WOW! મુકેશ-નીતા અંબાણીની એનિવર્સરી આ રીતે યાદગાર બનાવી Tina Ambaniએ, જાણો શું કર્યુ ખાસ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની મેરેજ એનિવર્સરી પર ટીના અંબાણીએ લખી હૃદયસ્પર્શી પોસ્ટ, કહ્યું “જીવનભરનો સાથ….”..’

ટીના અંબાણીએ મુકેશ અંબાણી અને એમની પત્ની નીતા અંબાણીની 36મી મેરેજ એનિવર્સરીના અવસર પર એમને શુભકામનાઓ આપવા માટે એમના માટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખૂબ જ હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી છે. ગુલાબી સાડી પહેરેલી ટીના અંબાણીએ મુકેશ અંબાણી એમની પત્ની નીતા અંબાણી અને પોતાના પતિ અનિલ અંબાણીનો એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

આ ફોટો શેર કરતા ટીના અંબાણીએ કેપ્સનમાં લખ્યું છે કે ” એક એવી જોડીના વખાણ કરીએ જે એકબીજાની પૂર્ણતાના પૂરક છે અને એકબીજાને પૂર્ણ કરે છે. ક્યારે તમે લોકો દાદા દાદીના આ અદ્દભૂત નવા અધ્યાયનો આનંદ લઈ રહ્યા છો, ત્યાં ત્યારે તમારા આખા જીવનની ખુશીઓ, સ્વાસ્થ્ય અને એકસાથે રહેવાની કામના કરીએ છીએ. હેપ્પી એનિવર્સરી નીતા અને મુકેશ.”


ટીના અંબાણી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ ફોટાને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને આ સાથે જ લોકો નીતા અંબાણી અને મુકેશ અંબાણીને લગ્નની વર્ષગાંઠની શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે નીતા અંબાણી અને મુકેશ અંબાણી ગયા વર્ષના અંતમાં એટલે કે 10 ડિસેમ્બર 2020ના રોજ દાદા દાદી બન્યા છે જ્યારે તેમના દીકરા આકાશ અંબાણી અને વધુ શ્લોકા અંબાણીને ત્યાં પુત્રનો જન્મ થયો જેનું નામ પૃથ્વી આકાશ અંબાણી રાખવામાં આવ્યું છે.


શ્લોકા અંબાણી અને આકાશ અંબાણીએ પોતાના માતા પિતા બન્યાની ખુશ ખબર આપતા કહ્યું હતું કે ભગવાન કૃષ્ણની કૃપા અને ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના આશીર્વાદ સાથે અમારા અનમોલ દીકરા પૃથ્વી આકાશ અંબાણીના જન્મની ઘોષણા કરતા અમે ખૂબ ખુશ છીએ. માતા પિતા શ્લોકા અંબાણી અને આકાશ અંબાણી પણ ખૂબ જ ખુશ છે.

image source

નીતા દાદી અને મુકેશ દાદા, મોના નાની અને રસેલ નાના, દાદા, દાદી, પૂર્ણિમા બેન અને રવિન્દ્ર ભાઈ દલાલ, રજનિકેન અને અરુણ ભાઈ મહેતા, મીના બેન અને ભરત ભાઈ મહેતાની સાથે. ઈશા, આનંદ, અનંત નિશા, વિરાજ, દિયા, આયુષ, અલય, અમાયરા અને માઇયા, અંબાણી અને મહેતા પરિવાર” બંને પરિવારે એક બયાનમાં કહ્યું હતું.

તમને જણાવી દઈએ કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના લગ્ન વર્ષ 1985માં થયા હતા. નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનનના અધ્યક્ષ અને સંસ્થાપક ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના એક નિર્દેશક છે. જ્યારે એમના પતિ મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક છે..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "WOW! મુકેશ-નીતા અંબાણીની એનિવર્સરી આ રીતે યાદગાર બનાવી Tina Ambaniએ, જાણો શું કર્યુ ખાસ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel