ગુજરાતના 4 મહાનગરોમાં ફરી રાત્રિ કર્ફ્યું વધારાયું, હવે સમય રાતે 12નો નહીં આટલો કરાયો
રાજ્યના 4 શહેરોમાં આવતી કાલથી 31 માર્ચ સુધી રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ, સરકારે જાહેર કર્યો નિર્ણય, રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધી રહ્યો છે એવામાં કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ એટલે કે 17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ રાત્રિ કરફ્યુનો નિર્ણય 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા 12થી સવારના 6ના રાત્રિ કર્ફ્યુની મુદત ગઈકાલે પૂરી થઈ ગઈ. આજે કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવાયો છે.
રાત્રી કરફ્યુ અંગે લેવાયેલા નિર્ણયની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કયા વિસ્તારમાં કયા સમય સુધી રાત્રિ ફર્ફ્યુ રાખવો તે નક્કી કરી સાંજ સુધીમાં જાહેરાત કરવામાં આવશે. તેમણે આગળ જણાવ્યું હતું કે, કોરોના વેક્સિન લીધી હોય અને પછી પણ કોરોના પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ કોરોના વેકસીનના ડોઝ મોકલ્યા છે. અને વેકસીનનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ એહયો છે. અને તો બીજી તરફ રાત્રિ કર્ફ્યૂની મુદત પણ ગઈકાલે જ પૂરી થઈ ગઈ હતી. એવામાં નાયબ મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ અટકાવવા માટે યોગ્ય પગલાં લેવા મ્યુનિસિપલ કમિશનરો સાથે ચર્ચા કરી અને હાલ આ રાત્રી કરફ્યુનો નિર્ણય લેવા સૂચના આપી છે.
ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મહાનગર પાલિકાના કમિશનરોને આ અંગેયોગ્ય નિર્ણય લેવા અને જરૂરી પગલાં ભરવા માટે પણ છૂટ આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને લીધે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.
બીજી બાજુ ગુજરાત ક્રિકેટ એસોસિયેશને સોમવારે રાત્રે 10 વાગ્યે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના કેસો વધી રહ્યા હોવાથી 16,18 અને 20 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20ની મેચો જોવા માટે દર્શકો નહિ હોય, આ મેચ દર્શકો વિના જ રમાશે. તેમજ ટિકિટ ખરીદનારા દર્શકોને રિફંડ પણ આપવામાં આવશે.
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનમને BCCI સાથે ચર્ચા વિચારણા કરીને હવે પછીની મેચો દર્શકો વગર જ રમાડવાનો નિર્ણય કર્યો છે. તેમજ બાકીની ત્રણ મેચો માટેની ટિકિટોના રિફંડ અંગેની નીતિ બનાવવામાં આવશે. તેમજ જે લોકોને ફ્રીમાં ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમની મુલાકાત ન લેવા માટે વિનંતિ કરવામાં આવે છે.
અમદાવાદના અસારવાની સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે. સિવિલ હોસ્પિટલમાં કેસોની સંખ્યા હવે 100ને પાર પહોંચવા આવી છે.
સુપ્રિટેન્ડન્ટ ડો. જે.પી. મોદીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં અત્યારે 91 જેટલા કોરોનાના કેસો નોંધાયા છે. જેમાં 60થી વધુ દર્દીઓ વેન્ટિલેટર પર છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં તૈયારીના ભાગરૂપે 1200 બેડ હોસ્પિટલમાં 500 બેડ ઇમરજન્સીના તૈયાર કરવામાં આવ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ગુજરાતના 4 મહાનગરોમાં ફરી રાત્રિ કર્ફ્યું વધારાયું, હવે સમય રાતે 12નો નહીં આટલો કરાયો"
ટિપ્પણી પોસ્ટ કરો