નેહા કક્કરે ઋષિકેશમાં એક ખૂબ જ લક્ઝરી બંગલો ખરીધો, તેની સુંદર તસવીરો શેર કરીને કહ્યુ કે…

Spread the love

નેહા કક્કર બોલિવૂડ અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત સિંગર છે. તેણે ખૂબ જ ટૂંકા સમયમાં બોલીવુડમાં પોતાના પગ મજબૂતી સાથે જમાવી લીધા છે. નેહાનો જન્મ 6 જૂન 1988 ના રોજ ઉત્તરાખંડના ઋષિકેશમાં થયો હતો.

આવી સ્થિતિમાં નેહા માટે ઋષિકેશની તેના દિલમાં ખાસ જગ્યા છે. તાજેતરમાં નેહા ઋષિકેશ ગઈ હતી. તેણે ત્યાંની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.

નેહાએ ઋષિકેશની તેની સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સાથે જ તેને કેપ્શન લખ્યું, “તે શહેરથી તસવીરો, જ્યાં મારો જન્મ થયો હતો. હું ખૂબ જ નસીબદાર છું, નેચર લવર.”

જો કે નેહા કક્કર આજે ઉંચાઇ પર છે, પરંતુ તેના જીવનમાં એક સમય એવો પણ હતો જ્યારે તેના પરિવાર પાસે ખાવા માટે પૈસા પણ ન હતા.

નેહા કક્કર આજે બોલીવુડની સૌથી વધુ ફી લેનારી સિંગર બની ચુકી છે, આ તેમની મહેનતનું પરિણામ છે કે એક નાના શહેરની હોવા છતાં પણ તે આજે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.

જણાવી દઇએ કે નેહા કક્કર ખૂબ જ નાનપણથી જ ઘર પરિવારના કામોમાં લાગી ગઈ હતી. અહીં પહોંચવા માટે નેહા કક્કરને પોતાનું બાળપણ ગુમાવીને ખૂબ મહેનત કરવી પડી હતી.

જે ઉંમરે બાળકો સ્કૂલે જાય છે, રમે છે, તે ઉંમરે નેહા કક્કરે ભાઈ-બહેન સાથે પરિવારની જવાબદારી સંભાળી લીધી હતી. તે 4 વર્ષની ઉંમરથી જ સિંગિંગ કરી રહી છે.

નેહા કક્કરનો જન્મ ઋષિકેશમાં થયો હતો અને તેમનું બાળપણ પણ અહીં જ પસાર થયું છે. તે આ શહેરમાં તેના પરિવાર સાથે એક રૂમવાળા ભાડાના મકાનમાં રહેતી હતી. નેહા કક્કરની માતાએ તે જ રૂમમાં એક તરફ ટેબલ રાખીને કિચન બનાવ્યું હતું.

નેહા કક્કર અને તેના પરિવારે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. પરિવારનું પેટ ભરવા માટે તેના પિતા કોલેજની બહાર સમોસા વેચતા હતા. ઘરમાં પાંચ લોકો રહેતા હતા. નેહાની એક મોટી બહેન પણ છે જેનું નામ સોનૂ છે અને એક નાનો ભાઈ છે જેનું નામ ટોની છે.

જો કે આટલા સંઘર્ષ પછી નેહા આજે ઘણી સફળ છે. પહેલા નેહાએ સિંગિંગના કારણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો, ઘરની આર્થિક સ્થિતિ પણ ઠીક ન હતી. પરંતુ આજે આ સિંગિંગને કારણે તે આજે કરોડપતિ છે.

તેમની પાસે માત્ર મોંઘી ગાડીઓ જ નથી, પરંતુ તેમણે તાજેતરમાં જ ઋષિકેશમાં જ એક ખૂબ જ લક્ઝરી બંગલો ખરીદ્યો છે. તેની તસવીરો નેહા કક્કરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. લોકો તેની સફળતા માટે તેમને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે.

0 Response to "નેહા કક્કરે ઋષિકેશમાં એક ખૂબ જ લક્ઝરી બંગલો ખરીધો, તેની સુંદર તસવીરો શેર કરીને કહ્યુ કે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel