Bigg Boss’ માં આ લોકો પડ્યા એકબીજાના પ્રેમમાં, અને પછી આ રીતે થઇ જીંદગીની નવી શરૂઆત, જાણો સલમાનનો શું રોલ છે આમાં

રાહુલ વૈદ્ય અને દિશા પરમાર જ નહી, આ ટીવી કપલ્સના પ્રેમના સાક્ષી પણ રહ્યા છે ‘Bigg Boss’. અભિનેતા સલમાન ખાન (Salman Khan)નો શો ‘બિગ વોસ’ (Bigg Boss) એ કેટલાક સેલેબ્સને એમના જીવનસાથી સાથે મળાવ્યા છે. આ શો કેટલાક સેલેબ્રીટી કપલ્સના પ્રેમની સાક્ષી બની ગયો છે.

અભિનેતા સલમાન ખાન (Salman Khan)ના વિવાદિત શો ‘બિગ બોસ’ (Bigg Boss) કેટલાક કન્ટેસ્ટંટના પ્રેમના સાક્ષી બની ગયા છે. શો દરમિયાન કેટલાક કપલ્સ એકબીજાના પ્રેમમાં પડતા જોવા મળ્યા છે. કેટલાક કપલ્સનો સંબંધ સમયની સાથે મજબુત થયો છે ચાલો જાણીએ આ કપલ્સ વિષે…

-અલી ગોની અને જૈસ્મીન ભસીન:

image source

અલી ગોની ‘બિગ બોસ ૧૪’માં પોતાની મિત્ર જૈસ્મિન ભસીનને સપોર્ટ કરવા માટે આવ્યા હતા. તેમણે ત્યારે શો દરમિયાન જૈસ્મિન માટે પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો હતો.

રૂબીના દિલૈક અને અભિનવ શુક્લા:

image source

આ કપલ ‘બિગ બોસ’ની ૧૪મી સિઝનમાં જોવા મળ્યા હતા. મીડિયા રીપોર્ટસ મુજબ, શોમાં આ કપલએ ખુલાસો કર્યો હતો કે, તેઓ છૂટાછેડા લેવા વિષે વિચારી રહ્યા હતા. જો કે, આ કપલ સાથે ઘણા ખુશ છે.

હિમાંશી ખુરાના અને અસીમ રીયાઝ:

image source

આ કપલ ‘બિગ બોસ ૧૩’ માં જોવા મળ્યા હતા. આ બંનેની કેમેસ્ટ્રી ફેંસને ખુબ જ પસંદ આવી હતી. શો દરમિયાન કપલની વચ્ચે પ્રેમ વધ્યો હતો, જે આજે પણ જળવાઈ રહ્યો છે. તેઓ બંને પોતાના ફેંસને ‘કપલ ચેલેંજ’ આપતા રહે છે.

એઝાઝ ખાન અને પવિત્રા પુનિયા:

image source

‘બિગ બોસ’ની છેલ્લી સિઝનમાં એઝાઝ ખાન અને પવિત્રા પુનિયા એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. મીડિયા રીપોર્ટસ મુજબ, હવે આ કપલ જલ્દી જ લગ્ન કરવાના છે. જો કે, હાલમાં આ કપલ લિવ- ઈન- રિલેશનશિપમાં એકબીજાની સાથે રહી રહ્યા છે.

રોશેલ રાવ અને કીથ સુકેરા:

image source

આ કપલ ‘બિગ બોસ’માં આવતા પહેલા જ એકબીજાને જાણતા હતા. શોએ એમની વચ્ચેનું અંતર ઘટાડવાનું કામ કર્યું. મીડિયા રીપોર્ટસ મુજબ, ‘બિગ બોસ’ શો માંથી નીકળ્યાના કેટલાક સમય પછી જ બંનેએ લગ્ન કરી લીધા હતા.

વિક્રાંત સિંહ રાજપૂત અને મોનાલિસા:

image source

મોનાલિસા ‘બિગ બોસ ૧૦’ દરમિયાન ખુબ જ ચર્ચામાં રહી હતી. ત્યારે એમનું નામ મનુ પંજાબી સાથે ખુબ જ ચર્ચામાં આવ્યું હતું. જો કે, તેમણે સમય રહેતા સ્થિતિને સાંભળી લીધી હતી અને શોમાં જ પોતાના મંગેતર વિક્રાંત સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી.

પ્રિંસ નરુલા અને યુવિકા ચૌધરી:

image source

આ કપલ ‘બિગ બોસ’ની ૯મી સિઝનમાં જોવા મળ્યા હતા. શો દરમિયાન આ કપલ એકબીજા ના પ્રેમમાં પડી ગયા હતા. હવે આ કપલ પોતાના લગ્નજીવનનો આનંદ માણી રહ્યા છે.

રાહુલ વૈદ્ય અને દિશા પરમાર:

image source

‘બિગ બોસ ૧૪’માં રનર અપ રહેલ રાહુલ વૈદ્યએ તા. ૧૬ જુલાઈ, શુક્રવારના રોજ પોતાની મંગેતર દિશા પરમાર સાથે લગ્ન કરી લીધા છે. આ કપલ ઘણા લાંબા સમયથી લગ્નની યોજના બનાવી રહ્યા હતા. તેમને કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે પોતાના લગ્નને ટાળવા પડી રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "Bigg Boss’ માં આ લોકો પડ્યા એકબીજાના પ્રેમમાં, અને પછી આ રીતે થઇ જીંદગીની નવી શરૂઆત, જાણો સલમાનનો શું રોલ છે આમાં"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel