મા તે મા… વાઘણ અને તેના બચ્ચાનો આ વીડિયો જોઈ લોકોનો દિવસ સુધરી ગયો, આ રીતે માતાએ નિરાંતે પ્રેમ કર્યો

કહેવાય છે કે ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો, વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. ત્યારે હાલમાં માતાનો પ્રેમ દર્શાવતો એક વીડિયો સામે આવ્યો છે. એક વાઘણ તેના ચાર બચ્ચા સાથે પ્રેમ કરતો એક વીડિયો ટ્વિટર પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


ખાસ કરીને વન્યજીવનમાં રસ ધરાવતા લોકો આ વિડિઓને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં જોવામાં આવ્યું છે કે એક વાઘણ તેના બચ્ચાની પાસે સૂઈ ગઈ છે, ત્યારબાદ તે વાઘના અન્ય બચ્ચા પણ આવે છે અને એક પછી એક તેની પાસે સૂઈ જાય છે. ચાર નાના બચ્ચા આખરે તેની માતાની ગોદમાં શાંતિ મેળવે છે અને સુકુન મેળવે છે.

વાઘને ઘણીવાર શિકારી પ્રાણી તરીકે જોવામાં આવે છે. પણ માતા માનવની હોય કે વાઘ જેવા હિંસક પ્રાણીની માતા છેવટે માતા છે. આ વીડિયો જોઈને એમ કહી શકાય કે તે માનવ હોય કે જંગલી પ્રાણી, મમ્મી અને તેના બાળકો વચ્ચેનો સંબંધ કદાચ સરખો જ છે અને આ વીડિયોમા એ વાતની સાહિતી પણ મળી ગઈ છે.

આ સુંદર વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે- “આખરે તે બધા મમ્મી પાસે આવે છે ..” એટલે કે “છેવટે તે બધા માતા પાસે આવે છે …” આ વિડિઓને 57,000 થી વધુ લોકોએ જોયો છે. 3000 થી વધુ લોકોએ તેને પસંદ કર્યું છે અને 500 થી વધુ લોકોએ તેને રીટ્વીટ કર્યું છે.

ઘણા લોકો આ વીડિયો જોઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને તેઓ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક વપરાશકર્તાએ ટિપ્પણી કરી અને લખ્યું, “વિશ્વ માટે ખતરનાક વાઘ, પરંતુ બાળકો માટે તે પ્રિય માતા. યે હુઈના બાત,!! ખૂબ સુંદર દૃશ્ય છે ”. તેથી તમારે પણ પ્રકૃતિના આ અદભૂત દૃશ્યનો આનંદ માણવો જોઈએ.

મા વિશે એવું કહેવાય છે કે બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ના કરી હોય તો આપણું શું થાત ? કોણે લાલન પાલન કર્યુ હોત, કોણે આપણને સંસ્કાર આપ્યા હોત. કોણે આટલો પ્રેમ લૂટાવ્યો હોત. માતાનુ મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "મા તે મા… વાઘણ અને તેના બચ્ચાનો આ વીડિયો જોઈ લોકોનો દિવસ સુધરી ગયો, આ રીતે માતાએ નિરાંતે પ્રેમ કર્યો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel