સ્ત્રીઓ માટે બેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડવા માટે કાચી ડુંગળી અને લસણનું સેવન છે ખુબ જ ફાયદાકારક, જાણો કઇ રીતે ???

આપણા શરીર માટે ખુબ ફાયદાકારક હોય છે કાચી ડુંગળી અને લસણ. કાચી ડુંગરી અને લસણ ખાવાથી અનેક બીમારી દુર રહે છે. અને તેનાથી મહિલાઓનાં બ્રેસ્ટ કેન્સરનાં જોખમને ઘટાડી શકાય છે. ન્યૂ યોર્કમાં કરાયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.
‘યુનિવર્સિટી ઓફ બફેલો’ અને ‘યુનિવર્સિટી ઓફ પ્યુએરેટો રિકો’ના એક રિસર્ચમાં સાબિત થયું છે કે કાચી ડુંગળી અને લસણ ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. આ રિસર્ચમાં બ્રેસ્ટ કેન્સર ધરાવતી ૬૦૦ મહિલાઓને સામેલ કરવામાં આવી હતી.
રિસર્ચમાં કાચી ડુંગળી-લસણ અને પકવેલા અથવા વાનગીમાં વપરાતા ડુંગળી-લસણનું સેવન કરતી મહિલાઓના સ્વાસ્થ્યનું અવલોકન કરવામાં આવ્યું હતું. આ રિસર્ચ ડો. ફ્રેઉડેન્હિમની આગેવાની હેઠળ વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૪ સુધી કરવામાં આવ્યું હતું.
આ રિસર્ચમાં સામેલ ૩૪૬ મહિલાઓ જે કાચી ડુંગળી અને લસણનું સેવન કરતી હતી તેમનાં કેન્સરમાં કન્ટ્રોલ જોવા મળ્યો હતો. આ રિસર્ચમાં પુરવાર થયું છે કે કાચી ડુંગળી અને લસણ ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ૬૭% ઘટાડી શકાય છે.
0 Response to "સ્ત્રીઓ માટે બેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડવા માટે કાચી ડુંગળી અને લસણનું સેવન છે ખુબ જ ફાયદાકારક, જાણો કઇ રીતે ???"
ટિપ્પણી પોસ્ટ કરો