તારક મહેતા..નો ગોગી બહેનની વિદાય સમયે થઇ ગયો હતો ઇમોશનલ, અને રડી પડ્યો હતો ધ્રુસકે-ધ્રુસેક..તો આ રીતે ટપુડાએ પાડ્યો શાંત
છેલ્લા 12 વર્ષથી લોકોનું સતત મનોરંજન કરતો કોમેડી શો તારક મહેતા કા ઉલટા ચશ્મા અને એ શોના બધા જ કલાકારો લોકોમાં
ખૂબ જ પ્રખ્યાત છે. દરેકે દરેક કલાકારને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. એમાંય વળી ટપુ સેનાની તો વાત જ શુ કરવી, આ શોમાં
તમને જણાવી દઈએ કે ગોગી ઉર્ફે સમય શાહની મોટી બહેન ડિનલ શાહના લગ્ન વર્ષ 2019ની 25 જાન્યુઆરીએ યોજાયા હતા.

મુંબઈમાં યોજાયેલા ગોગીની બહેનના લગ્ન ખૂંબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા.આનંદની વાત એ હતી કે તે સમયે કોરોનાનો ક
પણ દુનિયા કે દેશને ખબર નહોતી. અને એટલે જ કોઈપણ જાતના નિયંત્રણ વગર લગ્નમાં પરિવાર, મિત્રો તથા તમામ સગા
સંબંધીઓ હાજર રહ્યાં હતાં.
સમય શાહની બહેન ડિનલ શાહનું હુલામણું નામ રાણી છે. અને કદાચ એટલે જ ડિનલના પેરેન્ટ્સે દીકરીના લગ્ન રાણીની જેમ જ
વૈભવી રીતે કર્યાં હતાં.

ગોગીની બહેનના આ ભય લગ્નમાં સંગીત સેરેમની પીઠી, પૂલ પાર્ટી, વેડિંગ તથા રિસેપ્શન એ રીતે વિવિધ ફંક્શન યોજવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે સમય શાહની બહેન ડિનલ શાહના લગ્નમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્માંના કલાકારો આવ્યા નહોતા. જો કે
સમય શાહ તથા ભવ્ય ગાંધી એટલે કે ‘તારક મહેતા કા ઉલટા ચશ્માંનો જૂનો ટપુમાસીયાઈ ભાઈઓ થાય છે. અને એટલે જ ભવ્ય
ગાંધીએ પોતાની માસયાઈ બહેનના લગ્નના દરેક ફંક્શનમાં હાજરી આપી હતી.
ડિનલ શાહના લગ્નની દરેક વિધિમાં ભવ્ય ગાંધી સમય શાહની સાથે જોવા મળ્યો હતો. વિદાય સમયે સમય શાહ ધ્રુસકે ધ્રુસકે રડવા
લાગ્યો હતો. આ સમયે ભવ્ય ગાંધીએ તેને છાનો રાખ્યો હતો.
તમને જણાવી દઈએ કે ડિનલે પતિ અર્પિત સાથે લગ્નની દરેક વિધિને મનથી માણી હતી. અર્પિત તથા ડિનલ ‘મેડ ફોર હેવન’ જોડી
લાગતી હતી.
વાત કરીએ સમય શાહના પરિવારની તો, સમય શાહના પરિવારમાં તેના માતા પિતા અને બે મોટી બહેનો છે. સમય શાહ છેલ્લાં 12
વર્ષથી તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલ સાથે જોડાયેલો છે. એમ કહીએ તો પણ ચાલે કે આ સિરિયલમાં કામ કરતાં કરતાં જ
સમય શાહ મોટો થયો છે. નવાઈની વાત એ છે કે સિરિયલમાં તે સૌથી નાનો હતો.

હાલ સમય શાહ કોલેજમાં અભ્યાસ કરે છે. સમય શાહને નાટકમાં પણ કામ કરવું છે અને તે નાટકને ડિરેક્ટ પણ કરે છે.
તારક મહેતા સીરિયલમાં ગોગીના માતા પિતાનું પાત્ર જેનિફર મિસ્ત્રી તથા બલવિંદર સિંહ સૂરી ભજવી રહ્યા છે. ગોગીને ઓનસ્ક્રીન
પેરેન્ટ્સ સાથે ઘણું જ સારું બંને છે.
0 Response to "તારક મહેતા..નો ગોગી બહેનની વિદાય સમયે થઇ ગયો હતો ઇમોશનલ, અને રડી પડ્યો હતો ધ્રુસકે-ધ્રુસેક..તો આ રીતે ટપુડાએ પાડ્યો શાંત"
ટિપ્પણી પોસ્ટ કરો