SBIના ગ્રાહકો ખાસ ધ્યાન આપે, મોબાઇલમાં આ નંબર સેવ હોય તો આજે જ કરી દો ડિલિટ, નહિં તો ખાતું થઇ જશે ખાલીખમ
SBI ની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે દેશભરમાં ઝડપથી વધી રહેલા ફ્રોડના કિસ્સાઓને કારણે સૌ કોઈએ સાવધાન રહેવાની જરૂર છે. એ સિવાય ગ્રાહકોએ તેના બેંક ખાતા સંબંધિત માહિતી ક્યારેય ફોનમાં સેવ ન રાખવી જોઈએ.

જો તમારું બેંક અકાઉન્ટ પણ દેશની સૌથી મોટી સરકારી બેંક SBI માં છે તો તમારા માટે આ આર્ટિકલ વાંચવો બહુ જરૂરી છે. SBI બેંકે દેશના તેના 44 કરોડ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. SBI ની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર દેશભરમાં ઝડપથી વધી રહેલા ફ્રોડના કિસ્સાઓને કારણે સૌ કોઈએ સાવધાન રહેવાની જરૂર છે. એ સિવાય ગ્રાહકોએ તેના બેંક ખાતા સંબંધિત માહિતી ક્યારેય ફોનમાં સેવ ન રાખવી જોઈએ. જો તમે તમારો OTP (વન ટાઇમ પાસવર્ડ), પિન નંબર, ડેબિટ કે ક્રેડિટ કાર્ડનું CVV કે એટીએમ સંબંધિત માહિતી તમારા ફોનમાં સેવ કરી હોય તો સત્વરે તેને ડીલીટ કરી દેવી નહીંતર તમારું ખાતું પણ ખાલી થઈ શકે છે.

SBI ના કહેવા મુજબ ગ્રાહકો એવી ભૂલ બિલકુલ ન કરે જેથી કરીને તેનું બેંક અકાઉન્ટ ખાલી થઈ જાય. બેંકે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગ્રાહકોએ ક્યારેય પોતાના બેંક અકાઉન્ટ અને ઓનલાઇન બેન્કિંગની માહિતી ફોનમાં સેવ ન રાખવી જોઈએ.
ક્યારેય ફોનમાં સેવ ન રાખવા આ નંબરો
બેંકે જણાવ્યું કે બેંકના અકાઉન્ટ નંબર, પાસવર્ડ, એટીએમ કાર્ડનો નંબર કે પછી તેની તસવીરો પાડીને રાખવી ન જોઈએ. તેનાથી તમારી આ માહિતી લીક થવાનો ભય રહે છે. સાથે જ તમારું અકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે.
એટીએમ કાર્ડને કોઈની સાથે શેયર ન કરવું

એ સિવાય ગ્રાહકોએ પોતાનું એટીએમ કાર્ડ કોઈને ન આપવું જોઈએ કે તેને કોઈની સાથે શેયર ન કરવું જોઈએ. આમ કરવાથી તમારા કાર્ડની માહિતી લીક થઈ શકે છે અને છેતરપીંડી કરનાર તમારી સાથે સરળતાપૂર્વક ફ્રોડ કરી શકે છે.
પબ્લિક ઇન્ટરનેટનો ઉપયોગ ન કરવો

સ્ટેટ બેંકના જણાવ્યા મુજબ દેશના બધા ગ્રાહકોએ એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તેઓ પબ્લિક ઇન્ટરનેટનો ઉપયોગ ન કરે, ખાસ કરીને પૈસાની લેતીદેતી સંબંધિત પ્રોસેસ સમયે. આમ કરવાથી તમારી અંગત વિગતો લીક થવાનો ભય સતત રહે છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે બેંક તરફથી ફોન કરીને કે sms કરીને ક્યારેય પણ તમારી પાસેથી યુઝર આઈડી, પિન, પાસવર્ડ, સિવિવી, ઓટીપી, વીપીએ, જેવી સંવેદનશીલ માહિતી માંગવામાં નથી આવતી. જો તમારી પાસે અજાણ્યા નંબર પરથી કોલ આવે અને તેઓ ઉપર જણાવ્યા મુજબની માહિતી માંગે તો તેને કોઈ માહિતી આપવી નહીં અને શક્ય હોય તો પોલીસને આ બાબતે જાણ કરવી.
0 Response to "SBIના ગ્રાહકો ખાસ ધ્યાન આપે, મોબાઇલમાં આ નંબર સેવ હોય તો આજે જ કરી દો ડિલિટ, નહિં તો ખાતું થઇ જશે ખાલીખમ"
ટિપ્પણી પોસ્ટ કરો