જીવનમાં આવેલી અણધારી મુસીબતોને દૂર કરે છે હનુમાનજીનો આ ફોટો, લગાવો તમે પણ ઘરમાં
આ ધરતી પર જે સાત લોકોને અમરત્વનું વરદાન પ્રાપ્ત થયું છે તેમાંથી એક છે બજરંગ બલી. હનુમાનજી સૌથી શક્તિશાળી અને બુદ્ધિવાન છે. તેમને અલગ અલગ નામે ઓળખવામાં અને પૂજવામાં આવે છે. હનુમાનજી હિંદૂ ધર્મમાં સૌથી વધુ પૂજાતા દેવ છે. તે જો પ્રસન્ન થઈ જાય છે તો જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે.
માનવામાં એમ પણ આવે છે કે કેટલીક બાધા તો હનુમાનજીનું નામ લેવા માત્રથી દૂર થઈ જાય છે. પરંતુ હનુમાનજીની કૃપા તમારે ઝડપથી પ્રાપ્ત કરવી હોય અથવા તો જીવનમાં કોઈ અણધાર્યું સંકટ આવી ગયું હોય તો કેટલાક ઉપાય કરવાથી મારુતિ નંદનની કૃપા ઝડપથી પ્રાપ્ત થાય છે.
હનુમાનજીની આરાધના કોઈપણ દિવસે કરી શકાય છે પરંતુ મંગળવાર તેમનો પ્રિય છે. તેથી આ દિવસે કરેલા ઉપાય ઝડપથી મનોકામના પૂર્ણ કરે છે. આમ કરવાથી ટુંક સમયમાં જ તમારું ભાગ્ય ખુલી જાય છે. બજરંગબલીની આરાધના કરવાથી જાતકને ઝડપથી ફળ મળે છે. તેઓ ભક્તના જીવનમાં ઝડપથી ખુશીઓનો સંચાર કરે છે.
ભક્ત જો ભાવપૂર્ણ તેમજ સાચા મનથી હનુમાનજીની આરાધના કરે છે તો રોગ, શોક, ભય બધુ જ દૂર થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં બજરંગબલીનું શૌર્ય દર્શાવતી તસવીર લગાવવામાં આવે તો ઘરમાં રહેતા લોકોના રોગ અને ભય દૂર થઈ જાય છે અને આત્મવિશ્વાસ વધે છે. આ સિવાય ઘર પર આવેલી તમામ બાધા દૂર થઈ જાય છે.
હનુમાનજીની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત કરવાના ઉપાય
– મંગળવારે સવારે ગાયને રોટલી ખવડાવો.
– હનુમાનજીના મંદિરમાં મંગળવારે નાળિયેર ચઢાવો અને આર્થિક સ્થિતિ સુધારવાની પ્રાર્થના કરો.
– ઘરમાં હનુમાનજીની છબી એ રીતે લગાવવી કે જેથી તેમનું મુખ દક્ષિણ દિશા તરફ રહે. તેનાથી ઘરમાં ખરાબ શક્તિનો પ્રભાવ દૂર થાય છે.
આ સિવાય હનુમાનજીને પ્રસન્ન કરવાનો અચૂક ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ અને રામ નામનો જાપ છે. આ સિવાય જો સંકટ અચાનક આવી પડે તો બજરંગ બાણનો પાઠ પણ કરી શકાય છે.
જો તમારા મનની કોઈ ઈચ્છા ઘણા સમયથી પૂર્ણ થતી ન હોય તો તમે મંગળવાર અથવા શનિવારે હનુમાનજીને બુંદી લાડુ ધરાવો. લાડુ ધરાવી અને પ્રભુને તમારી ઈચ્છા જણાવો. આ મનોકામના ઝડપથી પૂર્ણ થશે.
આ સિવાય એક અચૂક ઉપાય પણ દર્શાવવામાં આવ્યો છે જેમાં વડલાના પાન તોડી તેના પર કેસરથી શ્રીરામ લખવું અને તેનો હાર બનાવી હનુમાનજીને ચઢાવવો. આ ઉપાય અચૂક ગણાય છે.
0 Response to "જીવનમાં આવેલી અણધારી મુસીબતોને દૂર કરે છે હનુમાનજીનો આ ફોટો, લગાવો તમે પણ ઘરમાં"
ટિપ્પણી પોસ્ટ કરો