આ રીતેે કરો ઘરની સજાવટ, ઇલેક્ટ્રિક બિલ આવશે એકદમ ઓછુ, જાણો આ માટે શું રાખશો ખાસ ધ્યાન
હાલમાં મોટાભાગના લોકોની એક જ ફરિયાદ હોય છે કે તેમના ઘરનું ઈલેક્ટ્રીસિટી બિલ વધારે આવે છે. અને એમ થવું સ્વાભાવિક પણ છે, કારણ કે આ લોકડાઉનમાં મોટાભાગનો આપણો સમય ઘરમાં જ પસાર થતો હોય છે, આ કારણે લોકો બને એટલી ઓછી લાઈટનો વપરાશ થાય તેવા પ્રયત્નો કરતા હોય છે. ઈલેક્ટ્રીસિટીનો ઓછો વપરાશ થાય અને ઘરમાં હવા ઉજાસ રહે તે માટે કેટલી ટિપ્સ તમે ફોલો કરી શકો છો. જેમ કે,
નેચરલ લાઈટ છે બેસ્ટ ઓપ્શન :

ઘરમાં નેચરલ લાઈટનો ઉપયોગ ઈલેક્ટ્રીસિટી બચાવવાનો સૌથી બેસ્ટ ઉપાય છે. સૌથી પહેલાં તો વેન્ટિલેશન અને લાઈટિંગની આજુબાજુ રાખેલો ભારે સામાન હોય તો તે હટાવી લો. ઘણી વખત મહિલાઓ બારીની પાસે ફ્રીઝ અને સોફા જેવી વસ્તુઓ મૂકતી હોય છે, જે બહારથી આવતી નેચરલ લાઈટને ઘરમાં આવતા રોકે છે. તમે ઘરમાં ગમે તેટલી ટયૂબલાઈટ લગાવી લો, તો પણ નેચરલ લાઈટની અસર તો કંઈક અલગ જ હોય છે.
તમારા ઘરમાં જો સ્કાય લાઈટ હોય અને તેમાં નેટ લગાવેલી હોય તો તેને અવારનવાર સાફ કરતા રહેવું. બને તો ઘરનો દરવાજો થોડી વાર માટે ખુલ્લો રાખવો જેથી હવા અને સૂર્યપ્રકાશ બંને ઘરની અંદર આવી શકે. આ ઉપરાંત બની શકે તો દીવાલ ઉપર રિફ્લેક્ટિવ વોલ સ્ટિકર્સ લગાવવાં જેથી નેચરલ લાઈટ ઘરમાં પ્રવેશશે અને રિફ્લેક્ટિવ સ્ટિકર્સની મદદથી લાઈટ તમારા આખા ઘરમાં ફેલાશે.
એલઈડી લાઈટનો કરો ઉપયોગ :

તમારે તમારા ઘરમાં એનર્જીવાળી એલઈડી લાઈટ્સનો ઉપયોગ કરવો જોઈએ. ઘરમાં નાઈટ લેમ્પવાળી એલઈડી લાઈટ લગાવવી તે ઈલેક્ટ્રીસિટી પણ બચાવશે, અને રાત્રે જો તમારે કોઈ કામ અર્થે ઊઠવું પડે તો ત્યારે તમારે મોટી લાઈટ ચાલુ કરવાની જરૂર નહીં પડે. તેમજ તે ઘરને સુંદર લુક પણ આપે છે.

તમે રસોડામાં, ડ્રોઈંગ રૂમમાં, બેડરૂમ અને બાથરૂમમાં આ એલઈડી લાઈટ લગાવી શકો છો. તમારા રૂમના ડેકોરેશનના હિસાબે એલઈડીની પસંદગી કરી શકો છો. જો રૂમ મોટો હોય તો તમે બે વિરુદ્ધ દીવાલો પર એલઈડી ટયૂબલાઈટ્સ લગાવી શકો છો, અને જો તમારો રૂમ નાનો હોય તો એલઈડી બલ્બ લગાવવો જ પૂરતો છે.
ટાસ્ક લાઈટ રહેશે અનુકૂળ :

ઈલેક્ટ્રીસિટી બચાવવા માટે રીડિંગ લેમ્પ અથવા સ્ટડી ટેબલ લાઈટિંગ પણ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. જો તમને મોડી રાત સુધી કામ કરવાની આદત હોય તો તમે માત્ર રીડિંગ લેમ્પ ચાલુ રાખીને પણ કામ કરી શકો છો. અને જો તમે લેપટોપ પર કામ કરતા હોય તો યુએસબી લાઈટ્સનો પણ ઉપયોગ કરી શકો છો.
0 Response to "આ રીતેે કરો ઘરની સજાવટ, ઇલેક્ટ્રિક બિલ આવશે એકદમ ઓછુ, જાણો આ માટે શું રાખશો ખાસ ધ્યાન"
ટિપ્પણી પોસ્ટ કરો