અમદાવાદમાં કરફ્યુની કેવી છે હાલત, પહેલા દિવસે દેખાયો કંઈક આવો માહોલ, આટલા દંડાયા તો આટલાની અટકાયત
ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. રાજ્યના ત્રણ શહેરોમાં રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદમાં 57 કલાકનું કરફ્યૂ ચાલી રહ્યું છે. અમદાવાદમાં ગઈકાલે શુક્રવારે રાતના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણપણે કર્ફ્યૂ શરૂ થયો છે.
ત્યારે જોવા જેવી વાત એ છે કે, આવા કર્ફ્યૂના માહોલમાં કેવી પરિસ્થિતિ રહી અને અમદાવાદ કેવું જોવા મળ્યું હતું એનો એક સર્વે કરવામાં આવ્યા હતો. કર્ફ્યૂના પ્રથમ દિવસે સવારે શહેરના રસ્તાઓ સૂમસામ દેખાતા હતા. રાતદિવસ ધબકતું રહેતું અમદાવાદ કર્ફ્યૂમાં થંભી ગયું હતું. મંદિરોને પણ તાળાં લાગ્યાં હતાં. શહેરના માર્ગો પર લોકો કે વાહનોની અવરજવર નામમાત્ર જણાતી હતી. જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરીને કર્ફ્યૂનું પાલન કરાવતી નજરે ચડી હતી.
તો વળી એક તરફ કર્ફ્યૂનો ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી છે. શહેરના એસજી હાઈવે, આશ્રમ રોડ, લાલ દરવાજા, કાલુપુર, બાપુનગર, નરોડા, સરખેજ, રિંગ રોડ, નેશનલ હાઈવેને કનેક્ટેડ રોડ, શાહપુર, અસારવા, સાબરમતી, ચાંદખેડા એમ તમામ જગ્યાએ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત છે. હાલમાં કુલ આંકડાની વાત કરીએ તો પોલીસ દ્વારા કર્ફ્યૂના જાહેરનામા ભંગ બદલ કુલ 117 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે અને 130 લોકોની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, તમામ DCP-ACP, PI સહિતના અધિકારીઓ કર્મચારીઓ સાથે શહેરમાં સતત પેટ્રોલિંગ કરી અને કર્ફ્યૂનો કડક અમલ કરાવી રહ્યા છે.
હાલમા અમદાવાદના જેટલા પણ એન્ટ્રી પોઈન્ટ છે એના પર પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બહારથી આવતી ગાડીઓને ચેક કરી પૂછપરછ કરી અંદર આવવા દેવામાં આવી રહી છે. જો કે આ દરમિયાન જીવનજરૂરી વસ્તુઓ, જેમ કે દૂધ, દવાની દુકાન, મ્યુનિસિપલ સર્વિસ, પેટ્રોલ અને ગેસ સ્ટેશન, ફાર્મા કંપનીઓ, ઈલેક્ટ્રિક અને પાણી સપ્લાઇ કરનાર અને તેની સાથે સંકળાયેલા લોકોને નિયત આઈડી કાર્ડ કે ડોક્યુમેન્ટ્સ જોઇ જવા દેવાની પણ છૂટ આપવામાં આવી છે જેની લોકોએ નોંધ લેવી જોઈએ. અમદાવાદ રેલવે સ્ટેશન અને અમદાવાદ એરપોર્ટ પર આવતા-જતા પ્રવાસીઓને નિયત ટિકિટ અને આઈડી પ્રૂફ બતાવ્યા બાદ કર્ફ્યૂના બે દિવસમાં અમદાવાદ શહેરમાં પ્રવેશ અને પ્રસ્થાન કરવા દેવાશે
આ જોઈ લો સીજી રોડ. ત્યાં સતત દિવસભર વાહનોની અવરજવરથી વ્યસ્ત રહેતો અને આજે સન્નાટો છે
યુનિવર્સિટી વિસ્તારના રોડ સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અને વિદ્યાના સાઘકોથી ધમકતો રહેતો પણ આજે તમે જોઈ શકો છો શું હાલત છે
એલિસબ્રિજ પણ સામાન્ય રીતે વાહનોની સતત અવર-જવર જોવા મળતી હતી, પરંતુ કર્ફ્યૂ લાદી દેવાના કારણે વાહનો નથી દેખાઈ રહ્યાં.
તો વળી સાબરમતી વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. પોલીસકર્મી ત્યાંથી પસાર થતાં લોકોની પૂછપરછ કરી રહ્યાં છે અને જો લોકો દ્વારા યોગ્ય કારણ દર્શાવવામાં ન આવે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે તો ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1515 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,95,917એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3846એ પહોંચ્યો છે. જ્યારે 1271 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.26 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 70,388 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અમદાવાદમાં કરફ્યુની કેવી છે હાલત, પહેલા દિવસે દેખાયો કંઈક આવો માહોલ, આટલા દંડાયા તો આટલાની અટકાયત"
ટિપ્પણી પોસ્ટ કરો