ગુજરાતી ફિલ્મોમાં રાજ કરનાર મલ્હાર ઠાકર આ રીતે બન્યો ફેમસ, જાણો સફળતાની કહાની તમે પણ: PICS
મિત્રો, હિન્દી ફિલ્મજગતની જેમ જ આપણા ગુજરાત રાજ્યમા ગુજરાતી ફિલ્મોનુ ચલણ ખુબ જ વધારે છે. આપણા ગુજરાત ના ઘણાખરા એવા કલાકરો છે કે, જે ગુજરાત નહિ પરંતુ, સમગ્ર દેશમા જાણીતા છે.
હાલ, પ્રવર્તમાન સમયમા ઘણા એવા પણ કલાકારો છે કે, જેમણે ખુબ જ ઓછા સમયમા સફળતા હાંસલ કરી લીધી છે .આજે આ લેખમા અમે તમને ગુજરાતના એક જાણીતા કલાકાર મલ્હાર ઠાકર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
તમને જણાવી દઈએ કે, ૨૦ નવેમ્બર ૨૦૧૫ ના રોજ રિલીઝ થયેલી આ એક ફિલ્મ હતી જે સમગ્ર ગુજરાતમા ખુબ જ લોકપ્રિય બની હતી. આ ફિલ્મનુ નામ તમે પણ જાણતા હશો. આ ફિલ્મ છે ‘છેલ્લો દિવસ’. આ ફિલ્મે દરેક ગુજરાતીને પેટ પકડી-પકડીને હસાવ્યા હતા. જેમા રહેલા કલાકરોએ પણ ઘણો અનોખો અભિનય કર્યો છે.
‘છેલ્લો દિવસ’ ફિલ્મમા એક કલાકાર મલ્હાર ઠાકર પણ હતો, જે વિક્કી ભાઈના નામે ઓળખાતો હતો. ગુજરાતી ફિલ્મજગતને આ ફિલ્મથી મલ્હાર ઠાકર જેવો એક સુપરસ્ટાર મળ્યો હતો.
એવુ કહેવામા આવે છે કે, મલ્હાર એ પહેલા ગુજરાતી નાટકો કરતા હતા અને તે પછી તેણે એક અભિનેતા તરીકે પોતાની ઓળખ ઉભી કરી. ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે, આ કલાકાર બાળપણથી જ એક અભિનેતા બનવાની ઈચ્છા ધરાવતો હતો.
જયારે તે શાળામા અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તે નાટક અને નૃત્ય જેવી અભિનય સાથે જોડાયેલી અનેકવિધ પ્રવૃત્તિઓમા આગળ પડતો ભાગ લેતો હતો.
આ સિવાય સાહિત્યના વિષયો જેમકે, અંગ્રેજી અને ગુજરાતી ક્લાસમા સૌથી વધારે માર્ક્સ લાવનાર એકમાત્ર મલ્હાર ઠાકર જ હતો. એવુ કહેવામા આવે છે કે, આ અભિનેતાને વોલીબોલ અને હેન્ડબોલ જેવી રમતો રમવી પણ ખુબ જ વધારે પડતી પસંદ છે.
ફિલ્મ “છેલ્લો દિવસ” દ્વારા આ અભિનેતા ખુબ જ વધારે પડતો લોકપ્રિય બન્યો હતો. આ ફિલ્મ પછી મલ્હાર ઠાકરે આજ સુધી ક્યારેય પણ પાછળ વળીને જોયુ નથી.
તે દિન-પ્રતિદિન નવી-નવી સફળતાઓ હાંસલ કરી રહ્યો છે. વિકીડાનુ પાત્ર ભજવીને અને જબરજસ્ત અભિનય દ્વારા આ ગુજરાતી ફિલ્મજગતમા તેણે પોતાની એક વિશેષ છાપ બનાવી લીધી છે. આજે પણ લોકો તેના અભિનયને જોવા માટે પાગલ થાય છે.
ગુજરાતી ફિલ્મજગતમા પ્રવર્તમાન સમય સુધીમા સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર માનવામા આવે છે. તે છેલ્લો દિવસ, પાસપોર્ટ, થઈ જશે, શું થયું, શરતો લાગુ અને લવની ભવાઈ’ જેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મોમાં પોતાની જોરદાર અભિનય કરીને લોકોનુ હૃદય જીતી લીધુ છે.
તે અભિનય સિવાય કવિતા વાંચવા અને લખવાના પણ ખુબ જ શોખીન છે મલ્હાર.એવુ કહેવામા આવે છે કે, મુંબઈમા તેમણે ઘણા ખરાબ સંઘર્ષ કર્યા છે.
તમને જણાવી દઈએ કે, આ સિવાય સુપરહિટ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ મલ્હાર વર્ષ ૨૦૧૩ ના એક એપિસોડમાં જેઠાલાલના મિત્ર પરાગનુ પાત્ર ભજવી ચૂક્યો છે. એવુ કહેવામા આવે છે કે, આજના સમયમાં તેમની પાસે ટિકિટ વિન્ડો એન્ટરટેઇનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યુ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ગુજરાતી ફિલ્મોમાં રાજ કરનાર મલ્હાર ઠાકર આ રીતે બન્યો ફેમસ, જાણો સફળતાની કહાની તમે પણ: PICS"
ટિપ્પણી પોસ્ટ કરો