ્યો અને લોકોએ પૂરેપૂરો સાથ સહકાર પણ આપ્યો હતો, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં કોરોનાના કેસમાં ઘટાડો આવતા લોકો ફરી સોશિયલ ડિસ્ટન્સ માસ્ક પહેરવા જેવી બાબતોને ગંભીરતાથી લેતા બંધ થઈ ગયા હતા અને લોકો કોરોના ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલંલઘન કરવા લાગ્યા હતા જેના કારણે કોરોનાના કેસમાં વધારો નોંધાય છે,
સીએમ રૂપાણીએ કહ્યું, પરંતુ હવથી લોકોએ કોરનાના કાયદાનું ચુસ્તપણે પાલન કરવું પડશે નહી તો તેમની સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત સરકારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોથી લઈને તમામ તબક્કે તૈયારીઓ દર્શાવી છે અને આવનાર સમયમાં આપણે કોરોના સામે અવશ્ય જંગ જીતીશું.

સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં જેટલા કેસ છે એના કરતાં 5 ગણાં બેડ તૈયાર રાકવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, હાલમાં 5 હજાર બેડ તૈયાર છે. તો બીજી તરફ રાજ્યની ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ બન્નેમાં બેડ તૈયાર રાખવામાં આવ્યાં છે.
તો બીજી તરફ તેમણે સારવાર મળતી સહાય અંગે વાત કરતા કહ્યું કે, ખાનગી હોસ્પિટલમાં મનપા દ્વારા સહાય મળતી હતી એ અંગે અમે આગામી સમયંમાં નિર્ણય લઈશું. તેમણે કહ્યું કે રાજ્યમાં હાલ 3 લાખ વેક્સિનેશન આપવામાં આવે છે. આગામી સમયમાં હજુ તેમાં વધારો કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આગામી સમયમાં આવનારા હોળીના તહેવારની ઉજવણી અંગે હજુ સરકારે કોઈ જાહેરાત કરી નથી.

તો બીજી તરફ રાજ્યમાં કોરોનાને નાથવા માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ તેનું ઉલ્લંઘન કરશે તો 1 હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભાના ચાલુ સત્રમાં માસ્ક વિના ફરતા અધિકારીઓ, કર્મચારીઓ અને ધારાસભ્યોને પણ 500 રૂપિયા દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જો કે આ અંગે લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે. તેમનું કહેવુ છે કે સામાન્ય લોકો પાસેથી માસ્કના 1 હજાર વસુલતી રાજ્ય સરકાર ધારાસભ્યો અને અધિકારીઓ સામે કેમ ઉણી ઉતરે છે. તેમને 500 રૂપિયા દંડ અને સામાન્ય લોકોને 1 હજારનો દંડ આ અન્યાય છે.

તમને જણાવી દઈએ કે, હાલમાં રાજ્યમાં ચાર મહાનગરોમાં કોરોના કેસને લઈને તંત્ર સજ્જ બન્યુ છે. આ અંગે સ્થાનિક તંત્રના માર્ગદર્શન અંગે ચાર વરિષ્ઠ સચિવોને મહાનગરોની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાને અમદાવાદ, શિક્ષણ સચિવ વિનોદ રાવ અને નાણા સચિવ મિલીન્દ તોરવણેને વડોદરા તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને રાજકોટ અને જીઆઇડીસીના મેનેજિંગ ડિરેકટર એન. થેન્નારસનને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાં હાલંમાં પીએમ મોદીના આદેશ બાદ ટેસ્ટિંગ અને વેક્સિનેશનમાં ઝડપ લાવવા પણ રાજ્ય સરકાર પગલા ભરી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "કોરોના વિસ્ફોટ વચ્ચે લોકડાઉનને લઈ મોટા સમાચાર, CM રૂપાણીએ કહ્યું કે લોકડાઉન…"
ટિપ્પણી પોસ્ટ કરો