OMG: કોરોના કાળમાં લગ્નમાં વરરાજા કરી બેઠો ના કરવાનું આવું કામ, તો મંડપમાંથી જ સીધી ઉઠાવી ગઇ પોલીસ અને પછી…
કોરોના વાયરસની મહામારી દરમિયાન લગ્નમાં વરરાજા એવું કઈક કર્યું કે, વરરાજાને ભરેલ મંડપ માંથી પોલીસ ઉઠાવી જાય છે.
કોરોના વાયરસના સંક્રમણએ આખા દેશને હલાવીને રાખી દીધો છે. જેના કારણે પંજાબ રાજ્યમાં પણ વિકેન્ડ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય પ્રશાસન દ્વારા લોકોને કોરોના વાયરસના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તો પણ કેટલાક લોકો એવા છે જેઓ કોરોના વાયરસના સંક્રમણના ખતરાને સમજી શકતા નથી. આવો જ એક કેસ પંજાબ રાજ્યના જલંધર શહેરમાં થયો છે. પંજાબ રાજ્યમાં લગ્ન સમારંભ દરમિયાન ૧૦૦ કરતા વધારે મહેમાનોને એકઠા કરવામાં આવ્યા હતા. જયારે આ વાતની જાણકારી પોલીસને થાય છે ત્યારે પોલીસ પોતાના તરફથી કડક કાર્યવાહી કરે છે. પોલીસ દ્વારા વરરાજા અને વરરાજાના દાદાને કસ્ટડીમાં લેવામાં આવ્યા.

લગ્નના મંડપમાં ૧૦૦ કરતા વધારે વ્યક્તિઓની ઉપસ્થિતિ હતી. જેની કોરોના વાયરસ ગાઈડલાઈન મુજબ લગ્નમાં ૨૦ વ્યક્તિઓ માટે પણ ડે.કમિશનર પાસેથી પરવાનગી લેવી જરૂરી છે. જયારે સ્થળ પર તપાસ કરવામાં આવી તે દરમિયાન ખબર પડે છે કે, લગ્ન પ્રસંગ કરનાર પાસે આવા કોઈપણ પ્રકારની પરવાનગી છે નહી. એટલા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા વરરાજા અને છોકરીના દાદાને પોલીસની ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા.

જયારે દાદાને અને વરરાજાને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ જયારે પુછપરછ કરવામાં આવે છે તો તેમણે કહ્યું છે કે, લગ્નમાં આટલા બધા વ્યક્તિઓ કેવી રીતે આવી ગયા અને ક્યાંથી આવ્યા તે વિષે તેમણે કોઈ જાણકારી છે નહી. વરરાજા દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમણે તો ફક્ત ૨૦ વ્યક્તિઓને જ લગ્ન પ્રસંગ માટે બોલાવ્યા હતા. જયારે આટલા બધા લોકો ક્યાંથી આવી ગયા તેના વિષે તેઓ કઈ જ જાણતા નથી.

પોલીસ દ્વારા વર પક્ષ અને કન્યા પક્ષના એમ ચાર વ્યક્તિઓની વિરુદ્ધ કેસ દાખલ કરી દે છે અને ત્યાર બાદના બે કલાક પછી વરરાજા અને છોકરીના દાદાને જામીન પર છોડાવી લેવામાં આવે છે. ત્યાર બાદ વરરાજા લગ્ન કરીને પોતાની દુલ્હનને કારમાં લઈને પોતાના ઘરે ચાલ્યા જાય છે. પંજાબ રાજ્યમાં બનેલ આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

એક બાજુ આખા દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીએ ફરીથી પોતાનું માથું ઉચક્યું છે ત્યારે દેશમાં ઘણા બધા એવા લોકો પણ છે જેઓ કોરોના વાયરસ સંક્રમણની ગાઈડલાઈનના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરતા જોવા મળી જાય છે. આવા કેટલાક લોકો પોતાના પ્રસંગોમાં વધારે વ્યક્તિઓને બોલાવીને કોરોના વાયરસને પ્રસરાવવાનું કામ કરતા રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "OMG: કોરોના કાળમાં લગ્નમાં વરરાજા કરી બેઠો ના કરવાનું આવું કામ, તો મંડપમાંથી જ સીધી ઉઠાવી ગઇ પોલીસ અને પછી…"
ટિપ્પણી પોસ્ટ કરો